Petrol Price Today 30 March: હોળી બાદ લોકોને મળી રાહત, વળી પાછા ઘટ્યા પેટ્રોલ ડીઝલના ભાવ, જાણો લેટેસ્ટ કિંમત
Trending Photos
નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવમાં આવેલા ઘટાડા બાદ હોળી-ધુળેટીના બીજા દિવસે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ જનતાને રાહત આપી છે. આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 22 પૈસા અને ડીઝલના ભાવમાં 23 પૈસાનો ઘટાડો નોંધાયો છે. ત્યારબાદ દિલ્હીમાં પેટ્રોલના ભાવ 90.56 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના ભાવ 80.87 રૂપિયા પ્રતિ લીટર થયા છે.
4 દિવસથી કોઈ ફેરફાર નહતો થયો
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ચાર દિવસ બાદ ફેરફાર થયો છે. માર્ચ મહિનામાં ત્રીજીવાર પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટ્યા છે. આ અગાઉ 24 અને 25 માર્ચે પેટ્રોલના ભાવમાં ઘટાડો થયો હતો. ત્યારે બે દિવસમાં દિલ્હીમાં પેટ્રોલ 39 પૈસા અને ડીઝલ 37 પૈસા સસ્તું થયું હતું. આ અગાઉ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લે ફેરફાર 27 ફેબ્રુઆરીના રોજ થયો હતો. જ્યારે દિલ્હીમાં પેટ્રોલના ભાવ 24 પૈસા વધ્યા હતા અને ડીઝલ 15 પૈસા મોંઘુ થયું હતું.
ચાર મેટ્રો શહેરમાં પેટ્રોલ ડીઝલના ભાવ (પ્રતિ લીટર)
શહેર પેટ્રોલ ડીઝલ
દિલ્હી 90.56 80.87
મુંબઈ 96.98 87.96
કોલકાતા 90.77 83.75
ચેન્નાઈ 92.58 85.88
આ રીતે ચેક કરો તમારા શહેરમાં શું છે પેટ્રોલ ડીઝલના ભાવ
પેટ્રોલ ડીઝલના ભાવ તમે SMS દ્વારા પણ જાણી શકો છો. ઈન્ડિયન ઓઈલ IOC તમને એવી સુવિધા આપે છે કે તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમારા મોબાઈલ પર તરત જ તમારા શહેરના પેટ્રોલ અને ડીઝલના ભાવ આવી જશે. દરેક શહેરનો કોડ અલગ છે. જે તમને IOC ની વેબસાઈટ પર જોવા મળશે.
રોજ સવારે 6 વાગે બદલાય છે ભાવ
રોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ લાગુ થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમિશન અને બાકીની અન્ય ચીજો જોડ્યા બાદ તેના ભાવ લગભગ બમણા થઈ જાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે