ફરી સસ્તુ થયું પેટ્રોલ, ત્રણ દિવસ બાદ ડીઝલમાં ઘટાડો, જાણો શું છે આજના ભાવ
આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડા વચ્ચે ગુરૂવાર સવારે પેટ્રોલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ડીઝનના ભાવમાં પણ ત્રણ દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો છે. આ પહેલા બુધવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર થયો ન હતો
Trending Photos
નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડા વચ્ચે ગુરૂવાર સવારે પેટ્રોલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ડીઝનના ભાવમાં પણ ત્રણ દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો છે. આ પહેલા બુધવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર થયો ન હતો. ગુરૂવારે પેટ્રોલના ભાવમાં 5 પૈસા પ્રતિ લિટરનો ઘટોડા જોવા મળ્યો છે. જ્યારે ડીઝલના ભાવમાં 6 પૈસા પ્રતિ લિટર સસ્તુ થયું છે. દિલ્હીમાં ગુરૂવાર સવારે પેટ્રોલ 5 ઘટીને 72.23 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 6 પૈસા ઘટવાની સાથે 65.88 રૂપિયાના સ્તરે પહોંચી ગયું છે.
આ પણ વાંચો:- સોનામાં આગ ઝરતી તેજી, ચાંદી પણ પૂરબહારમાં
ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ
દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 72.23 રૂપિયા અને ડીઝલની કિંમત 65.88 રૂપિયા છે. મુંબઇમાં એક લિટર પેટ્રોલની કિંમત 77.89 રૂપિયા અને ડીઝલની કિંમત 69.60 રૂપિયા છે. કોલકાતામાં એક લિટર પેટ્રોલની કિંમત 74.92 રૂપિયા અને ડીઝલની કિંમત 68.15 રૂપિયા છે. ચેન્નાઇમાં એક લિટર પેટ્રોલની કિંમત 75.04 રૂપિયા અને ડીઝલની કિંમત 69.60 રૂપિયાના સ્તરે પહોંચી ગયું છે.
તમને જણાવી દઇએ કે, 1 જુલાઇ 2019ના દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 70.44 રૂપિયા અને ડીઝલની કિંમત 64.27 રૂપિયા હતી. પાંચ જુલાઇના રજૂ થયેલા સામાન્ય બજેટમાં પેટ્રોલ અને ડીઝન પર એક્સાઇઝ ડ્યૂટી અને સેસ લગાવવામાં આવી હતી. ત્યારબાદ બંનેની કિંમતમાં તેજી આવી છે. ઇન્ટરનેશનલ લેવલ પર WTI ક્રૂડ 25.63 ડોલર પ્રતિ બેરલ અને બ્રેંન્ટ ક્રૂડ 57.73 ડોલર પ્રતિ બેરલના સ્તર પર ચાલી રહ્યું છે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે