Petrol Rate: ટાંકી ફૂલ કરાવવાના દિવસો નજીક...પેટ્રોલ-ડીઝલના ભાવમાં જલદી ઘટાડો થવાના સંકેત!, જાણો કારણ 

Petrol Diesel Price Today: ઓઈલ કંપનીઓએ માર્ચમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મામૂલી ઘટાડો  કર્યો હતો પરંતુ આ કાપ એટલો નહતો કે લોકોને રાહત મળે. પરંતુ હવે એવી આશા જાગી છે કે આવનારા સમયમાં પેટ્રોલ (Petrol)  અને ડીઝલના ભાવમાં  ધરખમ ઘટાડો થઈ શકે છે. હકીકતમાં ઓઈલ નિકાસકાર દેશોના સંગઠન (OPEC) અને સહયોગી દેશ ઓઈલ ઉત્પાદન ધીરે ધીરે વધારવા પર સહમત થયા છે. 
Petrol Rate: ટાંકી ફૂલ કરાવવાના દિવસો નજીક...પેટ્રોલ-ડીઝલના ભાવમાં જલદી ઘટાડો થવાના સંકેત!, જાણો કારણ 

નવી દિલ્હી: Petrol Diesel Price Today: ઓઈલ કંપનીઓએ માર્ચમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મામૂલી ઘટાડો  કર્યો હતો પરંતુ આ કાપ એટલો નહતો કે લોકોને રાહત મળે. પરંતુ હવે એવી આશા જાગી છે કે આવનારા સમયમાં પેટ્રોલ (Petrol)  અને ડીઝલના ભાવમાં  ધરખમ ઘટાડો થઈ શકે છે. હકીકતમાં ઓઈલ નિકાસકાર દેશોના સંગઠન (OPEC) અને સહયોગી દેશ ઓઈલ ઉત્પાદન ધીરે ધીરે વધારવા પર સહમત થયા છે. 

દરરોજ 20 લાખ બેરલ ઉત્પાદન થશે
ઓઈલ ઉત્પાદક દેશો (OPEC) નું કહેવું છે કે તેમણે નિર્ણય લીધો છે કે મે મહિનાથી જુલાઈ દરમિયાન પ્રતિ દિન 20 લાખ બેરલ ઉત્પાદન વધારવામાં આવશે, OPEC નું કહેવું છે કે કોરોના મહામારીથી બહાર આવતી વૈશ્વિક અર્થવ્યવસ્થાને જોતા અમે આ પગલું લઈ રહ્યા છીએ. OPEC દેશોએ ઉત્પાદનમાં કાપ કર્યો હતો, જેના કારણે ક્રુડ ઓઈલના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી હતી. 

કેવી રીતે વધશે ઉત્પાદન
OPEC મેમાં 3.5 લાખ બેરલ પ્રતિ દિન, 3.5 લાખ બેરલ પ્રતિદિન જૂનમાં અને 4 લાખ બેરલ જુલાઈમાં ક્રુડ ઓઈલનું ઉત્પાદન  કરશે. આ બધા વચ્ચે સાઉદી અરબે કહ્યું કે તે પોતે 10 લાખ બેરલ પ્રતિદિન વધારાનું ઉત્પાદન ચાલુ કરશે. 

ઓછા થશે પેટ્રોલ ડીઝલના ભાવ
ક્રુડ ઓઈલના ઉત્પાદનમાં વધારો થવાથી કિંમતોમાં નરમી આવશે જેની સીધી અસર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પર જોવા મળી શકે છે. અત્રે જણાવવાનું કે ભારત ક્રુડ ઓઈલ મામલે મોટાભાગે બીજા દેશોથી આયાત પર નિર્ભર છે. ભારત પોતાની જરૂરિયાતનો 80  ટકા જથ્થો આયાત કરે છે. 

ક્રુડ ઓઈલના ભાવ 64 ડોલર પાર પહોંચ્યો
અત્રે જણાવવાનું કે ગત મહિને માર્ચ મહિના બાદથી જ્યારે દુનિયામાં કોરોના મહામારી ચરમસીમાએ હતી ત્યારે ક્રુડના ભાવ 30 ડોલર પ્રતિ ડોલર આવી ગયા હતા. આજે ભાવ 64 ડોલર પ્રતિ ડોલર ઉપર છે. કોરોના મહામારી દરમિયાન માગણી ઘટવાના કારણે ક્રુડ ઓઈલના ભાવ ઘણા વધી ગયા હતા. આથી OPEC દેશોએ ગત વર્ષે ઉત્પાદન ઘટાડવાનો નિર્ણય લીધો હતો. 

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ઓપેક દેશોને ક્રુડ ઓઈલનું ઉત્પાદન વધારવાની અપીલ કરી હતી જેથી કરીને ભાવમાં સ્થિરતા આવી શકે. પરંતુ તેલ નિકાસકાર દેશોએ કોઈ યોગ્ય જવાબ આપ્યો નહતો. ત્યારે સાઉદી અરબે કહ્યું હતું કે ગત વર્ષે જ્યારે ક્રુડ ઓઈલના ભાવ તૂટ્યા હતા તે સમયે ખરીદી કરાયેલા ઓઈલનો ઉપયોગ ભારત કરી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news