RBI Policy: ક્યાં સુધી લોન થશે સસ્તી, રિઝર્વ બેંક કેટલા વ્યાજદરમાં વધારો કરશે?

RBI monetary policy 2023:  આ પોલિસી ગુરુવારે સવારે જાહેર કરવામાં આવશે. મોંઘવારીને લઈને દરેકની નજર RBIપર ટકેલી છે. તાજેતરમાં સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ, યુરોપિયન સેન્ટ્રલ બેંક અને બેંક ઓફ ઈંગ્લેન્ડે પણ વ્યાજદરમાં વધારો કર્યો છે.

RBI Policy: ક્યાં સુધી લોન થશે સસ્તી, રિઝર્વ બેંક કેટલા વ્યાજદરમાં વધારો કરશે?

RBI monetary policy 2023: નવા નાણાકીય વર્ષમાં પ્રથમ વખત, ભારતીય રિઝર્વ બેંક (Reserve Bank of India) તેની પ્રથમ નાણાકીય નીતિ જાહેર કરવા જઈ રહી છે. આ પોલિસી (RBI Policy)ની જાહેરાત ગુરુવારે સવારે કરવામાં આવશે. મોંઘવારીને લઈને દરેકની નજર RBI પર ટકેલી છે. તાજેતરમાં સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ, યુરોપિયન સેન્ટ્રલ બેંક અને બેંક ઓફ ઈંગ્લેન્ડે પણ વ્યાજદરમાં વધારો કર્યો છે.

તેથી એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે આરબીઆઈ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો પણ કરી શકે છે. મોટાભાગના નિષ્ણાતો માને છે કે પોલિસીમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો થઈ શકે છે. ફેબ્રુઆરી મહિનામાં રિટેલ મોંઘવારી દર 6.4 ટકા હતો. જાન્યુઆરીમાં તે 6.5 ટકા હતો. નિષ્ણાતોનું માનવું છે કે રિઝર્વ બેન્ક તેની નાણાકીય નીતિમાં ફુગાવાના અનુમાનમાં પણ ફેરફાર કરી શકે છે.

આ પણ વાંચો: દર 6 માંથી 1 વ્યક્તિને છે માતા-પિતા બનવાનું જોખમ, WHO ના રિપોર્ટમાં થયો ખુલાસો
આ પણ વાંચો: WHO Report: મીઠું બની રહ્યું છે સાયલન્ટ કિલર, 70 લાખ લોકોના જીવ જોખમમાં
આ પણ વાંચો: ચિપ્સનું કે બિસ્કીટનું એક પેકેટ ઘટાડી શકે છે તમારી ઉંમર, WHOએ આપી ચેતવણી!
આ પણ વાંચો: આ શાનદાર બિઝનેસથી વર્ષે કરો રૂપિયા 12 લાખની કમાણી, સરકાર આપશે લોન

Post policy press conference telecast at 12:00 pm on same dayhttps://t.co/SpbgjctfYt#rbipolicy #rbigovernor #rbitoday #MonetaryPolicy pic.twitter.com/GZlE45t9ge

— ReserveBankOfIndia (@RBI) April 5, 2023

1) RBI પોલિસીમાં રેપો રેટમાં કેટલો વધારો કરી શકે છે?

A) No Rate Hike 20% 
B) 25 BPS Hike  80%
C) 35 BPS Hike  -
ડી)   50 BPS Hike   -

2) આ પોલિસી પછી RBI કેટલી વાર દર વધારી શકે છે?

A) વ્યાજ દરો આગળ વધશે નહીં - 100%
B) 25 BPS - શૂન્ય
C) 25 થી 50 bps - શૂન્ય
ડી) 50 થી વધુ bps - શૂન્ય

3) RBI રેપો રેટમાં ઘટાડો ક્યારે શરૂ કરી શકે છે?
A) Q1FY24 - 20%
B) Q3FY24- 0%
C) Q4FY24- 20%
ડી) આગામી નાણાકીય વર્ષ- 60%

4) શું RBI ફુગાવાના અનુમાનમાં સુધારો કરશે?

એ) હા- 60%
બી) ના- 40%

5) શું RBI જીડીપી અંદાજ ઘટાડશે?
એ) હા- 60%
બી) ના- 40%

6) શું RBI લિક્વીડિટી વધારવા માટે કોઈ નક્કર પગલાં લેશે?
એ) હા- 60%
બી) ના- 40%

7) શું આરબીઆઈ તેના નીતિ વલણમાં ફેરફાર કરી શકે છે?
એ) હા- 20%
બી) ના- 80%

આ વખતે સૌથી મોટો પડકાર શું છે?
કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિએ આ વર્ષે કૃષિ પ્રવૃત્તિઓને જોખમમાં મૂકી દીધી છે. નિષ્ણાતોનું માનવું છે કે કોમોડિટીની અછત હોઈ શકે છે, જેના કારણે મોંઘવારી વધુ વધી શકે છે. આ વર્ષે સંભવિત તાપમાન વધવાથી ખાદ્ય ફુગાવાનું જોખમ ઊભું થઈ શકે છે.

ફુગાવા પર આરબીઆઈના નિર્ણયોની અસર
મે 2022 થી સળંગ છ વધારા સાથે, RBIએ દરોમાં 250 bps નો વધારો કર્યો છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં જ છેલ્લી MPCમાં, RBIએ ફુગાવાને નિયંત્રિત કરવા માટે રેપો રેટ 25 bps વધારીને 6.5% કરવાનો નિર્ણય લીધો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news