પેટ્રોલ-ડીઝલમાં તોળાઈ રહ્યો છે ભાવ વધારો, કારણ છે આ બે દેશ વચ્ચેનો તણાવ
ભારતે ક્રુડ ઓઈલના ભાવમાં થઈ રહેલા વધારા પર ચિંતા વ્યક્ત કરી છે. ઈરાન દ્વારા અમેરિકી ડ્રોનને તોડી પાડવા સંબંધિત ઘટનાક્રમોને કારણે ઓઈલના ભાવોમાં ઝડપથી વધારો થયો છે.
Trending Photos
નવી દિલ્હી: ભારતે ક્રુડ ઓઈલના ભાવમાં થઈ રહેલા વધારા પર ચિંતા વ્યક્ત કરી છે. ઈરાન દ્વારા અમેરિકી ડ્રોનને તોડી પાડવા સંબંધિત ઘટનાક્રમોને કારણે ઓઈલના ભાવોમાં ઝડપથી વધારો થયો છે. જેના પગલે ભારતે ઓપેકના મુખ્ય સભ્ય દેશ સાઉદી અરબને ક્રુડ ઓઈલના ભાવોને કાબુમાં રાખવા માટે સક્રિય ભૂમિકા ભજવવાનું કહ્યું છે. બ્રેન્ટ ક્રુડ ઓઈલના ભાવમાં ગુરુવારે 5 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. જે જાન્યુઆરી બાદ સૌથી વધુ છે.
65 ડોલર પ્રતિ બેરલના સ્તરે પહોંચ્યા ભાવ
બ્રેન્ટ ક્રુડ ઓઈલની કિંમત હાલ 65 ડોલર પ્રતિ બેલરના સ્તરે છે. નોંધનીય છે કે હોર્મુઝ જલડમરુ મધ્ય પર ઈરાની દળો દ્વારા અમેરિકી નેવીના એક ડ્રોનને તોડી પડાયા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન વિરુદ્ધ આકરું વલણ અપનાવવાથી વિસ્તારમાં તણાવની સ્થિતિ છે. પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સાઉદીના પેટ્રોલિયમ મંત્રી ખાલિદ અલ ફલીહ સાથે સ્થિતિ અંગે ચર્ચા પણ કરી.
જુઓ LIVE TV
કિંમતોમાં ઉતાર-ચઢાવને લઈને વાત થઈ
પ્રધાને ટ્વીટમાં લખ્યું કે હોર્મુઝ જલડમરુ મધ્યની ઘટના ચિંતાનો વિષય છે જેનાથી ઓઈલના ભાવ વધી રહ્યાં છે. તેમણએ ઓઈલની કિંમતોમાં ઉતાર-ચઢાવને લઈને ભારતીય ગ્રાહકોની સંવેદનશીલતાનો ઉલ્લેખ કર્યો. તેમણે લખ્યું કે 'સાઉદી અરબના ઉર્જા, ઉદ્યોગ અને ખનિજ સંસાધન મંત્રી ખાલિદ અલ ફલીહ સાથે ફોન પર વાત થઈ. ભારત અને સાઉદી અરબ વચ્ચે રણનીતિક ભાગીદારીને વધુ મજબુત બનાવવા માટે હાઈડ્રોકાર્બન ક્ષેત્રમાં સહયોગને વધારવા પર ચર્ચા થઈ.'
ભારત પોતાની પેટ્રોલિયમ જરૂરિયાતો માટે મોટા ભાગે આયાત પર નિર્ભર છે અને ક્રુડના વધતા ભાવ આર્થિક પડકારોને વધારી શકે છે. જૂનની શરૂઆતમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવમાં બહુ ચિંતાજનક વધારો નહતો. જેના કારણે ભારતમાં પણ ભાવોમાં ઘટાડો જોવા મળ્યો. પરંતુ હવે ભાવવધારાનો ભરડો તોળાઈ રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે