હવે ઘર બેઠા બનાવો રાશન કાર્ડ, જાણો કેવી રીતે કરવાની રહેશે ઓનલાઈન પ્રોસેસ

હાલમાં જ કેન્દ્ર સરકારે 'વન નેશન વન રાશન કાર્ડ' યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. પરંતુ હજુ સુધી આ યોજના અમલમાં આવી નથી. હવે તમે રેશનકાર્ડ માટે ઓનલાઈન અરજી કરી શકો છો.

હવે ઘર બેઠા બનાવો રાશન કાર્ડ, જાણો કેવી રીતે કરવાની રહેશે ઓનલાઈન પ્રોસેસ

નવી દિલ્લીઃ હાલમાં જ કેન્દ્ર સરકારે 'વન નેશન વન રાશન કાર્ડ' યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. પરંતુ હજુ સુધી આ યોજના અમલમાં આવી નથી. હવે તમે રેશનકાર્ડ માટે ઓનલાઈન અરજી કરી શકો છો. હવે તમે ઘરે બેઠા પણ રાશન કાર્ડ બનાવી શકશો. ઘણા રાજ્યોએ રાશનકાર્ડ માટે ઓનલાઈન અરજી કરવાની સુવિધા શરૂ કરી છે. હવે તમે રાજ્યના ઓનલાઈન પોર્ટલ પર જઈને રાશન કાર્ડ માટે ઓનલાઈન અરજી કરી શકો છો.રાશન કાર્ડ માટે ઓનલાઈન કેવી રીતે અરજી કરવી તે જાણો-
તમે ખાદ્ય, પુરવઠા અને ઉપભોક્તા વિભાગના ઓનલાઈન પોર્ટલની મુલાકાત લઈને રાશન કાર્ડ માટે ઓનલાઈન અરજી કરી શકો છો. આ માટે તમારે પોર્ટલ પર લોગીન કરવું પડશે. આ પછી તમારે પોર્ટલ પર NFSA 2013 એપ્લિકેશન ફોર્મ ખોલવું પડશે. આ પછી, તમારે અરજદાર સાથે સંબંધિત તમામ માહિતી અહીં દાખલ કરવી પડશે. આ પછી, તમારે તમારું ઓળખ કાર્ડ જેમ કે- આધાર કાર્ડ, મતદાર ઓળખ કાર્ડ, વીજળીનું બિલ, ફોન બિલ અને તમારો પાસપોર્ટ સાઇઝનો કોઈપણ ફોટો પોર્ટલ પર અપલોડ કરવો પડશે. તે પછી તમારે એપ્લિકેશન ફી સબમિટ કરવાની રહેશે. તે પછી તમારે 'સબમિટ'ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. આ તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અધિકારીઓ તમારા દ્વારા આપવામાં આવેલી માહિતીની તપાસ કરશે. બધી માહિતી સાચી જણાશે પછી તમારું રાશન કાર્ડ તમને આપવામાં આવશે.આ દસ્તાવેજોની જરૂર પડશે-
ઓનલાઈન રાશન કાર્ડ બનાવવા માટે, તમારે તમારા રાજ્યના પોર્ટલ પરથી રાશન કાર્ડ એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવું પડશે. આ પછી, તમારે આ ફોર્મની સાથે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો, બેંક ખાતાની માહિતી, ઓળખ માટે માન્ય ID પ્રૂફ સબમિટ કરવાનો રહેશે.જાણો અરજીની ફી કેટલી છે-
કોઈપણ રાજ્યમાં રાશન કાર્ડ માટે ઓનલાઈન અરજી કરવા પર, તમારે વિવિધ કેટેગરીના આધારે ફી જમા કરવી પડશે. કેટેગરીના આધારે, તે 5થી 45 રૂપિયાની વચ્ચે હોઈ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news