છૂટામાંથી મળશે છુટકારો: RBI લોન્ચ કરશે Digital Rupee, કેશ રાખવાની ઝંઝટ નહી!
આ પ્રોજેક્ટમાં ભાગ લેવા માટે 9 બેંકોની ઓળખ કરવામાં આવી છે. તેમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા, બેંક ઓફ બરોડા, યૂનિયન બેંક, એચડીએફસી બેંક, આઇસીઆઇસીઆઇ બેંક, કોટક મહિન્દ્રા બેંક, આઇડીએચસી બેંક અને એચએસબીસી બેંક સામેલ છે.
Trending Photos
Digital E-Rupee: ભારતીય રિઝર્વ બેંક (RBI) એ આ મહિનાની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે તે જલદી ખાસ ઉપયોગ માટે ડિજિટલ રૂપિયા (E-Rupee) નું પાયલોટ લોન્ચ શરૂ કરશે. તેની શરૂઆત 1 નવેમ્બરથી એટલે કે આજથી થવા જઇ રહી છે.
જોકે હવે આરબીઆઇની પોતાની ડિજિટલ કરન્સી હકીકત બનવાની છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા (RBI) 1 નવેમ્બરથી હોલસેલ ટ્રાંજેક્શન માટે ડિજિટલ રૂપીની શરૂઆત કરશે. આ હાલ પાયલોટ પ્રોજેટ તરીકે શરૂ થશે.
ભારતીય રિઝર્વ બેંકના અનુસાર તેનાથી ભારતીય ડિજિટલ અર્થવ્યવસ્થાને મજબૂત કરવામાં, પેમેન્ટ સિસ્ટમને વધુ સક્ષમ બનાવવા અને મની લોન્ડ્રીંગ રોકવામાં મદદ મળશે. ડિજિટલ રૂપીનો ઉપયોગ સરકારી સિક્યોરિટીના સેટલમેંટ માટે થશે.
આ પ્રોજેક્ટમાં ભાગ લેવા માટે 9 બેંકોની ઓળખ કરવામાં આવી છે. તેમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા, બેંક ઓફ બરોડા, યૂનિયન બેંક, એચડીએફસી બેંક, આઇસીઆઇસીઆઇ બેંક, કોટક મહિન્દ્રા બેંક, આઇડીએચસી બેંક અને એચએસબીસી બેંક સામેલ છે.
ડિજિટલ કરન્સીના ફાયદા
દેશમાં આરબીઆઇની ડિજિટલ કરન્સી (E-Rupee) આવ્યા બાદ તમારે કેશ રાખવાની જરૂર નહી પડે. તેને તમે તમારા મોબાઇલ વોલેટમાં રાખી શકશો અને આ ડિજિટલ કરન્સીના સર્કુલેશન પર સંપૂર્ણૅપણે રિઝર્વ બેંકનો કંટ્રોલ રહેશે. ડિજિટલ કરન્સી આવતાં સરકાર સાથે સામાન્ય લોકો અને બિઝનેસ માટે લેણદેણનો ખર્ચ ઓછો થઇ જશે.
ગત થોડા દિવસોમાં આરબીઆઇએ તેના વિશે જાણકારી આપતાં કહ્યું હતું કે સીબીડીસીનો ઉદ્દેશ્ય કરન્સીના હાલના વિકલ્પોને બદલવાના બદલે ડિજિટલ કરન્સીને તેના પુરક બનાવવાનો અને ઉપયોગકર્તાને ચૂકવણી માટે વધુ એક વિકલ્પ આપવાનો છે. તેનો હેતુ કોઇપણ પ્રકારના હાલના પેમેન્ટ સિસ્ટમનને બદલવાનો નથી. એટલે કે તમારા લેણદેણ પર કોઇ અસર પડશે નહી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે