Petrol Price Today: મજા આવશે ફરવાની! સવાર સવારમાં પેટ્રોલના ભાવ જાણી રાહત થશે, જાણો ગુજરાતમાં 1 લીટર પેટ્રોલનો લેટેસ્ટ ભાવ

પેટ્રોલ અને ડીઝલના લેટેસ્ટ રેટ આજે સવારે બહાર પડી ગયા છે. બરાબર 6 વાગે રોજની જેમ ઈંધણના નવા રેટ જાહેર થયા. આજે ઈંધણના ભાવમાં ક્યાંક ક્યાંક મામૂલી ફેરફાર થયો છે.

Petrol Price Today: મજા આવશે ફરવાની! સવાર સવારમાં પેટ્રોલના ભાવ જાણી રાહત થશે, જાણો ગુજરાતમાં 1 લીટર પેટ્રોલનો લેટેસ્ટ ભાવ

પેટ્રોલ અને ડીઝલના લેટેસ્ટ રેટ આજે સવારે બહાર પડી ગયા છે. બરાબર 6 વાગે રોજની જેમ ઈંધણના નવા રેટ જાહેર થયા. આજે ઈંધણના ભાવમાં ક્યાંક ક્યાંક મામૂલી ફેરફાર થયો છે. ગુજરાતમાં જો કે ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. મોંઘવારીના સમયમાં જો પેટ્રોલના પણ ભાવ વધે તો સામાન્ય જનતા માટે બજેટ વધી જાય તો ઘરના બે છેડા ભેગા કરવા મુશ્કેલ થઈ પડે. ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ફેરફાર થતા સમગ્ર ભારતમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પરંતુ ટેક્સ સિસ્ટમના પગલે રાજ્યો અને શહેરોમાં ઈંધણના ભાવ અલગ અલગ હોઈ શકે છે. જાણો લેટેસ્ટ રેટ. 

અત્રે જણાવવાનું કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પહેલા દર બે અઠવાડિયે ફેરફાર થતો હતો. દર મહિનાની 1 અને 16 તારીખે તેમાં ફેરફાર થતો હતો પરંતુ જૂન 2017થી હવે દરરોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલના લેટેસ્ટ ભાવ જાહેર કરાય છે. આજે પણ નવા ભાવ જાહેર થયા. જાણો ચાર મહાનગરો ઉપરાંત દેશના અન્ય રાજ્યોમાં પણ આજે પેટ્રોલ અને ડીઝલ શું ભાવે મળી રહ્યું છે. 

મહાનગરોમાં પેટ્રોલ ડીઝલનો ભાવ
દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.72 રૂપિયા પ્રતિ લીટર છે જ્યારે ડીઝલનો ભાવ 87.62 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ જોઈએ તો પેટ્રોલનો ભાવ 103.94 રૂપિયા અને ડીઝલનો ભાવ 89.97 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલ 103.94 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 90.76 રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નાઈમાં પેટ્રોલ 100.85 રૂપિયા અને ડીઝલ 92.44 રૂપિયા પ્રતિ લીટર છે. 

રાજ્યોમાં પેટ્રોલનો ભાવ 

રાજ્યો પ્રમાણે ભાવ પેટ્રોલ
   

આંદમાન નિકોબાર

 
આંંધ્ર પ્રદેશ 109.51
અરુણાચલ પ્રદેશ 93.48
અસમ 97.44
બિહાર 107.17
ચંડીગઢ 94.24
છત્તીસગઢ 101.52
દાદરા નગર હવેલી 92.51
દમણ અને દીવ 92.39
દિલ્હી 94.72
ગોવા  
ગુજરાત 94.44
હરિયાણા 95.46
હિમાચલ પ્રદેશ 101.09
જમ્મુ અને કાશ્મીર  
ઝારખંડ 98.17
કર્ણાટક 103.5
કેરળ 106.4
મધ્ય પ્રદેશ 107.52
મહારાષ્ટ્ર 104.05
મણિપુર 99.18
મેઘાલય 94.92
મિઝોરમ 99.24
નાગાલેન્ડ 96.61
ઓડિશા 102.73
પુડુચેરી 94.03
પંજાબ 97.57
રાજસ્થાન 104.69
સિક્કિમ 101.5
તમિલનાડુ 101.57
તેલંગણા 109.57
ત્રિપુરા 97.47
ઉત્તર પ્રદેશ 94.65
ઉત્ત્તરાખંડ 93.78
પશ્ચિમ બંગાળ 106.18
   

કઈ બાબતોના આધારે નક્કી થાય છે પેટ્રોલ-ડીઝલનો ભાવ?
પેટ્રોલ-ડીઝલનો ભાવ મુખ્ય ચાર બાબતોના આધારે નક્કી કરવામાં આવે છે.
1) કાચા તેલની કિંમત એટલે કે, આંતરરાષ્ટ્રિય બજારોમાં ક્રૂડ ઓઈલનો ભાવ
2) રૂપિયા પ્રમાણે અમેરિકી ડોલરની કિંમત
3) કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વસૂલવામાં આવતો ટેક્સ
4) દેશમાં ફ્યુલની માગ કેટલી છે તેને પણ ધ્યાને લેવાય છે.

આ રીતે તમે ઘરે બેઠા ભાવ ચેક કરી શકો છો-
તમે તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સરળતાથી જાણી શકો છો. આ માટે ઓઈલ માર્કેટિંગ કંપનીઓની વેબસાઈટ પર જવું પડશે અથવા SMS મોકલવો પડશે. જો તમે ઈન્ડિયન ઓઈલના ગ્રાહક છો તો તમે RSP સાથે 9224992249 નંબર પર SMS મોકલી શકો છો અને જો તમે BPCL ગ્રાહક છો તો RSP લખીને 9223112222 નંબર પર SMS મોકલી શકો છો.

OMCs કિંમતો બહાર પાડે છે-
તમને જણાવી દઈએ કે દરરોજ સવારે 6.30 વાગ્યે દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરે છે. જો કિંમત બદલાય છે તો તે વેબસાઇટ પર અપડેટ થાય છે. વાસ્તવમાં છેલ્લા ઘણા દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. જોકે, 22 મે, 2022થી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા જેવી કંપનીઓ તેમની વેબસાઈટ પર પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. તમે ઘરે બેઠા પણ તેલની કિંમત ચકાસી શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news