RBI એ સતત ચોથીવાર વ્યાજદરમાં ફેરફાર ન કર્યો, જાણો તમારા EMI પર શું થશે અસર?
ભારતીય રિઝર્વ બેંકે ત્રણ દિવસની MPC બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે જાહેરાત કરી દીધી છે. આ વખતે પણ કેન્દ્રીય બેંકે લોન લેન્રા ગ્રાહકોને મોટી રાહત આપી છે.
Trending Photos
ભારતીય રિઝર્વ બેંકે ત્રણ દિવસની MPC બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે જાહેરાત કરી દીધી છે. આ વખતે પણ કેન્દ્રીય બેંકે લોન લેન્રા ગ્રાહકોને મોટી રાહત આપી છે. દેશમાં મોંઘવારી દર આરબીઆઈના દાયરાથી ઉપર હોવા છતાં નીતિગત દરો એટલે કે રેપો રેટને યથાવત રાખવાનો નિર્ણય લેવાયો છે. તેનો અર્થ એ થયો કે લોન ઈએમઆઈમાં કોઈ ફેરફાર થશે નહીં. આવું સતત ચોથીવાર બન્યું છે કે રેપો રેટને સ્થિર રાખવાનો નિર્ણય લેવાયો છે.
રેપો રેટ હાલ 6.50 ટકા છે અને એક્સપર્ટ્સ પહેલેથી તે સ્થિર રહેવાની આશા વ્યક્ત કરી રહ્યા હતા. ગત વર્ષ કેન્દ્રીય બેંકે ચરમ પર પહોંચેલી મોંઘવારીને કાબૂમાં લેવા માટે એક બાદ એક અનેકવાર આ દરમાં વધારો કર્યો હતો. મે 2022માં રેપો રેટ 4 ટકા હતો જે ફેબ્રુઆરી 2023 આવતા આવતા તો 6.50 ટકા પર પહોંચી ગયો હ તો. જો કે ત્યારબાદથી તેને યથાવત રાખવામાં આવ્યો છે. શક્તિકાંત દાસે કહ્યું કે દુનિયામાં પડકારો હોવા છતાં ભારત ગ્રોથ એન્જિન બનેલું છે.
RBI’s Monetary Policy Committee decided to maintain the status quo, Repo Rate kept unchanged at 6.50%: RBI Governor Shaktikanta Das pic.twitter.com/IRfAjZ1Jra
— ANI (@ANI) October 6, 2023
શું હોય છે રેપો રેટ
અત્રે જણાવવાનું કે છેલ્લી ત્રણ દ્વિમાસિક બેઠકોમાં એમપીસીએ રેપો રેટના દરને 6.5 ટકા જાળવી રાખ્યો છે. રેપો રેટ એ દર હોય છે જેના પર રિઝર્વ બેંક અન્ય બેંકોને કરજ આપે છે. આથી જ્યારે રેપો રેટમાં વધારો થાય છે ત્યારે બેંકોને રિઝર્વ બેંકથી મોંઘા દરે કરજ મળે છે. આ કારણે લોકોને મળનારી લોન પણ મોંઘી થાય છે અને તેમના લોનના EMI પણ વધે છે. રિઝર્વ બેંક મોંઘવારી દર પર કાબૂ મેળવવા માટે રેપો રેટ વધારે છે અને લોન મોંઘી થાય છે. લોન મોંઘી થવાથી ઈકોનોમીમાં કેશ ફ્લોમાં ઘટાડો થાય છે. તેનાથી ડિમાન્ડમાં કમી આવે છે અને મોંઘવારી દર ઘટે છે. રેપો રેટ ઉપરાંત બીજો પણ રેટ હોય છે રિવર્સ રેપો રેટ. રિવર્સ રેપો રેટ એ દર હોય છે જે મુજ રિઝર્વ બેંક અન્ય બેંકોને ડિપોઝિટ પર વ્યાજ આપે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે