તમારી કેટલા નંબર સુધીની વેઇટિંગ ટિકિટ થઈ શકે છે કન્ફર્મ, રેલવેએ કર્યો ખુલાસો, તમે પણ જાણી લો
ટ્રેનમાં ટિકિટ કન્ફર્મ મળે તે સૌથી મોટી મુશ્કેલી હોય છે. ફેસ્ટિવલ સીઝનમાં તો ટિકિટ માટે મારામારી જોવા મળે છે. આ દરમિયાન વેઈટિંગ 500 સુધી પહોંચી જાય છે. હવે વેઈટિંગ ટિકિટ કન્ફર્મને લઈને રેલવેએ સ્વયં ખુલાસો કર્યો છે કે કેટલા નંબર સુધી કન્ફર્મ થઈ શકે છે અને તેની ફોર્મ્યુલા શું છે. આવો જાણીએ.
Trending Photos
નવી દિલ્હીઃ ટ્રેનમાં સફર કરનાર લોકોના મનમાં તે સમયે અસમંજસ રહે છે જ્યારે તેને વેઇટિંગ ટિકિટ મળે છે. સતત વિચાર આવે કે ટિકિટ કન્ફર્મ થશે કે નહીં. તેને યાત્રા પ્લાન કરવામાં મુશ્કેલી થાય છે. ઓફિસોમાં કામ કરતા લોકોને વધુ સમસ્યા થાય છે, કારણ કે તેને રજાનું ચક્કર હોય છે. કેટલા નંબર સુધી વેઇટિંગ ટિકિટ કન્ફર્મ થઈ શકે છે, તેનો અંદાજ લગાવવો મુશ્કેલ હોય છે. પરંતુ વર્તમાન સમયમાં ઘણી વેબસાઈટ સંભાવના દર્શાવે છે પરંતુ ઘણીવાર તે પણ ખોટી પડે છે. તેને જોતા વેટિંગ ટિકિટ કન્ફર્મને લઈને રેલવેએ સ્વયં ખુલાસો કર્યો છે કે કેટલાક નંબર સુધી કન્ફર્મ થઈ શકે છે અને કન્ફર્મ થવાની ફોર્મ્યુલા શું છે આવો જાણીએ.
ટ્રેનોમાં સૌથી વધુ મારામારી ફેસ્ટિવલ સીઝનમાં થાય છે. કેટલીક ટ્રેનોમાં વેઈટિંગ 500ની નજીક પહોંચી જાય છે. પરંતુ આ દરમિયાન કન્ફર્મ થવાની સંભાવના ખુબ ઓછી હોય છે. વેઈટિંગ ટિકિટ બે રીતે કન્ફર્મ થાય છે, પ્રથમ સામાન્ય રીતે બીજું રેલવેના ઈમરજન્સી કોટાથી.
ટ્રેનોમાં રિઝર્વેશન કરાવ્યા બાદ એવરેજ 21 ટકા લોકો ટિકિટ કેન્સલ કરાવે છે. આ રીતે 21 ટકા સંભાવના કન્ફર્મ થવાની રહે છે. એટલે કે સ્લીપરના એક કોચમાં 72 સીટોમાંથી એવરેજ 14 સીટો કન્ફર્મ થવાની સંભાવના રહે છે. આ સિવાય આશરે 4થી 5 લોકો ટિકિટ લીધા બાદ પણ ટ્રેનમાં સફર કરતા નથી. તેને પણ સામેલ કરવામાં આવે તો આશરે 25 ટકા એટલે કે એક કોચમાં 18 સીટો સુધી કન્ફર્મ થઈ શકે છે.
આખી ટ્રેનમાં કેટલી સીટો થઈ શકે છે કન્ફર્મ
ઉદાહરણ માટે કોઈ ટ્રેનમાં સ્લીપરના 10 કોચ છે. તેના 10 કોચોમાં 18-18 સીટો કન્ફર્મ થવાની સંભાવના રહે છે. આ રીતે વેઈટિંગ 180 સુધી કન્ફર્મ થઈ શકે છે. આ ફોર્મ્યુલા થર્ડ, સેકેન્ડ અને ફર્સ્ટ એસીમાં પણ લાગૂ થાય છે.
સંખ્યા વધી પણ શકે છે
રેલ મંત્રાલયની પાસે ઈમરજન્સી કોટા હોય છે. આ રીતે 10 ટકા સીટો રિઝર્વ હોય છે. આ રીતે સ્લીપર, થર્ડ એસી, સેકેન્ડ એસી અને ફર્સ્ટ એસીમાં અલગ-અલગ નંબર હોય છે. આ કોટા એટલા માટે હોય છે જો કોઈ બીમાર વ્યક્તિ કે જરૂરીયાતમંદ હોય તો રેલવે કન્ફર્મ સીટ આપી શકે. ઉદાહરણ માટે 10 ટકામાં પાંચ ટકા જ ઈમરજન્સી કોટા હેઠળ કન્ફર્મ ટિકિટ આપી શકાય છે તો 5 ટકા વેઇટિંગ કન્ફર્મ થવાની સંભાવના વધી જાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે