પેટ્રોલ-ડીઝલ થયું સસ્તુ, આ કારણે ટૂંક સમયમાં વધુ ઘટશે ભાવ
પેટ્રોલ-ડીઝલના ભાવમાં આજે મોટી રાહત મળી છે. સતત ઘટડા જતા ક્રૂડ ઓઇલના ભાવના લીધે આજે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 70.46 પૈસા પર પહોંચી ગયો, જ્યારે ડીઝલના ભાવ 64 રૂપિયા 39 પૈસા પહોંચી ગયો છે. આજ પેટ્રોલા ભાવમાં 17 પૈસા અને ડીઝલના ભાવમાં 15 પૈસાનો ઘટાડો થયો છે.
Trending Photos
નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલના ભાવમાં આજે મોટી રાહત મળી છે. સતત ઘટડા જતા ક્રૂડ ઓઇલના ભાવના લીધે આજે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 70.46 પૈસા પર પહોંચી ગયો, જ્યારે ડીઝલના ભાવ 64 રૂપિયા 39 પૈસા પહોંચી ગયો છે. આજ પેટ્રોલા ભાવમાં 17 પૈસા અને ડીઝલના ભાવમાં 15 પૈસાનો ઘટાડો થયો છે. વર્ષના અંતે એટલે કે ડિસેમ્બરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ તે કિંમત પર પહોંચી ગયા છે, જે વર્ષની શરૂઆત એટલે કે જાન્યુઆરીમાં હતા. જાન્યુઆરી 2018માં દિલ્હીમાં પેટ્રોલ લગભગ 69 રૂપિયા 97 પૈસાના ભાવે મળી રહ્યું હતું. આશા છે કે ગ્લોબલ અનિશ્વિતતાઓ અને ઓવર સપ્લાયના લીધે ક્રૂડના ભાવ વધુ ઘટશે અને પેટ્રોલના ભાવ ટૂંક સમયમાં 70 રૂપિયાથી નીચે આવી જશે.
ક્યાં કેટલો ભાવ?
દિલ્હીમાં પેટ્રોલ 70.46 રૂપિયા પ્રતિ લિટર, કલકત્તામાં પેટ્રોલ 72.55 રૂપિયા પ્રતિ લિટર, મુંબઇમાં પેટ્રોલ 76 રૂપિયા પ્રતિ લિટર, ચેન્નઇમાં પેટ્રોલ 73.11 રૂપિયા પ્રતિ લિટર, ભોપાલમાં પેટ્રોલ 73.50 રૂપિયા પ્રતિ લિટર અને નોઇડામાં પેટ્રોલ 70.31 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે. આ પ્રકારે દિલ્હીમાં ડીઝલનો ભાવ 64.39 રૂપિયા, કલકત્તામાં 66.15 પૈસા, મુંબઇમાં 67.39 રૂપિયા, ચેન્નઇમાં 68 રૂપિયા, ભોપાલમાં 65.63 રૂપિયા અને નોઇડામાં 63.75 રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળી રહ્યું છે.
ક્રૂડની કિંમતોથી મળશે સહારો
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમત 55 ડોલર પ્રતિ બેરલની આસપાસ પહોંચી ચૂકી છે. જાણકારોનું માનવું છે કે ઓવરસપ્લાઇ અને માંગમાં ઘટાડાના લીધે ટૂંક સમયમાં ભાવ વધુ ઘટશે. જો આમ થશે તો પેટ્રોલના ભાવમાં મોટો ઘટાડો જોવા મળશે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા ભારે ઘટાડાથી પેટ્રોલ અને ડીઝલની વધતી જતા ભાવથી લોકોને રાહત મળી છે. ડીઝલ અને પેટ્રોલના ભાવમાં થઇ રહેલા વધારાથી ગુરૂવારે પણ રાહત મળી અને ભાવમાં કોઇ વધારો થયો ન હતો. જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં ઘટાડો ચાલુ રહેશે તો આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે.
ગુરૂવારે કોઇ ફેરફાર નહી
ગુરૂવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવ જ્યાં 70 રૂપિયા 63 પૈસા પ્રતિ લીટર, ચેન્નઇમાં 73 રૂપિયા 29 પૈસા પ્રતિ લીટર, મુંબઇમાં 76 રૂપિયા 25 પૈસા પ્રતિ લીટર, જયપુરમાં 71 રૂપિયા 37 પૈસા પ્રતિ લીટર, કલકત્તામાં 72 રૂપિયા 71 પૈસા પ્રતિ લીટર હતી, તો બીજી તરફ દિલ્હીમાં ડીઝલ 64 રૂપિયા 54 પૈસા પ્રતિ લીટર, ચેન્નઇમાં 68 રૂપિયા 14 પૈસા પ્રતિ લીટર, મુંબઇમાં 67 રૂપિયા 55 પૈસા પ્રતિ લીટર, જયપુરમાં 66 રૂપિયા 91 પૈસા પ્રતિ લીટર અને કલકત્તામાં 66 રૂપિયા 30 પૈસા પ્રતિ લીટરનો ભાવ જોવા મળ્યો હતો.
કેવી રીતે જાણશો પોતાના શહેરમાં પેટ્રોલ ડીઝલનો ભાવ?
તમારા શહેરમાં દરરોજ પેટ્રોલ અને ડીઝલનો ભાવ જાણવો ખૂબ સરળ છે. તમે તમારા મોબાઇલ ફોનમાં ઇન્ડિયન ઓઇલ એટલે કે IOCL app ડાઉનલોડ કરી શકો છો, જેના પર રોજ તાજા ભાવ અપડેટ થાય છે. આ ઉપરાંત કસ્ટમર કેર મોબાઇલ નંબર દ્વારા “પેટ્રોલ પંપના RSP Dealer Code” લખીને તેને 92249 92249 પર SMS કરી શકો છો. તેના જવાબમાં તમને તે પેટ્રોલ પંપર પેટ્રોલ-ડીઝલના ભાવ ખબર પડી જશે.
તમે પણ ચેક કરી શકો છો તમારા શહેરમાં શું છે ભાવ
તમે પણ તમારા શહેરના પેટ્રોલ-ડીઝલના ભાવ જાણવા માટે iocl.com પર જોઇ શકો છો. અહીં બધા શહેરોના કેટલાક કોડ આપવામાં આવ્યા છે 9224992249 પર મેસેજ કરી શહેરની કિંમત ફોન પર જાણી શકો છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે