રેલવેની કંપનીના આ શેરે 6 મહિનામાં રોકાણકારો પૈસા કર્યા ડબલ, મળ્યો 65,000 કરોડનો ઓર્ડર
Rail Vikas Nigam Limited Share Price: RVNL પાસે અત્યારે લગભગ 65,000 કરોડ રૂપિયાનું કામ છે અને ખાસ વાત એ છે કે તમામ પ્રોજેક્ટ રેલવે સાથે સંકળાયેલા છે. આ શેરે ફક્ત 6 મહિનામાં રોકાણકારોના પૈસા ડબલ કરી દીધા છે.
Trending Photos
Indian Railways Share: રેલવેના શેરોમાં બજેટ બાદ ઘટાડો જોવા મળ્યો હતો. હાલ ગત એક વર્ષમાં રેલવેના શેરોએ રોકાણકારોને મોટું રિટર્ન આપ્યું છે. આ દરમિયાન ઘણા શેરે ફક્ત 6 મહિનામાં પૈસા ડબલ કરી દીધા છે. આજે અમે તમને રેલ વિકાસ નિગમ લિમિટેડ (Rail Vikas Nigam Limited) સ્ટોક વિશે જણાવવા જઇ રહ્યા છીએ. RVNL ની પાસે અત્યારે લગભગ 65,000 કરોડ રૂપિયાનું કામ છે અને ખાસ વાત એ છે કે તમામ પ્રોજેક્ટ રેલવે સાથે જોડાયેલા છે. આ સમાચારની અસર આજે (સોમવારે) કંપનીના શેરો પર જોવા મળી શકે છે.
Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, અમદાવાદ આ ભાવે વેચાય સોનું-ચાંદી
Fuel Price Update: જાણો પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ ભાવ, ક્યાંક વધ્યા તો ક્યાં ઘટ્યા
RVNL ની 'ઓર્ડર બુક' 65,000 કરોડ રૂપિયા પર પહોંચી ગઇ છે, જેમાં 50 ટકા રેલવે સાથે જોડાયેલા પ્રોજેક્ટ છે. કંપની તરફથી આ જાણકારી આપવામાં આવી છે. કંપની મેનેજમેન્ટે રોકાણકારને જણાવ્યું હતું કે RVNL હવે મિડલ એશિયા અને સંયુક્ત અરબ અમીરાત (UAE) સાથે પશ્વિમી એશિયા જેવા વિદેશી બજારોમાં નવા પ્રોજેક્ટની સંભાવના શોધી રહી છે.
AI એ બનાવ્યા બિલેનિયર, શેરોમાં આવતાં ચમકી કિસ્મત! જાણો કોને થયો સૌથી વધુ ફાયદો?
ગુજ્જુ મહિલાએ 25 લાખની લોન સહાયથી શરૂ કર્યો બિઝનેસ: આજે વાર્ષિક ટર્નઓવર રૂ. 3 કરોડ
ટૂંક સમયમાં રૂ. 75,000 કરોડની થશે ઓર્ડર બુક
ટોચના મેનેજમેન્ટ અધિકારીઓએ એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે હાલમાં અમારી પાસે લગભગ 65,000 કરોડ રૂપિયાના ઓર્ડર છે. તેમાંથી 50 ટકા ઓર્ડર રેલવે સંબંધિત છે. આ સિવાય અમને માર્કેટમાંથી બાકીના 50 ટકા ઓર્ડર મળ્યા છે. આગામી સમયમાં અમારી ઓર્ડર બુક 75,000 કરોડ રૂપિયાની આસપાસ હશે.
હવે નહી કરવા પડે ભાઇ-બાપા! AI model ટેકસ્ટ પ્રોમ્પથી બનાવી શકો છો 1 મિનિનો વીડિયો
OpenAI Sora: TEXT લખો અને ચપટી તૈયારી થઇ Video, શું છે આ અને કેવી રીતે થાય છે ઉપયોગ
ટ્રાંસમિશન લાઇનના મળ્યા ઓર્ડર
અધિકારીઓએ જણાવ્યું હતું કે કુલ ઓર્ડર બુકમાં વંદે ભારત ટ્રેનની ભાગીદારી લગભગ 9,000 કરોડ રૂપિયા છે. તો બીજી તરફ 7,000 કરોડ રૂપિયાના ઓર્ડર ઘણા મેટ્રો પ્રોજેક્ટ સંબંધિત છે. આ ઉપરાંત કંપનેને ઇલેક્ટ્રિફિકેશન અને ટ્રાંસમિશન લાઇન સંબંધિત ઓર્ડર મળ્યા છે.
ગુજરાતના ખેડૂતોએ 2 દિવસમાં પુરૂ કરવું પડશે આ કામ, નહીંતર થશે 2000 રૂપિયાનું નુકસાન
LIC એ બાળકો માટે લોન્ચ કર્યો 'અમૃતબલ' પ્લાન, ગેરેન્ટેડ રિટર્નવાળી પોલિસી થશે ફાયદો
વિદેશી પ્રોજેક્ટ પર પણ છે નજર
અધિકારીઓએ જણાવ્યું હતું કે આરવીએનએલ (RVNL) અન્ય ક્ષેત્રોમાં પણ ડાયવર્સિફિકેશન કરી રહી છે અને વિદેશી પ્રોજેક્ટ્સ પર પણ નજર રાખી રહી છે. રેલ વિકાસ નિગમ લિમિટેડ, રેલવે મંત્રાલય હેઠળ, રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતા પ્રોજેક્ટ્સ વિકસાવે છે, ફાઇનાન્સ કરે છે અને તેનો અમલ કરે છે.
શું તમને પણ છે તંબાકુની લત? વારંવાર થાય છે ખાવી ઇચ્છા, આ રહી તેને છોડવાની રીત
તમાકુ ચાવવાની ટેવ હોય તો સમસર ચેતી જજો, બ્લેડર કેન્સરના કેસોમાં થયો ચિંતાજનક વધારો
6 મહિનામાં બમણા અને 1 વર્ષમાં 2.5 ગણા થયા રૂપિયા
જો આરવીએનએલ શેરનો 6 મહિના પહેલાંનો ચાર્ટ જોશો તો આ સમયગાળામાં સ્ટોકમાં 102.13 ટકાનો વધારો જોવા મળી શકે છે. 6 મહિના પહેલાં આ સ્ટોક 124 રૂપિયાના લેવલ પર હતો. તો બીજી તરફ આ શેર 251.65 ના લેવલ પર પહોંચી ગયો છે. આ ઉપરાંત એક વર્ષનું રિટર્ન જોઇશું તો આ સ્ટોકમાં 279.28 ટકાનો ગ્રોથ જોવા મળ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે