Reliance Jioના ચેરમેન બનતા જ રાતોરાત વધી ગઈ આકાશની સંપત્તિ, જાણો મુકેશ અંબાણીએ અચાનક કેમ આપ્યું રાજીનામું

Reliance Jioના ચેરમેન બનતા જ રાતોરાત વધી ગઈ આકાશની સંપત્તિ, જાણો મુકેશ અંબાણીએ અચાનક કેમ આપ્યું રાજીનામું

ઝી બ્યૂરો, અમદાવાદઃ રિલાયન્સ જીરોના ચેરમેન પદથી મુકેશ અંબાણીએ રાજીનામું આપ્યુ છે. ત્યારે હવે કંપનીની તમામ જવાબદારી તેમના મોટા દીકરા આકાશ અંબાણીએ સંભાળી છે. મુકેશ અંબાણીએ પોતાના મોટા દીકરા આકાશને કંપનીના ચેરમેન જાહેર કર્યા છે. આાશ અંબાણી પોતાના પિતા મુકેશ અંબાણીના રસ્તા પર આગળ વધી રહ્યા છે. 30 વર્ષની ઉમરમાં આકાશ અંબાણી કંપનીના ચેરમેન બનવાની સાથે 8 લાખ કરોડની રિલાયન્સ કંપનીનો કાર્યભાર પણ સંભાળશે. આકાશે રિલાયન્સ જીઓની પોલિસીમાં મહત્વની ભૂમિકા ભજવી છે

આકાશ અંબાણીની કુલ સંપત્તિ:
ચેરમેન બન્યા બાદ હવે લોકો આકાશ અંબાણીની કુલ સંપત્તિ વિશે જાણવા માટે ઉત્સુક છે. જોકે આકાશ અંબાણીની કુલ સંપત્તિ અને પગાર વિશે ખાસ માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ હાલમાં આકાશ અંબાણી પાસે કુલ 40.1 બિલિયન ડોલર છે. એટલે હાલમાં તેઓ 2.9 લાખ કરોડની સંપત્તિના માલિક છે. 

8 લાખ કરોડની કંપનીની જવાબદારી આકાશ સંભાળશે:
રિલાયન્સ જીઓની જવાબદારી મુકેશ અંબાણીએ દીકરા આકાશ અંબાણીને સોંપી છે. વર્ષની શરૂઆતમાં ગ્લોબલ બ્રોકિંગ ફર્મ CLSAએ જીઓની બિઝનેસ વેલ્યુએશન 99 અરબ ડોલર આંકી હતી. રિપોર્ટ મુજબ રિલાયન્સ જીઓ વેલ્યુએશન મુજબ 100 અરબ છે. જે મુજબ હવે આકાશ અંબાણી 8 લાખ કરોડની જીઓ કંપનીની જવાબદારી સંભાળશે

જે કંપની શરૂ કરી, તેના ચેરમેન બન્યા:
અમેરિકામાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ હવે આકાશ પોતાની બહેન ઈશા અંબાણી 2015માં રિલાયન્સ જીઓ કંપનીની શરૂઆત કરી હતી. વર્ષ 2018માં આકાશે જીઓના ચીફ ઓફ સ્ટ્રેટિજીની જવાબદારી સંભાળી હતી. ત્યાર બાદથી જ આકાશ અંબાણી સફળતાના શિખર પર પહોંચ્યા છે. જીઓ-4ના ઈકો સિસ્ટમને સ્થાપિત કરવાનું ક્રેડિટ આકાશ અંબાણીને જાય છે. 2020માં વિશ્વમાં મોટી ટેક કંપનીઓમાં જીઓએ પ્રવેશ કર્યો હતો.  જે કંપીનીની શરૂઆત કરી, હવે તેઓ તે જ કંપનીના ચેરમેન પણ બન્યા છે.

મુકેશ અંબાણીના સૌથી મોટા દીકરા છે આકાશ:
મુકેશ અંબાણીના ત્રણ બાળકોમાં આકાશ અંબાણી સૌથી મોટા દીકરા છે. આકાશનો જન્મ 23 ઓક્ટોબર 1991ના રોજ થયો હતો. આકાશે બ્રાઉન યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ગ્રેજ્યુએશન કર્યુ છે. વર્ષ 2020માં આકાશ અંબાણીના શ્લોકા મહેતા સાથે લગ્ન થયા હતા. હાલમાં આકાશ અને શ્લોકાનો એક દીકરો છે, જેનું નામ પૃથ્વી છે. 

કરોડો રૂપિયાની છે કાર:
અંબાણી પાસે હાલમાં બેંટલે બેંટાયગા સહિતની ઘણી લગ્ઝરી કાર છે. આ લગ્ઝરી કારની કિંમત 3.85 કરોડ રૂપિયા છે. અને આ ભારતની સૌથી મોંઘી SUV કાર છે. અંબાણી એક વિશેષ બ્રિટિશ રેસિંગ ગ્રીન રંગની કારના પણ માલિક છે. જે માત્ર અંબાણી અને અમેરિકી રૈપર કાર્ડી બી પાસે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news