આ કારે અલ્ટોને આપી ધોબીપછાડ, બની સૌથી વધારે વેચાનાર કાર
સિયામના આંકડા પ્રમાણે જુલાઇમાં ડિઝાયરનું કુલ વેચાણ 25,647 યુનિટ રહ્યું છે
Trending Photos
નવી દિલ્હી : લાંબા સમયથી દેશમાં સૌથી વધારે વેચાનાર કારનો તાજ મારુતિ સુઝુકીની એન્ટ્રી લેવલની હેચબેક કાર અલ્ટો પાસે જ હતો પણ જુલાઈ 2018માં મારુતિ સુઝુકીની કોમ્પેક્ટ સિડાન ડિઝાયરે આ તાજ અલ્ટો પાસેથી છિનવી લીધો છે. જુલાઈમાં ડિઝાયર મોડેલે દેશમાં સૌથી વધારે વેચાતી કાર તરીકે પોતાની ખાસ જગ્યા બનાવી છે.
ઓટોમોબાઇલ કંપનીઓના સંગઠન સિયામના લેટેસ્ટ આંકડાઓ પ્રમાણે જુલાઇમાં ડિઝાયરનું કુલ વેચાણ 25,647 યુનિટ થયું હતું જ્યારે ગયા વર્ષે આ જ સમયમાં એની વેચાણ માત્ર 14,703 યુનિટ જ હતું અને તે પાંચમા નંબરની સૌથી વધારે વેચાતી કાર હતી. જોકે, સૌથી વધારે વેચાતી કારનો ખિતાબ ધરાવતી અલ્ટો જુલાઈમાં 23,371 યુનિટના વેચાણ સાથે બીજા સ્થાને પહોંચી ગઈ છે. જૂનમાં પહેલા સ્થાન પર રહેલી અલ્ટોનું કુલ વેચાણ 26,009 યુનિટ હતું. આ યાદીમાં 19,993 યુનિટ સાથે સ્વિફ્ટ ત્રીજા નંબરે તેમજ 17,960 યુનિટના વેચાણ સાથે બલેનો ચોથા નંબર પર રહી છે.
વેચાણના આંકડા પર નજર ફેરવીએ તો હ્યુંડઇ દેશની બીજા નંબરની કાર કંપની તરીકે જળવાઈ રહી છે. કંપનીના ત્રણ મોડલ એલીટ આઇ 20, ગ્રાન્ડ આઇ 10 અને ક્રેટાનું સૌથી વધારે વેચાણ થયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે