ટ્રેનની સાઇડ લોઅર બર્થની ડિઝાઇનમાં થયો ફેરફાર, હવે મુસાફરોની કમર દુખશે નહી
અપગ્રેડેડ કોચ, જેને એક વ્યાજબી એસી-3 ટિયર ક્લાસ જેવા હશે, તેને એસી- 3 ટિયર ટૂરિસ્ટ ક્લાસ કહેવામાં આવશે. શરૂઆતી ડિઝાઇનમાં દરેક કોચમાં 105 સીટો રાખવાની યોજના છે.
Trending Photos
નવી દિલ્હી: રેલ યાત્રીઓ (Railway Passengers)ની મુસાફરીને વધુ આરામદાયક બનાવવા માટે રેલવેના ડબ્બાની સાઇડ લોઅર બર્થ (Side Lower Berth)ની ડિઝાઇનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે કે સાઇડ લોઅર બર્થમાં મુસાફરી કરનાર મુસાફરોની ફરિયાદ રહેતી હતી કે તેમને સૂવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. બંને સીટો વચ્ચે ગેપના કારણે મુસાફરોને કમરના દુખાવાની સમસ્યા રહે છે.
સાઇડ લોઅર બર્થની નવી ડિઝાઇન
મીડિયામાં આ નવી ડિઝાઇનને લઇને તમામ રિપોર્ટ આવ્યા છે. થોડા દિવસો પહેલાં જ Twitter પર એક વીડિયો ખૂબ વાયરલ થયો હતો. જેમાં એક અધિકારી નવી લોઅર સાઇડ બર્થની ખૂબીઓ વિશે જણાવે છે. આ વીડિયોને હવે રેલમંત્રી પીયૂશ ગોયલે પણ tweet કર્યું છે. જોકે ટ્રેનોમાં લોઅર સાઇડ બર્થ પર બેસવા માટે Split Option હોય છે. જ્યારે કોઇ મુસાફરીને ઉંઘવું હોય તો તે સીટને જોડી શકાય છે. પરંતુ વચ્ચે ગેપ હોવાથી મુસાફરોને ખૂબ તકલીફ પડે છે.
હવે મુસાફરોની કમર નહી દુખે
નવી ડિઝાઇન Split Option તો રહેશે પરંતુ અલગથી એક Slide Seat આપવામાં આવી છે, જે વિંડોની માફક હોય છે. જ્યારે મુસાફરોને ઉંઘવું હશે તો તેને ખેંચીને ઉપર કરી લેશે, જેથી બંને સીટો વચ્ચે ગેપ ઢંકાઇ જશે. આ નવી ડિઝાઇનથી મુસાફરો વચ્ચે ગેપના કારણે કોઇ મુશ્કેલી રહેશે નહી અને લાંબી મુસાફરી દરમિયાન સુતી વખતે તેમની પીઠમાં દુખાવો પણ થાય.
ટ્રેનના કોચ અપગ્રેડ કરી રહ્યું છે રેલવે
થોડા મહિના પહેલાં સમાચાર આવ્યા હતા કે રેલવે નોન-એસી સ્લીપર અને જનરલ ક્લાસ કોચને અપગ્રેડ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ મુદ્દે ભારતીય રેલવે જનરલ ક્લાસ કોચ અને 3 ટિયર નોન એસી સ્લીપર ક્લાસ કોચને એસી કોચમાં રી-ડીઝાઇન કરી રહ્યું છે. આ પગલાં દરમિયાન મુસાફરોને સસ્તામાં એસી ટ્રેનોમાં મુસાફરી કરવાની તક મળશે.
વ્યાજબી AC-3 ક્લાસની તૈયારી
એક વરિષ્ઠ અધિકારીના અનુસાર અપગ્રેડેડ કોચ, જેને એક વ્યાજબી એસી-3 ટિયર ક્લાસ જેવા હશે, તેને એસી- 3 ટિયર ટૂરિસ્ટ ક્લાસ કહેવામાં આવશે. પહેલાં તબક્કામાં 230 કોચ તૈયાર કરવામાં આવશે. દરેક કોચને બનાવવામાં લગભગ 2.8 કરોડથી 3 કરોડનો ખર્ચ થશે. એસી 3 ક્લાસ કોચને બનાવવામાં આવનાર ખર્ચ કરતાં લગભગ 10 ટકા વધુ છે. શરૂઆતી ડિઝાઇનમાં દરેક કોચમાં 105 સીટો રાખવાની યોજના છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે