RBIનો મોટો નિર્ણય, હવે કોઇપણ નવી બેંકને નહી મળે લાઇસન્સ

રિઝર્વ બેંકની મોનેટરી પોલિસીના જાહેરાત પહેલાં એક મોટા સમાચાર આવી રહ્યા છે. જાણકારી અનુસાર, સેંટ્રલ બેંકે નવી બેંકોને હાલ લાઇસન્સ ઇશ્યૂ ન કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય બેંકના ટોચના અધિકારીઓએ મળીને કર્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર રિઝર્વ બેંકના બોર્ડ ઓફ નાણાકીય નિરીક્ષણ (Board of Financial Supervision)માં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

RBIનો મોટો નિર્ણય, હવે કોઇપણ નવી બેંકને નહી મળે લાઇસન્સ

નવી દિલ્હી: રિઝર્વ બેંકની મોનેટરી પોલિસીના જાહેરાત પહેલાં એક મોટા સમાચાર આવી રહ્યા છે. જાણકારી અનુસાર, સેંટ્રલ બેંકે નવી બેંકોને હાલ લાઇસન્સ ઇશ્યૂ ન કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય બેંકના ટોચના અધિકારીઓએ મળીને કર્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર રિઝર્વ બેંકના બોર્ડ ઓફ નાણાકીય નિરીક્ષણ (Board of Financial Supervision)માં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

બેંકના ટોપ મેનેજમેંટે સૌદ્ધાંતિક રીતે નવા લાઇસન્સ ઇશ્યૂ ન કરવાનો નિર્ણય લીધો છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે આગામી 2-3 વર્ષ સુધી નવી બેંકોને લાઇસન્સ ઇશ્યૂ ન કરવા પર સહમતિ બની છે. નાણાકિય નિરીક્ષણ બોર્ડે બેંકોની હાલની સ્થિતિ જોતાં આ નિર્ણય લીધો છે. નવા લાઇસન્સ પ્રાપ્ત બેંકોની હાલત જોતાં આરબીઆઇ આ દિશામાં વિચારવા માટે મજબૂર થઇ છે. તમને જણાવી દઇએ કે જ્યારે રધુરામ રાજન રિઝર્વ બેંકના ગર્વનર હતા, ત્યારે તેમણે 'ઓન ટેપ'નો નિયમ લાવ્યો હતો. તેના હેઠળ ગમેત્યારે બેંકોને લાઇસન્સ ઇસ્યૂ કરવાની નીતિ અપનાવવામાં આવી હતી. 

નોન બેકિંગ ફાઇનિશિયલ કોર્પોરેશન (NBFC) અને બેંક મર્જરને લઇને સેંટ્રલ બેંક કેસ-ટૂ-કેસ બેસ પર નિર્ણય લેશે. તમને જણાવી દઇએ કે IDFC બેંક, બંધ બેંકને 2015માં ફૂઅલ બેંકનું લાઇસન્સ મળ્યું હતું. IDFC બેંક આખરે Capital First સાથે મર્જ કરવી પડી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news