અરજન્ટ રોકડ રકમની જરૂર છે? તો આ રીતે ઘરે બેઠાં મેળવો પોતાના પીએફ ખાતામાંથી પૈસા

જો તમારે પીએફ એકાઉન્ટમાંથી અરજન્ટ પૈસા ઉપાડવા છે તો તમારે પીએફ ઓફિસના ચક્કર નહીં કાપવા પડે. કેમ કે અહીંયા અમે તમને એવો ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ. જેનાથી તમે માત્ર ગણતરીના સમયમાં પીએફ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી શકશો.

અરજન્ટ રોકડ રકમની જરૂર છે? તો આ રીતે ઘરે બેઠાં મેળવો પોતાના પીએફ ખાતામાંથી પૈસા

નવી દિલ્લી: જો તમારે પીએફ એકાઉન્ટમાંથી અરજન્ટ પૈસા ઉપાડવા છે તો તમારે પીએફ ઓફિસના ચક્કર નહીં કાપવા પડે. કેમ કે અહીંયા અમે તમને એવો ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ. જેનાથી તમે માત્ર ગણતરીના સમયમાં પીએફ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી શકશો.

શું તમારે અરજન્ટ પૈસાની જરૂર છે?, તમારી પાસે પૈસા નથી અને તાત્કાલિક પૈસાની જરૂર આવી ગઈ છે. તો અમે તમને વિગતવાર સમજાવીશું કે કઈ રીતે તમે ઘરે બેઠાં, પીએફ ઓફિસના ચક્કર કાપ્યા વિના સરળતાથી પૈસા કાઢી શકશો. જો તમારું પીએફ કપાય છે અને તમારે પૈસાની તાત્કાલિક જરૂર છે તો તમે ત્યાંથી પૈસા કાઢી શકો છો.

તેનો ફાયદો એ થાય છે કે તમારે ક્યાંયથી લોન લેવી પડતી નથી અને તમારે કોઈની પાસેથી ઉધાર પણ લેવા પડતા નથી. તમે ઘરે બેઠા ઉમંગ એપની મદદથી તમારા પીએફના પૈસા કાઢી શકો છો. તેના માટે તમારે કોઈપણ પીએફ ઓફિસના ધક્કા ખાવાની જરૂર નહીં પડે. કેમ કે આ આ એપની વિશેષતા એ છે કે તમે એકદમ સરળતાથી પોતાના પૈસા મેળવી શકશો.

ઉમંગ એપનો આ રીતે ઉપયોગ કરો:
સ્ટેપ-1
ઉમંગ એપ ડાઉનલોડ કરો

સ્ટેપ-2
સર્ચ મેનુ પર જાઓ અને EPFO સર્ચ કરો

સ્ટેપ-3
એમ્પ્લોયી સેન્ટ્રિક પર ક્લિક કરો

સ્ટેપ-4
રેઈઝ ક્લેમ પર ક્લિક કરો અને ઈપીએફ યૂએએન નંબર સબમિટ કરો

સ્ટેપ-5
તમારા ફોન નંબર પર આવેલ ઓટીપી સબમિટ કરો

સ્ટેપ-6
ટાઈપ ઓફ વિડ્રોલની પસંદગી કરો અને ઉમંગ એપ દ્વારા જમા કરો

સ્ટેપ-7
તમારા ફોનમાં એક ક્લેમ રેફરન્સ નંબર આવશે અને તેના દ્વારા તમે ક્લેમના સ્ટેટસને ટ્રેક પણ કરી શકો છો

આ ઈ-ગવર્નન્સ પોર્ટલ દ્વારા ઈપીએફ ક્લેમ કરવા માટે પહેલા આ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. માન્ય અને સાચી કેવાયસી ડિટેઈલ્સ, આધારથી લિંક યૂએએન નંબર, ઉમંગ એપ આધારથી લિંક અને ફોન નબંર આધારથી લિંક હોવો જરૂરી છે.

ઉમંગ એપની વિશેષતા અને ફાયદા:

1. પરેશાનીમુક્ત ઈન્ટીગ્રેશન:
ઉમંગ એપની સાથે યૂઝર્સ આધાર, ડિજિલોકર અને પે-ગવર્નમેન્ટ સહિત બધી સરકારી સર્વિસની સાથે આરામદાયક ઈન્ટીગ્રેશનનો આનંદ ઉઠાવી શકો છો. તમે એ પણ જોઈ શકો છો કે પાસપોર્ટ સર્વિસ સેન્ટર ક્યાં આવેલું છે અને અપોઈન્ટમેન્ટ બુક કરો.

2. સરળ પહોંચ:
આ ઈ-ગવર્નન્સ એપ માત્ર સ્માર્ટફોન સુધી જ લિમિટેડ નથી. તમે તેને ડેસ્કટોપ, ટેબલેટ કે એસએમએસ દ્વારા ઉપયોગ કરી શકો છો.

3. કસ્ટમર સર્વિસ:
ઉમંગની પાસે એક ડેડિકેટેડ કસ્ટમર સપોર્ટ ટીમ છે જે એક યૂઝર્સની બધી મુશ્કેલીઓનું સમાધાન કરે છે. સપોર્ટ ટીમ અઠવાડિયાના બધા દિવસો દરમિયાન સવારે 8થી રાત્રિના 8 સુધી ઉપલબ્ધ રહે છે.

4. બધી સર્વિસ માટે સિંગલ એપ:
ઉમંગ એપની સૌથી ખાસ વાત એ છે કે તે 100થી વધારે સરકારી સર્વિસ માટે સિંગલ પ્લેટફોર્મ છે. યૂઝર્સ વિવિધ ચેનલ્સની એક સિરીઝનો ઉપયોગ કરીને એક ઈન્ટિગ્રેટેડ પ્લેટફોર્મ પર અનેક સર્વિસનો ઉપયોગ કરવામાં સક્ષમ બનશો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news