આજે ફરી સળગ્યો પેટ્રોલ-ડીઝલનો ભાવ, ગુજરાતના શહેરોમાં આ ભાવે આજે વેચાશે
પેટ્રોલ ડીઝલનો ભાવ સતત વધી રહ્યો છે. આજે ફરી એક વાર પેટ્રોલ અને ડીઝલ (Petrol Diesel) ના ભાવમાં 35 પૈસાનો વધારો થયો છે. સતત ચોથા દિવસે આજે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે. આજે દિલ્લીમાં પેટ્રોલનો ભાવ (petrol price) 108.64 રૂપિયા થયો છે. ડીઝલનો ભાવ (diesel price) 97.37 થઈ ગયો છે. એક બાજુ દિવાળી આવી રહી છે તેવામાં સતત વધી રહેલા પેટ્રોલ ડીઝલના ભાવથી મધ્યમવર્ગીય પરિવારના બજેટ ખોરવાઈ રહ્યાં છે.
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :પેટ્રોલ ડીઝલનો ભાવ સતત વધી રહ્યો છે. આજે ફરી એક વાર પેટ્રોલ અને ડીઝલ (Petrol Diesel) ના ભાવમાં 35 પૈસાનો વધારો થયો છે. સતત ચોથા દિવસે આજે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે. આજે દિલ્લીમાં પેટ્રોલનો ભાવ (petrol price) 108.64 રૂપિયા થયો છે. ડીઝલનો ભાવ (diesel price) 97.37 થઈ ગયો છે. એક બાજુ દિવાળી આવી રહી છે તેવામાં સતત વધી રહેલા પેટ્રોલ ડીઝલના ભાવથી મધ્યમવર્ગીય પરિવારના બજેટ ખોરવાઈ રહ્યાં છે.
- અમદાવાદમાં આજે પેટ્રોલનો ભાવ 105.83 રૂપિયા પ્રતિ લીટર થયો છે. જ્યારે ડીઝલનો ભાવ 105.52 રૂપિયા છે
- વડોદરામાં આજે પેટ્રોલનો ભાવ 105.25 રૂપિયા છે. જ્યારે ડીઝલનો ભાવ 104.94 રૂપિયા છે
- રાજકોટમાં પેટ્રોલનો ભાવ 105.01 રૂપિયા જ્યારે ડીઝલનો ભાવ 104.71 રૂપિયા થઈ ગયો છે.
પેટ્રોલ ડીઝલના વધતા ભાવોએ સામાન્ય માણસની કમર તોડી નાંખી છે. ઘરેલુ માર્કેટમાં પેટ્રોલ ડીઝલની કિંમતોમાં તેજી માટે આંતરરાષ્ટ્રીય સ્તર પર કાચા તેલના ભાવ વધવા કારણભૂત છે. પેટ્રોલ, ડીઝલ અને એલપીજીની કિંમતો રેકોર્ડ સ્તર પર પહોંચી ગી છે. આભર પોતાની તેલ જરૂરિયાતોનું 85 ટકાથી વધુ આયાત કરે છે. જે દુનિયાનો ત્રીજો સૌથી વધુ ઉર્જા ખપત અને આયાત કરનારો દેશ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે