Ration Card: મોટા સમાચાર! હવે રેશન કાર્ડ વગર પણ મળી શકશે મફતમાં અનાજ, ફટાફટ કરીલો આ કામ

One Nation One Ration Card Scheme: દિલ્લી-એનસીઆર (Delhi-NCR) બિહાર (Bihar), ઉત્તર પ્રદેશ (UP), રાજસ્થાન (Rajasthan), મધ્યપ્રદેશ (MP), ઝારખંડ, હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ સહિત દરેક કેન્દ્ર શાસિત પ્રદેશ અને રાજ્યોમાં ફ્રિમાં કરિયાણું આપવામાં આવી રહ્યું છે.
 

Ration Card: મોટા સમાચાર! હવે રેશન કાર્ડ વગર પણ મળી શકશે મફતમાં અનાજ, ફટાફટ કરીલો આ કામ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર (Modi Government) મફતમાં કરિયાણું (Free Ration) આપી રહી છે. તો,દિલ્લી-એનસીઆર (Delhi-NCR) માં પણ ‘વન નેશન વન રાશન કાર્ડ યોજના’ (One Nation One Ration Card Scheme) શરૂ થયા પછી બીજા રાજ્યોમાં પણ લોકોને ફ્રિમાં કરિયાણું મળવાની શરૂઆત થઈ ગઈ છે.  આ સાથે જ યૂપી, બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઝારખંડમાં પહેલેથી જ રાશન કાર્ડ ન હોવા છત્તા ફ્રીમાં કરિયાણું આપવામાં આવી રહ્યું છે. જાણો તમે કેવી રીતે લઈ શકો છો મફતમાં કરિયાણું.

રાશન કાર્ડ પર ચાલી રહ્યું છે કામ
દેશમાં નવા રેશન કાર્ડની સાથે સાથે જુના રેશન કાર્ડમાં નામ ઉમેરવાનું અને હટાવવાનું કામ ચાલી રહ્યું છે. જો તમારું રેશન કાર્ડ. આધાર કાર્ડ અથવા બેંક ખાતા (Bank Accounts) થી લિંક નથી થયું અથવા કેટલાક દિવસથી તમારું રેશન કાર્ડ સસ્પેન્ડ (Suspended Ration Card) થયેલું પડ્યું છે તો તમે 31 ઓગસ્ટ સુધી આ કાર્ય પૂર્ણ કરી લો.

વન નેશન વન રેશન કાર્ડ
કેન્દ્ર સરકાર તરફથી ચલાવવામાં આવતી 'વન નેશન વન રેશનકાર્ડ' યોજના અંતર્ગત અનાજનું વિતરણ હવે દરેક ઈ-પીઓએસના માધ્યમથી લાગુ કરવામાં આવી રહી છે.  One Nation One Ration Card scheme, Delhi Government, Imran Hussain, Arvind Kejriwal, Central Government, Ration, Electronic Point of Sale, વન રેશન વન કાર્ડ પોલીસી, લાગુ કરવામાં આવી રહી છે.  

ઓનલાઈન આધારથી લિંક
ઓનલાઈન આધારને રેશન કાર્ડથી લિંક કરી શકાય છે. કેન્દ્ર સરકારના આદેશ પર રાષ્ટ્રીય અનાજ સુરક્ષા યોજના અંતર્ગત રાશન કાર્ડ પર પારિવારિક સદસ્યોનો આધાર નંબર હવે ફરજિયાત કરી દેવામાં આવ્યો છે. 31 ઓગસ્ટ 2021 પછી તમારું રેશનકાર્ડ જો આધાર કાર્ડ સાથે લિંક નથી થઈ શક્યું તો તેને બ્લોક કરી દેવામાં આવશે.

આ નંબર પર કરો કોલ મળશે જાણકારી
તમે ટોલ ફ્રી નંબર 18003456194 અથવા 1967 નંબર પર કોલ કરીને સંપૂર્ણ જાણકારી મેળવી શકો છો. આ નંબર પર તમને રેશન કાર્ડ અંતર્ગત સંપૂર્ણ જાણકારી મળશે. આ સુવિદ્યા અત્યારે 31 ઓગસ્ટ સુધી જ મળશે. જો તમે આધાર કાર્ડથી અથવા બેંક ખાતાથી રાશન કાર્ડને લિંક કરાવી લેશો તો 1 સપ્ટેમ્બરથી તમને કરિયાણું મળવાનું શરૂ થઈ જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news