Alert: જો તમે પણ Paytm વાપરતા હોવ તો તમારા કામના છે આ સમાચાર, બંધ થશે બેકિંગ સર્વિસ, શું થશે ગ્રાહકોનું?

Paytm Payments Bank: 29 ફેબ્રુઆરી પછી પેટીએમ પેમેન્ટ્સ બેંક (Paytm Payments Bank) તેના ગ્રાહકોને બેંકિંગ સુવિધાઓ પ્રદાન કરી શકશે નહીં. આ સિવાય આરબીઆઈ (Reserve Bank) એ પણ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન પર પ્રતિબંધ મૂક્યો છે.

Alert: જો તમે પણ Paytm વાપરતા હોવ તો તમારા કામના છે આ સમાચાર, બંધ થશે બેકિંગ સર્વિસ, શું થશે ગ્રાહકોનું?

Paytm Payments Bank: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ Paytm પેમેન્ટ બેંકને લઈને મોટી કાર્યવાહી કરી છે. આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ બેંક પર થાપણો લેવા પર પ્રતિબંધ મૂક્યો છે. 29 ફેબ્રુઆરી પછી, Paytm પેમેન્ટ્સ બેંક તેના ગ્રાહકોને બેંકિંગ સુવિધાઓ પ્રદાન કરી શકશે નહીં. આ સિવાય આરબીઆઈ (Reserve Bank) એ પણ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન પર પ્રતિબંધ મૂક્યો છે. રિઝર્વ બેંકે કહ્યું છે કે નિયમોનું પાલન ન કરવાને કારણે કાર્યવાહી કરવામાં આવી છે.

રિઝર્વ બેંકે કંપની પર ક્રેડિટ ટ્રાન્ઝેક્શન, ટોપ-અપ સુવિધા, વોલેટ અને ફાસ્ટેગ સહિત તમામ પ્રકારની સુવિધાઓ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. આ સાથે Paytm પેમેન્ટ બેંક પણ નવા ગ્રાહકો ઉમેરી શકશે નહીં.

ગ્રાહકો તેમના પૈસા ઉપાડી શકશે
રિઝર્વ બેંકે કહ્યું છે કે જે ગ્રાહકોનું અહીં ખાતું છે તેઓ તેમાંથી પોતાના પૈસા ઉપાડી શકે છે. આરબીઆઈએ કહ્યું છે કે ગ્રાહકો સેવિંગ એકાઉન્ટ, કરન્ટ એકાઉન્ટ અથવા અન્ય કોઈપણ ખાતામાંથી તેમના પૈસા ઉપાડી શકે છે. Paytm પેમેન્ટ બેંક સતત નિયમોની અવગણના કરી રહી છે, જેના કારણે RBIએ આ કડક પગલું ભર્યું છે. આરબીઆઈએ કહ્યું છે કે ઓડિટમાં ઘણી સુપરવાઇઝરી ખામીઓ જોવા મળી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news