ગુજરાતની આ કંપનીના શેરમાં 41000%ની તોફાની તેજી, રોકાણકારો ગેલમાં, અયોધ્યા-લક્ષદ્વીપ સાથે કનેક્શન
ગુજરાતની આ કંપનીના શેરોએ છેલ્લા પાંચ વર્ષમાં જબરદસ્ત રિટર્ન આપ્યું છે. કંપનીના શેર 5 વર્ષમાં 2 રૂપિયાથી વધીને 990 રૂપિયા પાર પહોંચી ગયા. લક્ઝરી રિસોર્ટ અને ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની પ્રવેગે અયોધ્યામાં લક્ઝરી ટેન્ટ સિટી બનાવી છે. કંપનીને લક્ષદ્વીપમાં પણ ટેન્ટ સિટી બનાવવાનું કામ મળ્યું છે. છેલ્લા 6 મહિનામાં પ્રવેગ લિમિટેડના શેરોમાં 113 ટકાનો તગડો ઉછાળો આવ્યો છે.
Trending Photos
ગુજરાતની કંપની પ્રવેગ લિમિટેડના શેરોએ છેલ્લા પાંચ વર્ષમાં જબરદસ્ત રિટર્ન આપ્યું છે. કંપનીના શેર 5 વર્ષમાં 2 રૂપિયાથી વધીને 990 રૂપિયા પાર પહોંચી ગયા. પ્રવેગ લિમિટેડના શેરોએ આ સમયગાળામાં રોકાણકારોને 41,000 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. લક્ઝરી રિસોર્ટ અને ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની પ્રવેગે અયોધ્યામાં લક્ઝરી ટેન્ટ સિટી બનાવી છે. કંપનીને લક્ષદ્વીપમાં પણ ટેન્ટ સિટી બનાવવાનું કામ મળ્યું છે. છેલ્લા 6 મહિનામાં પ્રવેગ લિમિટેડના શેરોમાં 113 ટકાનો તગડો ઉછાળો આવ્યો છે.
અયોધ્યા અને લક્ષદ્વીપ સાથે કનેક્શન
પ્રવેગ લિમિટેડે હાલમાં જ જણાવ્યું છે કે તેને લક્ષદ્વીપના અગત્તી ટાપુમાં ઓછામાં ઓછા 50 ટેન્ટ બનાવવાનો ઓર્ડર મળ્યો છે. તેમાં ડેવલપમેન્ટ, ઓપરેશન, મેન્ટેઈનન્સ, અને મેનેજમેન્ટનું કામ છે. કંપનીએ ક્લોક રૂપ અને ચેન્જિંગ રૂમ સાથે ટેન્ટ બનાવવાના છે. આ વર્ક ઓર્ડર 3 વર્ષ માટે છે. જેને 2 વર્ષ લંબાવી શકાય છે. તેમાં સ્કૂબા ડાઈવિંગ, ડેસ્ટિનેશન વેડિંગ, કોર્પોરેટ કાર્યક્રમો જેવા કોમર્શિયલ એક્ટિવિઝ પણ સામેલ છે.
પ્રવેગ લિમિટેડની અયોધ્યામાં 2 ટેન્ટ સિટી છે. કંપનીની બ્રહ્મકુંડ ટેન્ટ સિટી રામ મંદિરથી એક કિલોમીટરથી પણ ઓછા અંતરે છે. જ્યારે કંપનીની બીજી ટેન્ટ સિટી Sarya રામ મંદિરથી 3.5 કિમીના અંતરે છે. પ્રવેગના આ બંને ટેન્ટ સિટી ઓપરેશનલ છે.
5 વર્ષમાં 41,000% ની તોફાની તેજી
પ્રવેગ લિમિટેડના શેર 7 ફેબ્રુઆરી 2019ના રોજ 2.41 રૂપિયા પર હતા. કંપનીના શેર 25 જાન્યુઆરી 2024ના રોજ 993.10 રૂપિયા પર પહોંચી ગયા છે. છેલ્લા 5 વર્ષમાં પ્રવેગ લિમિટેડના શેરોમાં 41107 ટકાની તોફાની તેજી આવેલી છે. છેલ્લા 3 વર્ષમાં પ્રવેગ લિમિટેડના શેરોમાં 1845 ટકાની તેજી આવી છે. આ સમયગાળામાં કંપનીના શેર 51.05 રૂપિયાથી વધીને 993.10 રૂપિયા પર પહોંચી ગયા. કંપનીના શેરોનું 52 અઠવાડિયાનું હાઈ લેવલ 1300 રૂપિયા છે. જ્યારે પ્રવેગના શેરોનું 52 અઠવાડિયાનું લો લેવલ 336.20 રૂપિયા છે.
(Disclaimer: અહીં ફક્ત શેરના પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે