Hardeep Puri બોલ્યા- Air India વેચવા કે બંધ કરવાનો જ વિકલ્પ, 100% ભાગીદારી વેચશે સરકાર
દેશના ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ કહ્યું છે કે આ વખતે સરકાર Air India ને વેચવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તેને કોઈ ખચકાટ નથી. મે માસ અથવા જૂન માસ સુધીમાં એર ઇન્ડિયાને વેચવામાં આવશે.
Trending Photos
નવી દિલ્હી : કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ કહ્યું કે એર ઇન્ડિયાને લઈને સરકાર પાસે માત્ર બે જ વિકલ્પો છે, પહેલો એ કે Air India સંપૂર્ણ બંધ કરવી અથવા Air India સંપૂર્ણ ખાનગીકરણ કરવા માં આવે , જેમાં સરકારે બીજો વિકલ્પ પસંદ કર્યો છે. હરદીપસિંહ પુરીએ શનિવારે કહ્યું હતું કે એર ઇન્ડિયાનો 100 ટકા હિસ્સો વેચવામાં આવશે.કેમ કે વર્તમાન માં સમય માં 60,000 કરોડના દેવામાં એર ઇન્ડિયા ચાલી રહ્યું છે. કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ એએનઆઈના ન્યુઝ ઇન્ટરવ્યૂ માં કહ્યું છે, 'અમે નિર્ણય લીધો છે કે સરકાર એર ઈન્ડિયાનો 100 ટકા હિસ્સો વેચશે.
અમારી પાસે ખાનગીકરણ કરવાનો વિકલ્પ નથી
એરઇન્ડિયાને ખાનગીકરણ કરવાનો અથવા કામગીરી બંધ કરવાનો વિકલ્પ હતો. એર ઇન્ડિયા એ પ્રથમ દરની સંપત્તિ છે પરંતુ તેના પર 60,000 કરોડનું દેવું થયું છે. આપણે દેવાના બોજનો અંત લાવવો પડશે. શુક્રવારે હરદીપસિંહ પુરીએ કહ્યું હતું કે સરકાર એર ઈન્ડિયાના ડિસઇન્વેસ્ટમેન્ટ માટે નવી સમયરેખા પર કામ કરી રહી છે. આગામી કેટલાક દિવસોમાં એર ઇન્ડિયાના ડિસઇન્વેસ્ટમેન્ટ માટે બિડ મંગાવવામાં આવશે.મે-જૂન સુધીમાં એર ઇન્ડિયા વેચવામાં આવશે?તેમણે કહ્યું, 'એર ઇન્ડિયા સરકારની એકમાત્ર માલિકી છે. તેમાં 100 ટકા હિસ્સો ખરીદનારાઓની શોધખોળ શરુ કરી છે .
In the last meeting, on Monday, it was decided that the shortlisted bidders (for Air India disinvestment) be informed that the bids have to come in within 64 days...This time the Govt is determined and there is no hesitation: Civil Aviation Minister Hardeep Singh Puri pic.twitter.com/rlJirhxckh
— ANI (@ANI) March 27, 2021
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સોમવારે મળેલી બેઠકમાં, નિર્ણય લેવામાં આવ્યો હતો કે શોર્ટલિસ્ટ થયેલ કંપનીઓને કહેવામાં આવશે અને 64 દિવસની અંદર વેચાણ માટે ની બોલી લગાવવી પડશે. આ વખતે સરકાર સંપૂર્ણ રીતે તૈયાર છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે એર ઇન્ડિયા મે અથવા જૂન સુધીમાં વેચવામાં આવશે.કોંગ્રેસ પાર્ટીએ કહ્યું તેમણે ખાનગીકરણનો વિરોધ કરતા કોંગ્રેસ પાર્ટીની આકરી ઝાટકણી કરતા કહ્યું કે કોંગ્રેસ એક મૂંઝવણભરેલી પાર્ટી છે. તેણે કરેલા થોડા સારા કાર્યોમાં બે દિલ્હી અને મુંબઇ એરપોર્ટનું ખાનગીકરણ કરવામાં આવ્યું હતું દિલ્હી અને મુંબઇ સફળતાના દાખલા છે.તમને જણાવી દઈએ કે નફો મેળવનારી ભારતીય એરલાઇન્સનું 2007 માં એર ઇન્ડિયામાં મર્જ થયું હતું. તે પછી તે નુકસાનમાં આવી છે.
શું છે એરઇન્ડિયા નો ઇતિહાસ ?
એરઇન્ડિયા ની સ્થપના ક્યારે થઇ ? 1932 (ટાટા એરલાઇન્સ તરીકે)પ્રથમ અધ્યક્ષ અને એમ.ડી.રાજીવ બંસલ હતા એર ઇન્ડિયા એ ભારતની ફ્લેગશિપ એરલાઇન છે. ભારત સરકાર દ્વારા સંચાલિત બે એરલાઇન્સમાંની એક છે એર ઇન્ડિયા અને બીજી છે એરિયન એરલાઇન્સ જે એર ઇન્ડિયામાં ભળી ગઈ છે એર ઇન્ડિયાનું કેરટેકર સેન્ટર મુંબઈનું છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. એર ઇન્ડિયાની અહીંથી વિશ્વના 39 અને ભારતના 12 સ્થળો પર ફ્લાઇટ્સ છે. એરઇન્ડિયાકંપનીનું સૂત્ર "ભારતીય હોવાનો ગૌરવ""ગ્લોબલ હોવાનો ગર્વ"("Proud to be Indian" "Proud to be Global" ) છે એરિન્ડિયાના કેન્દ્ર ભારતભર માં છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય વિમાનમથક (પ્રાથમિક કેન્દ્ર) ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક (પેટાકંપની કેન્દ્ર) ચેન્નાઈ આંતરરાષ્ટ્રીય હવાઇમથક (પેટાકંપની કેન્દ્ર) ફ્રેન્કફર્ટ એરપોર્ટ (આંતરરાષ્ટ્રીય કેન્દ્ર) છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે