Residential Property: ઘરનું ઘર લેવાનું સપનું થયું મોંઘું, 3 મહિનામાં મકાનની કિંમતમાં 6 ટકાનો વધારો

Residential Property Prices:  ભારતમાં રહેણાંક મિલકતની કિંમતો સતત વધી રહી છે. નાઈટ ફ્રેન્કના (Knight Frank)રિપોર્ટમાંથી આ વાત સામે આવી છે.

Residential Property: ઘરનું ઘર લેવાનું સપનું થયું મોંઘું, 3 મહિનામાં મકાનની કિંમતમાં 6 ટકાનો વધારો

Residential Property Prices: ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં રહેણાંક મિલકતોની કિંમતોમાં જબરદસ્ત વધારો થયો છે. મકાનોની કિંમતો વધવાનો આ સિલસિલો હજુ પણ ચાલુ છે. નાઈટ ફ્રેન્ક ગ્લોબલ હાઉસ પ્રાઈસ ઈન્ડેક્સના (Knight Frank Global House Price Index) રિપોર્ટ અનુસાર, ભારતમાં પ્રોપર્ટીના ભાવમાં આ વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે 5.9 ટકાનો વધારો નોંધાયો છે. પ્રોપર્ટીના ભાવમાં સતત વધારાને કારણે ભારત વૈશ્વિક યાદીમાં 18મા સ્થાનેથી 14મા સ્થાને ચાર સ્થાન ઉપર આવી ગયું છે.

પ્રોપર્ટીના ભાવ વાર્ષિક ધોરણે આટલા વધ્યા-
નાઈટ ફ્રેન્કના (Knight Frank)અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે સરેરાશ વાર્ષિક ધોરણે ભારતમાં રહેણાંક મિલકતના ભાવમાં 3.5 ટકાનો જંગી વધારો નોંધાયો છે. કોરોના પહેલા આ દર 3.7 ટકા હતો. આવી સ્થિતિમાં ઘરની કિંમતોમાં સરેરાશ વધારો કોરોના સમયગાળા પહેલાની સ્થિતિએ પહોંચી ગયો છે.

પ્રોપર્ટીના ભાવ કેમ વધી રહ્યા છે?
આ રિપોર્ટમાં ભારતમાં રહેણાંક મિલકતના ભાવમાં વધારા પાછળ ઘણા કારણો આપવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં ભારતમાં મોંઘવારી વધવાને કારણે વ્યાજદરમાં સતત વધારો થઈ રહ્યો છે. આમ હોવા છતાં, પ્રોપર્ટીની કિંમતો સતત વધી રહી છે કારણ કે દેશનો વિકાસ દર કેટલાક સમયથી સ્થિર છે. તેનાથી લોકોમાં નાણાકીય સુરક્ષાની ભાવના વધી છે અને તેઓ ઊંચા વ્યાજ દરો છતાં પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે. આ સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારો રિયલ એસ્ટેટ સેક્ટરને વેગ આપવા માટે સતત મોટા પગલાં લઈ રહી છે, જેની અસર વેચાણના આંકડામાં પણ જોવા મળી રહી છે.

આ દેશોમાં પ્રોપર્ટીના ભાવમાં સૌથી વધુ વધારો થયો છે
Knight Frank પોતાના રિપોર્ટમાં એવા દેશોની યાદી બહાર પાડી છે જ્યાં 2023માં રહેણાંક મિલકતની કિંમતોમાં સૌથી વધુ વધારો થયો છે. 89.20 ટકાના વાર્ષિક વૃદ્ધિ દર સાથે તુર્કી આ યાદીમાં ટોચ પર છે. જ્યારે Croatiaમાં રહેણાંક મિલકતના ભાવમાં 13.7 ટકા, ગ્રીસમાં 11.9 ટકા, કોલંબિયામાં 11.2 ટકા અને North Macedonia માં 11 ટકાનો વધારો થયો છે. આ યાદીમાં ભારતનું નામ 14મા સ્થાને છે, જ્યાં ત્રીજા ક્વાર્ટરમાં એટલે કે જુલાઈ-સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન વાર્ષિક ધોરણે પ્રોપર્ટીના ભાવમાં 5.9 ટકાનો વધારો જોવા મળ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news