દિવાળીમાં દોડશે 39 નવી સ્પેશિયલ ટ્રેનો, જુઓ રેલવેનો મેગા ફેસ્ટિવલ પ્લાન

રેલવે તરફથી જાહેર કરવામાં આવેલી ટ્રેનોની યાદીથી સ્પષ્ટ થાય છે કે તમામ 39 ટ્રેનો એસી ટ્રેનો હશે. 39માંથી 26 ટ્રેન સ્લીપર તથા 13 ટ્રેન સીટિંગ એકોમોડેશનવાળી છે.

દિવાળીમાં દોડશે 39 નવી સ્પેશિયલ ટ્રેનો, જુઓ રેલવેનો મેગા ફેસ્ટિવલ પ્લાન

નવી દિલ્હી: દિવાળીમાં ઘરે જવા માટે જો તમે ટ્રેનની ટિકીટ બુક કરાવવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. રેલવેએ તહેવારી સીઝનમાં ભારે માંગને જોતાં 39 નવી AV ટ્રેનો દોડાવવાનો નિર્ણય કર્યો છે. 

અલગ-અલગ ઝોન માટે રેલવેએ આ 39 નવી ટ્રેનો માટે મંજૂરી આપી હતી. મંત્રાલય તરફથી આ ટ્રેનોની યાદી પણ જાહેર કરી દીધી છે. રેલવે મંત્રાલયના અનુસાર તમામ 39 ટ્રેનોને સ્પેશિયલ કેટેગરીમાં દોડાવવામાં આવશે. 

આવતીકાલથી દોડશે સ્પેશિયલ ટ્રેનો
રેલવે તરફથી જાહેર કરવામાં આવેલી ટ્રેનોની યાદીથી સ્પષ્ટ થાય છે કે તમામ 39 ટ્રેનો એસી ટ્રેનો હશે. 39માંથી 26 ટ્રેન સ્લીપર તથા 13 ટ્રેન સીટિંગ એકોમોડેશનવાળી છે. જોકે રેલવેએ હજુ સુધી ખુલાસો કર્યો નથી કે આ ટ્રેન ક્યારથી દોડાવવામાં આવશે. પરંતુ તહેવારની સિઝનમાં તેની શરૂઆત થઇ શકે છે. તાજેતરમાં જ રેલવેએ જાહેરાત કરી હતી કે તહેવારની સિઝનમાં 15 ઓક્ટોબરથી 30 નવેમ્બર વચ્ચે 200 વિશેષ ટ્રેનો દોડાવવામાં આવશે. આ 39 ટ્રેનો પણ તે કેટેગરીમાં સામેલ થઇ શકે છે. 
Train List

પહેલાંથી દોડતી રહી છે ઘણી સ્પેશિયલ ટ્રેનો
રેલવેએ તાજેતરમાં જ સામાન્ય પેસેન્જર ટ્રેનોને અનિશ્વતકાળ માટે રદ કરી દીધી છે. આ ટ્રેનો 22 માર્ચથી રદ છે. મેથી ધીરે ધીરે સ્પેશિયલ ટ્રેનોનું પરિચાલન શરૂ કરવામાં આવ્યું છે. રેલવેએ દિલ્હીને દેશના વિભિન્ન ભાગો સાથે જોડનાર 15 ક્લોન ટ્રેનોની સંચાલન 12 મેથી શરૂ કર્યું હતું. તો બીજી તરફ એક લાંબા અંતરની 100 ક્લોન ટ્રેનોનું સંચાલન શરૂ કરવામાં આવ્યું. રેલવે 12 સપ્ટેમ્બરથી 80 વધારાની ટ્રેનો પણ દોડાવી રહી છે. જેમને ક્લોન ટ્રેન નામ આપવામાં આવ્યું છે. 10 ઓક્ટોબર પછી વધુ  9 ક્લોન ટ્રેનો દોડાવવામાં આવશે. 

17 ઓક્ટબરથી તેજસ પણ દોડશે
IRCTC થી 17 ઓક્ટોબરથી પ્રાઇવેટ 'તેજસ' ટ્રેનોની સેવા ફરીથી શરૂ કરવાની જાહેરાત કરી છે. કોવિડ 19 મહામારીના લીધે 7 મહિના પહેલાં તેજસની લખનઉ-નવે દિલ્હી અને અમદાવાદ-મુંબઇ સેવા બંધ કરવામાં આવી હતી. તેજસ ટ્રેનોને ફરીથી દોડાવવાને લઇને IRCTC એ મુસાફરો તથા ટ્રેનના સ્ટાફ માટે દિશાનિર્દેશ જાહેર કર્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news