12 કરોડ ખેડૂતો માટે ખુશખબર, સરકાર બનતા જ ખાતામાં આવશે પૈસા, લિસ્ટમાં ચેક કરો નામ
PM-KISAN 17th instalment: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (પીએમ-કિસાન) યોજના હેઠળ આવનાર આશરે 12 કરોડ ખેડૂતો માટે ખુશીના સમચાાર છે.
Trending Photos
PM-Kisan 17th instalment: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (પીએમ-કિસાન) યોજના હેઠળ આવનારા આશરે 12 કરોડ કિસાનો માટે મોટા ખુશીના સમાચાર છે. સમાચાર છે કે આગામી ચૂંટણી પરિણામ એટલે કે 1 જૂન બાદ કેન્દ્રની નવી સરકાર પીએમ કિસાન યોજના હેઠળ 17મો હપ્તો જાહેર કરી શકે છે. પરંતુ આ સંબંધમાં સરકાર તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. નોંધનીય છે કે 16મો હપ્તો 28 ફેબ્રુઆરી 2024ના જારી કરવામાં આવ્યો હતો. ખેડૂતો માટે સરકાર આ યોજના લાંબા સમયથી ચલાવી રહી છે.
શું છે યોજના?
પીએમ-કિસાન યોજના હેઠળ દરેક જમીન ધારક કિસાન પરિવારોને વાર્ષિક 6,000 રૂપિયાનો લાભ મળે છે, જે 2000 રૂપિયાના પ્રત્યેક ત્રણ સમાન હપ્તામાં આપવામાં આવે છે. કેન્દ્ર સરકારની આ યોજનાનો ઉદ્દેશ્ય દેશભરમાં જમીન ધારક કિસાન પરિવારોને આર્થિક સહાયતા પ્રદાન કરવાનો છે, જેનાથી ખેડૂતોને વિવિધ કૃષિ અને ઘરેલૂ ખર્ચમાં મદદ મળે છે. દરેક ખેતી ધરાવનાર કિસાન પરિવાર જેના નામ પર ખેતીની જમીન છે, તે આ યોજનાનો લાભ લઈ શકે છે.
પાત્ર કિસાન આ રીતે કરી શકે છે ઓનલાઈન અરજી
સ્ટેપ 1: સત્તાવાર વેબસાઈટ pmkisan.gov.in પર જાવ અને ફોર્મર કોર્નર પર જાવ.
સ્ટેપ 2: ન્યૂ કિસાન રજિસ્ટ્રેશન પર ક્લિક કરો, આધાર નંબર નોંધો અને કેપ્ચા ભરો.
સ્ટેપ 3: જરૂરી ડિટેલ ભર્યા બાદ યસ પર ક્લિક કરો.
સ્ટેપ 4: પીએમ કિસાન અરજી પત્ર પૂરુ કરો, ડિટેલ રાખો અને ભવિષ્યના સંદર્ભ માટે પ્રિન્ટ કાઢી લો.
પાત્ર કિસાન ચેક કરે હપ્તાની વિગત
સ્ટેપ 1: સત્તાવાર વેબસાઈટ pmkisan.gov.in પર જાવ
સ્ટેપ 2: હોમપેજ પર ફાર્મર્સ કોર્નર સેક્શન હેઠળ Beneficiary status ની પસંદગી કરો.
સ્ટેપ 3: રજિસ્ટર્ડ આધાર સંખ્યા કે બેન્ક ખાતા સંખ્યા નાખો.
સ્ટેપ 4: હપ્તાની સ્થિતિ ચેક કરવા માટે Get Data પર ક્લિક કરો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે