પેટ્રોલના ભાવ ફરી ઘટયા, જાણો શું છે આજના ભાવ?
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાના કારણે પાછલા એક મહિનાથી વાધારે સમયથી ભારતમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ ઘટવાનો દોર ચાલી રહ્યો છે
Trending Photos
નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટવાથી ગ્રાહકોને રાહત મળી રહી છે. ત્યારે સતત પાંચમાં દિવસથી સોમવારે ફરી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાના કારણે પાછલા એક મહિનાથી વાધારે સમયથી ભારતમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ ઘટવાનો દોર ચાલી રહ્યો છે, જેના કારણે વાહન ચાલકો તેમજ સામાન્ય ગ્રાહકોને મોંઘવારીથી રાહત મળી રહી છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટના અનુસાર, દિલ્હી, કોલકાતા, મુંબઇ અને ચેન્નાઇમાં સોમવારે પેટ્રોલનો ભાવ ક્રમશ: 74.49 રૂપિયા, 76.47 રૂપિયા, 80.03 રૂપિયા અને 77.32 રૂપિયા પ્રતિ લિટર નોંધ્યો છે.
ચાર મહાનગરોમાં ડીઝલની કિંમત ક્રમશ: 69.29 રૂપિયા, 71.14 રૂપિયા, 72.56 રૂપિયા અને 73.20 રૂપિયા પ્રતિ લીટર નોંધાયો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સોમવારે દિલ્હી, કોલકાતા અને મુંબઇમાં પેટ્રોલના ભાવમાં 35 પૈસા પ્રતિ લીટર, જ્યારે ચેન્નાઇમાં 37 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો છે. ત્યારે ડીઝલની કિંમતોમાં દિલ્હી અને કોલકાતામાં 41 પૈસા, જ્યારે મુંબઇ અને ચેન્નાઇમાં 43 પૈસા પ્રતિ લિટરનો ઘટાડો કર્યો છે.
ક્રૂડ ઓઇલમાં સતત ઘટાડો
આંતરરાષ્ટ્રીય બજારમાં 3 ઓક્ટોબર પછી બ્રેંટ ક્રૂડના ભાવમાં 30 ટકાથી વધારે જ્યારે અમેરિકન લાઇટ ક્રૂડ વેસ્ટ ટેક્સાસ એટરમીડિએટ એટલે કે ડબ્લ્યૂટીઆઇના ભાવમાં લગભગ 33 ટકાનો ઘટોડો આવ્યો છે. જોકે, ગત અઠવાડીયામાં આવેલી ભારે ઘટાડા બાદ ક્રૂડ ઓઇલના ભાવમાં રિકવરી જોવા મળી હતી. આંતરરાષ્ટ્રીય વાયદા બજાર ઇન્ટરકોન્ટિનેંટલ એક્સચેન્જ એટલે કે આઇઆઇ પર બ્રેંટ ફ્રૂડની જાન્યૂઆરી ડિલીવરી વાયદો સોમવારે ગત સત્રની સરખામણીએ 0.46 ટકાના વધારા સાથે 59.26 ડોલર પ્રતિ બેરલ પર બન્યો છે. ત્યારે, ન્યૂયોર્ક મર્કે ટાઇલ એક્સચેન્જ એટલે કે નાયમૈક્સ પર ડબ્લ્યૂટીઆઇની જાણકારી ડિલીવરી વાયદા અનુબંધ 0.48 ટકા વધારા સાથે 50.66 ડોલર પ્રતિ બેરલ જોવા મળી રહ્યું છે.
પુરવઠો ઘટાડો પર સઉદી અરબ મુકી શકે છે ભાર
બજારના જાણકારોએ જણાવ્યું છે કે ક્રૂડ ઓઇલના ભાવ હાલમાં ઉંચા જવાની સંભાવના ઓછી દેખાઇ રહી છે, જ્યારે આ વાતની પ્રવલ સંભાવના છે કે 6 ડિસેમ્બરે વિયનામાં ઓર્ગેનાઇજેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કંટ્રીઝ એટલે કે ઓપેકની બેઠકમાં સાઉદી અરબ ઓઇલની અપૂર્તી ઘટના પર ભાર મુકશે. જાણકારો જણાવ્યું હતું કે ઓપેકના દરેક સભ્યો વ્ચ્ચે ઓઇલ ઉત્પાદન ઘટાડવા પર સહમતિ હોવાની સંભાવનાઓ ઓછી છે. ત્યારે અમેરિકામાં ક્રૂડ ઓઇલના ભંડાર વધવાથી કિંમતો પર દબાણ આવી શકે છે.
(ઇનપુ। એજેન્સીથી)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે