રતન ટાટાએ ગ્રુપ હેડક્વાર્ટરમાં 'રખડતા' કુતરાઓ માટે બનાવ્યું ઘર, મળશે આ અફલાતૂન સુવિધાઓ
રૂમમાં કૂતરાઓ માટે રમકડાં, ડોગ બિસ્કીટ અને તાજ હોટલના રસોડામાંથી દરરોજ આવનાર બાફેલા માંસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
Trending Photos
નવી દિલ્હી: 29 જુલાઇના દિવસે ટાટા ગ્રુપ માટે એકદમ ખાસ રહ્યો. 9 મહિનાના લાંબા રિનોવેશન બાદ ફરીથી ટાટા હેડક્વાર્ટર બોમ્બે હાઉસના દરવાજા ખુલી ગયા. 94 વર્ષ જૂની આ બિલ્ડીંગમાં પહેલીવાર રેનોવેટ કરવામાં આવી છે. કાયાલયના ઉદઘાટનમાં સમૂહના 150 વર્ષ અને જેઆરડી ટાટાની 14મી જયંતિને પણ ચિહ્નિત કરવામાં આવી છે. પરંતુ એટલું જ નહી. આ વખતે બોમ્બે હાઉસમાં કંઇક બીજું પણ ખાસ કરવામાં આવ્યું. ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન રતન ટાટાનો કૂતરા પ્રત્યેના પ્રેમથી કોણ અજાણ છે. એટલું જ નહી હવે કુતરા ટાટા ગ્રુપના હેડક્વાર્ટર બોમ્બે હાઉસમાં રહેશે. તેમના માટે નવા ઘર તૈયાર કરવામાં આવ્યા છે.
કૂતરા માટે બનાવાયા ઘર
જોકે ટાટા ગ્રુપના મુંબઇ સ્થિત હેડક્વાર્ટર બોમ્બે હાઉસમમાં ગત 9 મહિનાથી રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું. ગત અઠવાડિયે હેડક્વાર્ટરને ફરીથી શરૂ કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે રિનોવેશન બાદ ઓફિસની કાયાકલ્પ તો થઇ ગઇ છે, સાથે જ એક અનોખી સુવિધા પણ શરૂ થઇ ગઇ છે. આ નવી સુવિધાને લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું. બોમ્બે હાઉસમાં પહેલીવાર 'કેનેલ' એટલે કે ઘર ડિઝાઇન કરવામાં આવ્યું છે. ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન રતન ટાટા ખાસ કૂતરાઓ માટે આ ઘર બનાવ્યું છે.
ખાસ કૂતરાઓ માટે કર્યું ડિઝાઇન
બોમ્બે હાઉસ ઘણા વર્ષોથી રખડતા કૂતરાઓનું રહેણાંક બન્યું હતું. કૂતરા રિસેપ્શન પર જોવા મળતા હતા. સિક્યોરિટી ગાર્ડની કેબિનમાં કૂતરા ઉંઘતા હતા. પરંતુ હવે તેમને પોતાનું નવું ઘર આપવામાં આવ્યું છે. બોમ્બે હાઉસમાં કૂતરાઓ માટે અલગથી રૂમ ડિઝાઇન કરવામાં આવ્યો છે. કેનેલના ડિઝાઇન એ પ્રકારે તૈયાર કરવામાં આવી છે કે તેમાં કુતરા પોતાની મરજીથી આવી અને જઇ શકે છે.
કૂતરાઓને મળશે લગ્ઝરી સુવિધા
બોમ્બે હાઉસમાં બનાવવામાં આવેલા કૂતરાને લગ્ઝરી સુવિધાઓ પણ આપવામાં આવી છે. રૂમમાં કૂતરાઓ માટે રમકડાં, ડોગ બિસ્કીટ અને તાજ હોટલના રસોડામાંથી દરરોજ આવનાર બાફેલા માંસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જાનવરો માટે કામ કરનાર સંસ્થા સેવ આવર સ્ટ્રેઝે ફેસબુક પર કૂતરા માટે નવા ઘરના ફોટા શેર કર્યા છે.
ભાવુક થયા રતન ટાટા
ટાઇમ્સ ઓફ ઇન્ડીયાના સમાચાર અનુસાર રતન ટાટાએ જ્યારે પહેલીવાર બોમ્બે હાઉસમાં કૂતરાઓને પોતાના નવા ઘરમાં આરામ કરતાં જોયા તો તેમણે પૂછ્યું ક શું તે પોતાની મરજીથી આવ્યા છે. બોમ્બે હાઉસ રિનોવેશન પ્રોજેક્ટ પર કામ કરનાર આર્ટિટેક્ચર ફર્મ સોમાયા એંડ કલાપા કંસલ્ટેંટ્સની નંદિની સંપત સોમાયાએ જણાવ્યું કે ટાટા આ જોઇને ખૂબ ભાવુક થઇ ગયા બધા કુતરા અહીં હાજર હતા અને તેમને હકિકતમાં આ જગ્યા પસંદ આવી હતી.' આ રૂમમાં કુતરાઓ માટે બધી જ વ્યવ્સ્થા કરવામાં આવી છે.તડકો, વરસાદ અથવા ઉંઘવાની જગ્યા પણ હોય, કૂતરઓ અહીં પોતાની મરજીથી આરામ કરી શકે છે.
બિલ્ડીંગનો મહત્વપૂર્ણ ભાગ છે કૂતરા
બિલ્ડીંગમાં રિનોવેશનના અનુસાર ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. બોમ્બે હાઉસની જૂની પરંપરા સંભાળીને રાખવાની હતી. આ બિલ્ડીંગમાં કૂતરાઓ પણ મહત્વપૂર્ણ ભાગ છે. ઘણા વર્ષોથી કૂતરા અહીં રતન ટાટાને કૂતરા સાથે ખૂબ લગાવ છે અને 2012માં તેમણે જર્મન શેફર્ડ નસ્લના પોતાના બે પાલતૂ કૂતરાના ફોટા શેર કર્યા હતા. કેનેડમાં ગ્રાઉંડ ફ્લોરના લાઉંજ એરિયાના રસ્તેથી પહોંચી શકાય છે. તેની અંદર ચેરી રંગનો કલર કરવામાં આવ્યો છે. તેમાં બે બારીઓ છે જેને બહારની ઝલક દેખાઇ છે અને ખુલ્લુ લાગે છે.
8 કૂતરાના બસેરા
બોમ્બે હાઉસમાં બનેલા કેનેલમાં અત્યાર આઠ કૂતરા રહે છે. તેમના નામ પણ આપવામાં આવ્યા છે. તેમાં સૌથી જૂની મોટી શીબા છે, એનજીઓના મુજબ તેની ઉંમર 11-12 વર્ષની હશે. સૌથી નાની મુન્ની છે, તેની ઉંમર દોઢ મહિનાની છે. આ ઉપરાંત ગોવા, જૈકાલ, બુશી, જૂલી અને સિંબા પણ રહે છે. કૂતરા સાથે સંકળાયેલી એનજીઓ, ધ વેલફેર ઓફ સ્ટ્રે ડોગ્સના સીઇઓ અબોધ અરાર ઇકોનોમિક ટાઇમ્સને જણાવ્યું હતું કે શીબાની ઉંમર વધુ હોવાથી તેનો વ્યવહાર પણ શાંત છે. સિંબા શર્મિલા છે, જ્યારે બાકી મસ્તીખોર છે. તેમનું એનજીઓ કૂતરાની મેડિકલ જરૂરિયાતોનું ધ્યાન રાખે છે. કહેવામાં આવી રહ્યું છે કે રતન ટાટાને આ બધામાં ગોવા સૌથી વધુ પસંદ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે