આ અઠવાડિયે મોદી અને જિનપિંગની થશે મુલાકાત, US ટ્રેડ વોર પર કરશે વાત

વડાપ્રધાન નરેંદ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને 'સારા મિત્ર' ગણાવતાં ચીને સોમવારે આશા વ્યકત કરી છે કે બંને બિશ્કેકમાં થનાર મુલાકાત દરમિયાન અમેરિકાની સાથે પોત પોતાના વેપાર સંઘર્ષને લઇને વાતચીત કરી શકે છે. સાથે જ અમેરિકાના વેપાર સંરક્ષણવાદ વિરૂદ્ધ સામાન્ય સહમતિ પર પહોંચી શકે છે. 
આ અઠવાડિયે મોદી અને જિનપિંગની થશે મુલાકાત, US ટ્રેડ વોર પર કરશે વાત

બીજીંગ: વડાપ્રધાન નરેંદ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને 'સારા મિત્ર' ગણાવતાં ચીને સોમવારે આશા વ્યકત કરી છે કે બંને બિશ્કેકમાં થનાર મુલાકાત દરમિયાન અમેરિકાની સાથે પોત પોતાના વેપાર સંઘર્ષને લઇને વાતચીત કરી શકે છે. સાથે જ અમેરિકાના વેપાર સંરક્ષણવાદ વિરૂદ્ધ સામાન્ય સહમતિ પર પહોંચી શકે છે. 

SCO ની બેઠકમાં થશે મુલાકાત
ઉલ્લેખનીય છે કે બંને નેતાઓની આ અઠવાડિયે બિશ્કેકમાં શંઘાઇ સહયોગ સંગઠન (SCO)ના સંમેલનથી ઇતર આંતરરાષ્ટ્રીય અને દ્વિપક્ષીય મુદ્દાઓ પર એક મહત્વપૂર્ણ બેઠક થવાની છે. આ વર્ષે એસસીઓ સંમેલન કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં 13 અને 14 જૂનના રોજ થવાની છે. આ બેઠક એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે મોદીનો બીજો કાર્યકાળ શરૂ થયા બાદ બંને નેતાઓની પહેલી મુકાલાત હશે. શી એ 23 મેના રોજ લોકસભા ચૂંટણી પરિણામ આવ્યા બાદ એક પત્ર લખીને મોદીને શુભેચ્છા પાઠવી હતી. 

પીએમ મોદીને ગણાવ્યા સારા મિત્ર
ચીનના ઉપ વિદેશ મંત્રી ઝાંગ હાનહુઇએ અહીં એક પત્રકાર પરિષદમાં મોદી-શી ની મુલાકાતના પ્રશ્ન પર કહ્યું, ''અમે ફરી એકવાર વડાપ્રધાન નરેંદ્ર મોદીને શુભેચ્છા પાઠવીએ છીએ. ગત વર્ષે બંનેની વુહાનમાં સફળ અનૌપચારિક બેઠક થઇ હતી.'' ગત વર્ષે બંને નેતાઓએ ચીનના વુહાનમાં 27-28 એપ્રિલને અનૌપચારિક શિખર સંમેલન કર્યું હતું. 

ચીન-અમેરિકા ટ્રેડ વોર પર થશે વાતચીત
બિશ્કેકમાં થનારી બેઠક વિશે હાનહુઇએ કહ્યું ''બેઠકના મુદ્દાઓને લઇને વિચાર-વિમર્શ ઇશ્યૂ છે. મારું માનવું છે કે રાષ્ટ્રપતિ શી અને વડાપ્રધાન મંત્રી મોદી વચ્ચે થનાર દ્વિપક્ષીય બેઠક ખૂબ મહત્વપૂર્ણ છે. ચીન દ્વારા અમે તેના સફળ થવાની પુરી તૈયારી કરશે.'' તેમણે કહ્યું કે ચીન-અમેરિકા વ્યાપાર યુદ્ધ અને અમેરિકા-ભારત વચ્ચે ચાલી રહેલા વેપાર તણાવને લઇને બંને નેતાઓ વચ્ચે મહત્વપૂર્ણ વાતચીત થઇ શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news