આઠ મહિનાના નીચલા સ્તર પર પહોંચ્યો રૂપિયો, 22 પૈસા તૂટ્યો રૂપિયો

આજે શરૂઆતી બિઝનેસ દરમિયાન બીએસઇના મુખ્ય સંવેદી ઇંડેક્સ સેંસેક્સ 370 પોઇન્ટ ગબડ્યો જ્યારે એનએસઇના મુખ્ય સંવેદી ઇન્ડેક્સ નિફ્ટીમાં પણ 100 પોઇન્ટ વધુનો ઘટાડો નોંધાયો છે.

આઠ મહિનાના નીચલા સ્તર પર પહોંચ્યો રૂપિયો, 22 પૈસા તૂટ્યો રૂપિયો

નવી દિલ્હી: સ્થાનિક શેર બજારોમાં ઘટાડો તથા વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઇ) દ્વારા ઉપાડના લીધે શુક્રવારે શરૂઆતી બિઝનેસમાં રૂપિયો ઘટીને 72 રૂપિયા પ્રતિ ડોલરના સ્તરની નીચે આવી ગયો છે. શરૂઆતી બિઝનેસમાં રૂપિયો 22 પૈસા ઘટીને આઠ મહિનાના નીચલા સ્તર 72.03 રૂપિયા પ્રતિ ડોલર પર પહોંચી ગયો છે.  

ગુરૂવારે રૂપિયા 71.81 રૂપિયા પ્રતિ ડોલર પર બંધ થયો હતો. બિઝનેસમેનોએ કહ્યું કે વિદેશી બજારોમાં ડોલરમાં તેજી તથા એફપીઆઇના ઉપાડના લીધે રૂપિયા પર દબાણ રહ્યું છે. પ્રારંભિક આંકડાના અનુસાર એફપીઆઇએ ગુરૂવારે સ્થાનિક બજારમાંથી લગભગ 900 કરોડ રૂપિયાનો શુદ્ધ ઉપાડ થયો છે. 

આજે શરૂઆતી બિઝનેસ દરમિયાન બીએસઇના મુખ્ય સંવેદી ઇંડેક્સ સેંસેક્સ 370 પોઇન્ટ ગબડ્યો જ્યારે એનએસઇના મુખ્ય સંવેદી ઇન્ડેક્સ નિફ્ટીમાં પણ 100 પોઇન્ટ વધુનો ઘટાડો નોંધાયો છે. સરકાર દ્વારા સંકટ દરમિયાન પસાર થઇ રહેલા ઔદ્યોગિક ક્ષેત્રને કોઇ રાહત પેકેજ મળવાની સંભાવના દેખાઇ રહી નથી જેના લીધે બજારમાં વેચાવલીનું દબાણ વધ્યું જેથી દેસી કરન્સી રૂપિયો પણ સરકીને 72 રૂપિયા પ્રતિ ડોલરના સ્તરને પાર કરી ગયો. ભારતીય મુદ્વા રૂપિયો ડોલરના મુકાબલે સરકીને 72 રૂપિયા પ્રતિ ડોલર પર પહોંચી ગયો જ્યારે આ પહેલાં ગત સત્રના મુકાબલે 10 પૈસાની નબળાઇ સાથે 71.91 રૂપિયો પ્રતિ ડોલર પર ખુલ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news