નીતા અંબાણી આ રાજનેતાને કરવા માંગતા હતા ડેટ, મુકેશ અંબાણી સામે જ જાહેર કરી દીધું નામ
Neeta ambani Date : ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી (Nita Ambani) હંમેશા ચર્ચામાં રહે છે. લોકો તેની સ્ટાઈલ, કામ, બિઝનેસ સહિતની દરેક વસ્તુ પર નજર રાખે છે. હાલમાં જ એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
Trending Photos
Bill clinton and mukesh ambani : ભારતના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની (India richest business man Mukhesh Ambani ) સરખામણીમાં પત્ની નીતા અંબાણી હંમેશાં વધુ ચર્ચામાં રહે છે. નીતા અંબાણી (Nita Ambani) જ્યાં પણ જાય ત્યાં પાપારાઝી તેને ફોલો કરતા રહે છે. નીતા દરેક ક્ષેત્રમાં દબદબો ધરાવતી જાય છે. નીતા અંબાણીએ (Nita Ambani) થોડા દિવસ પહેલાં જ તેમના નાના દીકરા આકાશ અંબાણીના ભવ્ય લગ્ન થયા છે. પેરિસ ઓલિમ્પિકમાં (Paris Olympics) પણ તેમનો દબદબો રહ્યો હતો. હવે નીતા અંબાણી અને મુકેશ અંબાણીનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં નીતા અંબાણીએ જણાવ્યું છે કે તે મુકેશ સિવાય કોની સાથે ડેટ પર જવા માંગે છે.
નીતા કોની સાથે ડેટ પર જવા માંગે છે? : મુકેશ અંબાણી (India richest business man Mukhesh Ambani )અને નીતા અંબાણીએ સિમી ગરેવાલના ટોક શો 'Rendezvous With Semi Girebaal'માં ભાગ લીધો હતો. આ દરમિયાન સિમી ગરેવાલે નીતા અંબાણીને પૂછ્યું કે મુકેશ સિવાય તમે કોની સાથે ડેટ પર જવા માંગો છો. જેના પર નીતા અંબાણીએ બિલ ક્લિન્ટનનું (Bill clinton)નામ લીધું હતું.
તમને જણાવી દઈએ કે બિલ ક્લિન્ટન અમેરિકાના 42માં રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. નીતાના (Nita Ambani) મોઢેથી બિલ ક્લિન્ટનનું નામ સાંભળીને મુકેશ અંબાણીની પ્રતિક્રિયા જોવા જેવી હતી. તેમણે સિમી ગરેવાલને કહ્યું કે જો નીતા ક્લિન્ટન સાથે ડેટ પર જશે તો હું પણ તમારી સાથે જઈશ. તેના પર સિમી ગરેવાલે કહ્યું કે હું આ માટે તૈયાર છું.
નીતા – મુકેશ અંબાણીની પ્રેમ કહાનીઃ મુકેશ અંબાણી અને નીતા અંબાણી મુકેશના (India richest business man Mukhesh Ambani )પિતા ધીરુભાઈ અંબાણી દ્વારા મળ્યા હતા. નીતાનો ડાન્સ જોઈને પ્રભાવિત થયેલા ધીરુભાઈ અંબાણીએ નીતાને ફોન કર્યો હતો. જોકે, નીતાએ પ્રેન્ક કોલ માનીને ફોન કાપી નાખ્યો હતો. બાદમાં નીતાના પિતાએ ફોન ઉપાડ્યો અને જણાવ્યું કે ધીરુભાઈ અંબાણી ફોન પર છે. ધીરુભાઈએ નીતાને પોતાની ઓફિસે બોલાવી હતી અને નીતા (Nita Ambani) નોકરીની ઓફર છે એમ વિચારીને ઓફિસે ગઈ હતી. ત્યાં તેની મુલાકાત મુકેશ અંબાણી સાથે થઈ અને બંનેએ વાતચીત શરૂ કરી હતી. મુકેશે પહેલી જ મુલાકાતમાં નીતાને પોતાની લાઈફ પાર્ટનર તરીકે સ્વીકારી લીધી હતી. મુકેશ અંબાણીએ એક ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે મેં નીતાને જોતાં જ નક્કી કરી લીધું હતું કે તે મારી લાઈફ પાર્ટનર છે. મને તેનો સ્વભાવ બહુ ગમ્યો.
લગ્ન પછી પણ કામ કરવાની શરતે નીતા અંબાણીએ 1985માં મુકેશ અંબાણી (mukesh ambani)સાથે લગ્ન કર્યા હતા. નીતા અંબાણી (Nita Ambani) અને મુકેશ સફળતાના શિખરે છે. તેમને 2010માં રિલાયન્સ ફાઉન્ડેશનની શરૂઆત કરી હતી. નીતા અંબાણી આજે ફેશન આઈકોન ગણાય છે. એમનો સ્પોર્ટસ ક્ષેત્રે પણ દબદબો છે. નીતા ઓલિમ્પિક કમિટીમાં સભ્ય છે. આઈપીએલમાં એમની મુંબઈ ઈન્ડિયન્સ ક્રિકેટ ક્ષેત્રમાં ભારે નામના ધરાવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે