ફર્રાટા ભરવા તૈયાર છે ટાટા મોટર્સનો આ શેર, 2-3 દિવસ માટે ખરીદી લો, તિજોરી ભરાઈ જશે

Stocks To Buy: બ્રોકરેજ ફર્મ MOFSLએ હાલમાં એક શેર પર ખરીદીનો અભિપ્રાય આપ્યો છે. શેર પર રૂ. 835નો અપસાઇડ ટાર્ગેટ આપવામાં આવ્યો છે, જે 10 જાન્યુઆરીએ રૂ. 808 પર બંધ હતો. આમ હવે આ શેર પર તેજી જોવા મળી શકે છે. 

ફર્રાટા ભરવા તૈયાર છે ટાટા મોટર્સનો આ શેર, 2-3 દિવસ માટે ખરીદી લો, તિજોરી ભરાઈ જશે

Tata Group Stock: ટાટા ગ્રૂપના આ શેર માટે પોઝિટીવ સંકેતો મળી રહ્યાં છે. હાલમાં શેરબજારમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે.  બ્રોકરેજ ફર્મ MOFSLએ હાલમાં એક શેર પર ખરીદીનો અભિપ્રાય આપ્યો છે. શેર પર રૂ. 835નો અપસાઇડ ટાર્ગેટ આપવામાં આવ્યો છે, જે 10 જાન્યુઆરીએ રૂ. 808 પર બંધ હતો. આમ હવે આ શેર પર તેજી જોવા મળી શકે છે. 

શેરબજારમાં સારા વૈશ્વિક સંકેતોને કારણે મજબૂત ઉછાળો જોવા મળી રહ્યો છે. હાલમાં શેરના ભાવ સતત ઊંચકાઈ રહ્યાં છે. ટાટા ગ્રુપના (Tata Group Stock) શેરનો પણ આમાં સમાવેશ થાય છે. ટાટા મોટર્સના શેર (Tata Motors Share)પર બ્રોકરેજ બુલિશ છે. મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસે આ શેર પર ખરીદીનો અભિપ્રાય આપ્યો છે. 2 થી 3 દિવસ માટે શેર ખરીદવાનો અભિપ્રાય છે. જો તમારી પાસે હાલમાં પૈસા છે તો તમે આ સ્ટોક પર દાવ લગાવી શકો છો જે તમારા ખિસ્સાં ભરી દેશે.

ટૂંકાગાળા માટે જ ટાટાનો સ્ટોક ખરીદો
Tata Motorsનો શેર 813 રૂપિયાની આસપાસ થોડી મજબૂતાઈ સાથે ટ્રેડ થઈ રહ્યો છે. ડોમેસ્ટિક બ્રોકરેજ ફર્મ MOFSL એ શેર પર ખરીદીનો અભિપ્રાય આપ્યો છે. શેર પર રૂ. 835નો અપસાઇડ ટાર્ગેટ આપવામાં આવ્યો છે, જે 10 જાન્યુઆરીએ રૂ. 808 પર બંધ હતો. શેર આજે 52 સપ્તાહની ટોચે પહોંચ્યો હતો, જે રૂ. 816 છે. 6 મહિનાના ગાળામાં સ્ટોક 30 ટકા વધ્યો છે.

Tata Motors જગુઆર અને લેન્ડ રોવરના વેચાણ અંગે અપડેટ જાહેર કર્યું છે. કંપનીએ જણાવ્યું હતું કે ગયા વર્ષના સમાન ક્વાર્ટરની સરખામણીમાં ડિસેમ્બર ક્વાર્ટરમાં JLR ઇન્ડિયાના રિટેલ વેચાણમાં 74%નો વધારો થયો છે. JLR ઇન્ડિયાએ Q3માં 226 ગાડીઓનું વેચાણ કર્યું છે.

શેરમાં જબરદસ્ત તેજી
એક મહિનામાં શેરમાં 13 ટકાનો ઉછાળો આવ્યો છે.  11 જાન્યુઆરીએ ટાટા મોટર્સનો આ  શેરે 52 સપ્તાહની નવી ઊંચી સપાટી બનાવી છે. 2023માં નિફ્ટીમાં સામેલ આ એકમાત્ર સ્ટોક હતો જેણે ડબલ વળતર આપ્યું હતું. એક વર્ષમાં શેરમાં 98%નો ઉછાળો આવ્યો છે. છેલ્લા 5 વર્ષમાં આ શેરે 350 ટકાનું પોઝિટીવ રિટર્ન આપ્યું છે.

(Disclaimer: અહીં સ્ટોકમાં રોકાણ કરવાની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ Zee24 kalakના મંતવ્યો નથી. રોકાણ કરતા પહેલાં તમારા સલાહકારની સલાહ લો.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news