પડતા પર પાટું!, ફરી વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, જાણો કેટલો થયો વધારો

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી સતત વધારો થઈ રહ્યો છે. આજે એકવાર ફરીથી ભાવ વધ્યા છે.

પડતા પર પાટું!, ફરી વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, જાણો કેટલો થયો વધારો

અમદાવાદ: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી સતત વધારો થઈ રહ્યો છે. આજે એકવાર ફરીથી ભાવ વધ્યા છે. દેશભરમાં શનિવારથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. ગુજરાતની વાત કરીએ તો પેટ્રોલમાં 79 પૈસા અને ડીઝલમાં 83 પેસાનો વધારો કરાયો છે. 

12 દિવસમાં 10 વાર વધ્યા ભાવ
અત્રે જણાવવાનું કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 12 દિવસમાં 10 વાર વધારો થઈ ચૂક્યો છે. 22 માર્ચથી અત્યાર સુધીમાં પેટ્રોલના ભાવમાં 7.20 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થઈ ચૂક્યો છે. આ અગાઉ 21 માર્ચના રોજ દિલ્હીમાં પેટ્રોલના ભાવ 95.41 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ પ્રતિ લીટ 86.67 રૂપિયા હતો.

- આજ સવારથી નવો ભાવ થયો છે લાગુ#ZEE24Kalak #FuelPrice #Petrol #Diesel #Gujarat #PriceHike pic.twitter.com/VRgkDYZcsM

— Zee 24 Kalak (@Zee24Kalak) April 2, 2022

આ રીતે જાણો લેટેસ્ટ રેટ
તમારે તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ જાણવા હોય તો તમે એક એસએમએસ દ્વારા પણ નવા રેટ અંગે જાણકારી મેળવી શકો છો. આ માટે ઈન્ડિયન ઓઈલ(IOCL) ના ગ્રાહકોએ RSP કોડ લખીને 9224992249 નંબર પર મોકલવાનો રહેશે. કોટ તમને ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ પરથી મળી જશે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) April 2, 2022

વડોદરા ગેસ લિમિટેડે પણ કર્યો ભાવવધારો
વડોદરા ગેસ લિમિટેડે CNG ગેસમાં ભાવ વધાર્યા છે. સીએનજી ગેસમાં 7.75 રૂપિયાનો તોતિંગ ભાવ વધારો થયો છે. વડોદરા ગેસ લિમિટેડ CNG ગેસનો ભાવ 77 રૂપિયા થયો છે. જેને કારણે ગ્રાહકો પર વાર્ષિક 22.32 કરોડનો બોજો પડશે. VGL ના પંપ પરથી ગેસ પૂરાવવો હવે મોંઘો પડશે. 

સીએનજીના ભાવમાં પણ વધારો
ઉલ્લેખનીય છે કે શુક્રવારે સાંજે જ IGL એ જાહેરાત કરી કે રાંધણ ગેસ એટલે કે પીએનજીના ભાવમાં પણ વધારો કરાયો છે. IGL એ જણાવ્યું કે પાઈપથી રસોડા સુધી પહોંચતા પીએનજીના ભાવમાં 5.85 રૂપિયા પ્રતિ એસસીએમ વધારો કરાયો છે. આ વધેલા ભાવ એક એપ્રિલ 2022થી લાગૂ કરાયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news