કોરોના સંકટ : RBIની બેંકોનો સલાહ, EMI પર 3 મહિના આપો રાહત
કોરોના વાયરસને કારણે ઉભી થયેલી આર્થિક પરિસ્થિતિમાં ભારતીય રિઝર્વ બેંક પણ તૈયારીમાં લાગી ગઈ છે સરકારના આર્થિક પેકેજના એલાન પછી આરબીઆઇએ રેપો રેટમાં 0.75% ઘટાડાની જાહેરાત કરી છે.
Trending Photos
નવી દિલ્હી : કોરોના વાયરસને કારણે ઉભી થયેલી આર્થિક પરિસ્થિતિમાં ભારતીય રિઝર્વ બેંક પણ તૈયારીમાં લાગી ગઈ છે સરકારના આર્થિક પેકેજના એલાન પછી આરબીઆઇએ રેપો રેટમાં 0.75% ઘટાડાની જાહેરાત કરી છે. આ સિવાય રિવર્સ રેપો રેટમાં પણ 0.90% ટકાનો ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે. આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે જો કોરોનાના કારણે ઉભી થયેલી પરિસ્થિતિ લાંબી ખેંચાશે તો દુનિયામાં મંદી આવી શકે છે અને એની અસર ભારત પર પણ પડી શકે છે.
કોરોના વાયરસને કારણે ઇકોનોમીને મળી રહેલા મોટા ઝટકાને જોતા ભારતીય રિઝર્વ બેન્કે વ્યાજ દરોમાં ભારે ઘટાડો કર્યો છે અને બેન્કિંગ સેક્ટરને રાહત આપી છે. બેન્કો અને NBFCને તમામ પ્રકારની ટર્મ લોન NPAમાં ન બદલવા ત્રણ મહિના માટે રાહત આપી છે. રિઝર્વ બેંકે EMI ભરી રહેલા લોકોને 3 મહિના સુધીની રાહત આપવાની બેંકોને સલાહ આપી છે. મહત્વનું છે કે RBIએ આદેશ નહીં માત્ર સલાહ આપી છે. જેનો અર્થ એ થાય છે કે હવે બેંકોએ નક્કી કરવાનું છે કે તેઓ આ મામલે છૂટ આપશે કે નહીં.
આ છૂટનો ફાયદો નાના વેપારીઓ, હોમ લોન અથવા ઑટો લોન લેનાર અથવા મોટા વેપારીઓને થઇ શકે છે. કોરોના વાયરસના પ્રકોપને કારણે આ રાહત આપવામાં આવી છે. રિઝર્વ બેન્કે કહ્યું કે ત્રણ મહીના સુધી લોન ન ચૂકવનાર લોનધારકની ક્રેડિટ હિસ્ટ્રી ખરાબ નહીં થાય. નિયમ પ્રમાણે જો કોઈ લોનના હપ્તા અથવા તો EMI સતત ત્રણ મહિના સુધી ચુકવતા નથી તો તે લોનને બેડ લોનની કેટેગરીમાં શામેલ કરવામાં આવે છે અને લોન લેનાર વ્યક્તિ કે કંપનીને ડિફોલ્ટર જાહેર કરવામાં આવતા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે