હવે ATM માંથી પૈસા ઉપાડવા પર લાગશે વધુ ચાર્જ, RBI નો નિર્ણય, જાણો ક્યારથી લાગૂ થશે નિયમ

આરબીઆઈએ કહ્યું કે, બેન્ક ફ્રી સીમા બાદ એટીએમ ટ્રાન્ઝેક્શન પર લાગનાર ફીને વધારીને 21 રૂપિયા સુધી કરી શકે છે. 

હવે ATM માંથી પૈસા ઉપાડવા પર લાગશે વધુ ચાર્જ, RBI નો નિર્ણય, જાણો ક્યારથી લાગૂ થશે નિયમ

મુંબઈઃ ATM Transaction Fee Hike: ભારતીય રિઝર્વ બેન્કે ગુરૂવારે એક મોટો નિર્ણય લીધો છે. રિઝર્વ બેન્કે કેશ અને નોન-કેસ એટીએમ ટ્રાન્ઝેક્શન પર ફ્રી મર્યાદા બાદ લાગતા ચાર્જમાં વધારો કર્યો છે. આ નવી વ્યવસ્થા 1 જાન્યુઆરી 2020 એટલે કે આગામી વર્ષથી લાગૂ થશે. તે હેઠળ તમારે ફ્રી મર્યાદા બાદ એટીએમ ટ્રાન્ઝેક્શન કરવા પર 20 રૂપિયાની જગ્યાએ 21 રૂપિયાનો ચાર્જ આપવો પડશે. 

રિઝર્વ બેન્કે એક સર્કુલર જારી કરીને કહ્યું કે, આ એટલા માટે કરવામાં આવ્યું છે કે જેથી બેન્કોને વધુ ઇન્ટરચેન્જ ફી અને ખર્ચ વધવાને કારણે થનારા નુકસાનમાં થોડી રાહત આપી શકાય. આરબીઆઈએ કહ્યું કે, બેન્ક ફ્રી સીમા બાદ એટીએમ ટ્રાન્ઝેક્શન પર લાગનાર ફીને વધારીને 21 રૂપિયા સુધી કરી શકે છે. 

પરંતુ ગ્રાહકોને તેની બેન્ક તરફથી દર મહિને કેશ અને નોન-કેશ ટ્રાન્ઝેક્શન એમ કુલ મળીને 5 ફ્રી ટ્રાન્ઝેક્શન મળતા રહેશે. તેને મેટ્રો શહેરોમાં બીજી બેન્કના એટીએમથી 3 ટ્રાન્ઝેક્શન અને નોન-મેટ્રો શહેરોમાં બીજી બેન્કના એટીએમથી પાંચ ટ્રાન્ઝેક્શન હાલની જેમ ફ્રી મળતા રહેશે.

એટલું જ નહીં બેન્ક 1 ઓગસ્ટ 2021થી દરેક ટ્રાન્ઝેક્શન પર ઇન્ટરચેન્જ ફીને ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન માટે 15 રૂપિયાથી વધારી 17 રૂપિયા કરી શકે છે. તો નોન-ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન માટે ઇન્ટરચેન્જ ફીને 5 રૂપિયાથી વધારી 6 રૂપિયા કરવાની મંજૂરી આપવામાં આવી છે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news