આરબીઆઇ ગર્વનર ઉર્જિત પટેલે આપ્યું રાજીનામું
Trending Photos
પાંચ રાજ્યોના પરિણામો પહેલાં ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ)ના ગર્વનર ઉર્જિત પટેલે પોતાનું રાજીનામું આપી દીધું છે. આખરે સરકાર પર પક્ષ ભારે પડ્યો, ત્યારબાદ ઉર્જિત પટેલે આ પગલું ભર્યું હતું. જો ઉર્જિત પટેલે કહ્યું તેમણે અંગત કારણોસર આ રાજીનામું આપ્યું છે. ઉર્જિત પટેલના પગલાંથી આરબીઆઇની શાખ પર અસર પડશે, કારણ કે સરકાર પાસે એક પ્રકારે કેંદ્રીય બેંક પર પુરો કંટ્રોલ હતો. બે વર્ષમાં આમ બીજી વખત આવું બન્યું છે જ્યારે આરબીઆઇ ગર્વનરે પદ છોડ્યું હોય. આ પહેલાં રઘુરામ રાજને જૂન 2016માં ગર્વનર પદ છોડવાની જાહેરાત કરી હતી. સપ્ટેમ્બર 2016માં તેમણે પદ છોડી દીધું હતું.
Urjit R. Patel: On account of personal reasons, I have decided to step down from my current position (RBI Governor) effective immediately. It has been my privilege and honour to serve in the Reserve Bank of India in various capacities over the years (File pic) pic.twitter.com/PAxQIiQ3hV
— ANI (@ANI) December 10, 2018
આરબીઆઇની શાખ પર શું પડશે અસર
ઉર્જિત પટેલના પગલાંથી આરબીઆઇની શાખ પર અસર પડવાની સંભાવના છે, કારણ કે સરકાર પાસે એક સેંટ્રલ બેંકનો સંપૂર્ણ કંટ્રોલ જતો રહેશે. જે કારણોથી ઉર્જિત પટેલે ગર્વનર પદેથી રાજીનામું આપ્યું છે તેમાં સરકાર દ્વારા સેક્શન 7નો ઉપયોગ કરવાની વાત કહેવી અને નાના ઉદ્યોગો માટે લોન લેવી સરળ બનાવવી, લોન અને ફંડની સમસ્યા સાથે ઝઝૂમી રહેલી 11 સરકારી બેંકોને લોન આપતાં અટકાવતા રાહત અને શોડો લેંડર્સને વધુ લિક્વિડિટી આપવું સામેલ છે. આરબીઆઇ પણ સરકારના વલણને લઇને આક્રમક છે. તેમનું કહેવું છેકે શું સરકાર બેંકની શાખને ખતમ કરવા માંગે છે. એટલા માટે 2010ના આર્જેટિનાના નાણાકીય બજારનું પણ ઉદાહરણ આપ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે