પેટ્રોલ-ડીઝલ અને LPG બાદ PNGની કિંમતમાં કમરતોડ ભાવ વધારો, જાણો તમારા શહેરમાં હવે કેટલી થઈ કિંમત?

PNG Latest Price: દિલ્હી-NCRમાં PNG સપ્લાય કરતી IGL કંપનીના જણાવ્યા અનુસાર નવો ભાવ વધારો 14 એપ્રિલથી અમલમાં આવી ગયો છે. તેની સાથે ગૌતમબુદ્ધનગર જિલ્લામાં ગુરુવારથી PNGની કિંમત 45.96 પરૂપિયા પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર (SCM) થઈ ગઈ છે.

પેટ્રોલ-ડીઝલ અને LPG બાદ PNGની કિંમતમાં કમરતોડ ભાવ વધારો, જાણો તમારા શહેરમાં હવે કેટલી થઈ કિંમત?

PNG Latest Price: મોંઘવારીનો માર સહન કરતી પ્રજાને વધુ એક કમરતોડ ભાવ વધારો સહન કરવાનો વારો આવ્યો છે. પેટ્રોલ-ડીઝલ અને એલપીજીના ભાવમાં સતત વધારા બાદ હવે એલપીજી તરીકે વપરાતા પીએનજી ગેંસ પણ મોંઘો થઈ ગયો છે. સરકારે હવે PNGની કિંમતમાં 4.25 રૂપિયાનો તોતિંગ ભાવ વધારો કર્યો છે. હાલ મળી રહેલા એક અહેવાલ પ્રમાણે 12 કલાકમાં બીજી વખત મોંઘવારીનો 'બોમ્બ' ફૂટ્યો છે. અને PNG બાદ CNGના ભાવમાં કમરતોડ ભાવ વધારો કરાયો છે.

દેશની જનતાને એકવાર ફરીથી મોંઘવારીનો સૌથી મોટો બીજો ઝાટકો લાગ્યો છે. દિલ્હીમાં પીએનજીની કિંમતો વધ્યાના 12 કલાકથી પણ ઓછા સમય પછી સીએનજીની કિંમતોમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. સીએનજીની કિંમતમાં દોઢ રૂપિયો પ્રતિ કિલોએ વધારો કરવામાં આવ્યો છે. ત્યારબાદ દિલ્હીમાં એક કિલો સીએનજીની કિંમત 71.61 રૂપિયા થઈ ગઈ છે.

For Noida, Greater Noida & Ghaziabad, the CNG price has been hiked to Rs 74.17 per Kg, while in Gurugram, it will cost Rs 79.94 per Kg. pic.twitter.com/RQFulJEoFn

— ANI (@ANI) April 14, 2022

છેલ્લા કેટલાક દિવસોમાં CNGના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. ગયા અઠવાડિયે ગુરુવારે પણ CNGમાં પ્રતિ કિલો રૂ. 2.50 નો વધારો થયો હતો. અત્યાર સુધીમાં બે સપ્તાહમાં સીએનજી 11.60 રૂપિયા વધ્યો છે. નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં CNGની નવીનતમ કિંમત 74.17 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. મુઝફ્ફરનગર, મેરઠ અને શામલીમાં સીએનજી 78.84 રૂપિયા પ્રતિ કિલોના દરે વેચાઈ રહી છે. આ સિવાય ગુરુગ્રામમાં કિંમત વધીને 79.94 રૂપિયા પ્રતિ કિલો, રેવાડીમાં 82.07 રૂપિયા, કરનાલ અને કૈથલમાં 80.27 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. બીજી તરફ યુપીના કાનપુર, હમીરપુર અને ફતેહપુરમાં સીએનજી 83.40 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. રાજસ્થાનના અજમેર, પાલી અને રાજસમંદમાં સીએનજીની કિંમત 81.88 રૂપિયા થઈ ગઈ છે.

ફરી વધ્યા પીએનજીના ભાવ
દિલ્હી-NCRમાં PNG સપ્લાય કરતી IGL કંપનીના જણાવ્યા અનુસાર નવો ભાવ વધારો 14 એપ્રિલથી અમલમાં આવી ગયો છે. તેની સાથે ગૌતમબુદ્ધનગર જિલ્લામાં ગુરુવારથી PNGની કિંમત 45.96 પરૂપિયા પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર (SCM) થઈ ગઈ છે. હવે ગાઝિયાબાદ, નોઈડા અને ગ્રેટર નોઈડામાં સમાન કિંમતે PNG ઉપલબ્ધ થશે.

For Ghaziabad, Noida & Greater Noida, the PNG price has hiked to Rs 45.96 per SCM, while in Gurugram, it'll cost Rs 44.06 per SCM. pic.twitter.com/UswvoidDsa

— ANI (@ANI) April 13, 2022

જ્યારે, ગુરુવારથી દિલ્હીમાં PNGની કિંમત 45.86 પ્રતિ SCM થઈ ગઈ છે. જ્યારે ગુરુગ્રામમાં PNGની કિંમત હવે વધીને 44.06 રૂપિયા પ્રતિ SCM થઈ ગઈ છે.

15 દિવસમાં ત્રીજી વખત વધારો
તમને જણાવી દઈએ કે લગભગ 15 દિવસમાં PNGની કિંમતમાં આ ત્રીજી વખત વધારો ઝીંકવામાં આવ્યો છે. લગભગ 10 દિવસ પહેલા PNGના ભાવમાં 5.85 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. અગાઉ IGL 6 એપ્રિલથી PNG 41.50 રૂપિયા પ્રતિ SCMના ભાવે વેચી રહી હતી.

17 લાખ પરિવારોનું બજેટ ખોરવાશે
પીએનજીના ભાવમાં થયેલા ભાવ વધારાની અસર દિલ્હી-એનસીઆરના લગભગ 17 લાખ પરિવારોને કરશે અને તેઓએ હવે પહેલા કરતા વધુ પૈસા ચૂકવવા પડશે. જેના કારણે તેમના ઘરનું બજેટ બગડતું હોવાનું માનવામાં આવે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news