જનતાને મળી શકે છે મોટી રાહત, આવતીકાલે 5-5 રૂપિયા સસ્તું થઈ શકે છે Petrol-Diesel
Petrol-Diesel Price Cut: પેટ્રોલ-ડીઝલની કિંમતોને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. છેલ્લા 8 મહિનાથી સતત ઘરેલૂ બજારમાં તેલના ભાવ સ્થિર બનેલા છે. તેવામાં કાલે એટલે કે 5 ડિસેમ્બરે પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ઘટાડો થઈ શકે છે.
Trending Photos
નવી દિલ્હીઃ Petrol-Diesel Price Down: પેટ્રોલ-ડીઝલ (Petrol Price) ની કિંમતોને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. છેલ્લા 8 મહિનાથી સતત ઘરેલૂ બજારમાં તેલના ભાવ સ્થિર બનેલા છે. તેવામાં કાલ એટલે કે 5 ડિસેમ્બરે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં મોટો ઘટાડો થઈ શકે છે. 5 તારીખે પેટ્રોલ-ડીઝલના ભાવમાં 5 રૂપિયાનો ઘટાડો એક સાથે થઈ શકે છે. તે વિશે નિષ્ણાંતોએ ભવિષ્યવાણી કરી છે.
કાચુ તેલ 7 ટકા થઈ ચુક્યું છે સસ્તું
કાચા તેલની કિંમતોમાં આવેલા મોટા ઘટાડાને કારણે તેલ કંપનીઓ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં મોટી રાહત આપવાની તૈયારી કરી રહી છે. ક્રૂડનો ભાવ છેલ્લા કેટલાક સમયથી 90 ડોલર પ્રતિ બેરલની નીચે ચાલી રહ્યો છે. આ સમયે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલની કિંમત 82 ડોલર પ્રતિ બેરલના લેવલ પર છે. નવેમ્બર મહિનામાં કાચા તેલની કિંમતમાં 7 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
જાણો શું બોલ્યા નિષ્ણાંતો?
માર્કેટ એક્સપર્ટ અને IIFL સિક્યોરિટીઝના ડાયરેક્ટર સંજીવ ભસીન તરફથી પ્રાપ્ત જાણકારી પ્રમાણે 5 ડિસેમ્બરે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે. અમારી સહયોગી ઝી બિઝનેસ સાથે વાત કરતા નિષ્ણાંતે આશા વ્યક્ત કરી છે કે ક્રૂડની કિંમતોમાં આવેલા ઘટાડાને કારણે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ઘટાડો થશે.
આવો જાણીએ પેટ્રોલ-ડીઝલના ભાવ
- દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા અને ડીઝલનો ભાવ 89.62 રૂપિયા પ્રતિ લીટર છે.
- મુંબઈમાં પેટ્રોલની કિંમત 106.31 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 94.27 રૂપિયા પ્રતિ લીટર છે.
- ચેન્નઈમાં પેટ્રોલની કિંમત 102.63 રૂપિયા અને ડીઝલનો ભાવ 94.24 રૂપિયા પ્રતિ લીટર છે.
- કોલકત્તામાં પેટ્રોલનો ભાવ 106.03 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.76 રૂપિયા પ્રતિ લીટર છે.
27 ટકા સુધી થઈ ચુક્યો છે ઘટાડો
કાચા તેલમાં સતત આવી રહેલા ઘટાડા બાદથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ઘટાડો થશે. તેલ કંપનીઓને થનારા નુકસાનની ભરપાઈ અત્યાર સુધી પૂરી થઈ ચુકી છે. નોંધનીય છે કે માર્ચ 2022 બાદથી અત્યાર સુધી તેલની કિંમતોમાં 27 ટકાનો ઘટાડો થઈ ચુક્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે