કેમ વધી રહ્યાં છે Petrol-Diesel ના ભાવ? પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યા બે મોટા કારણ
કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીએ આગળ કહ્યું કે, અમે સતત ઓપેક (OPEC) અને ઓપેક પ્લસ દેશોને આગ્રહ કરી રહ્યાં છીએ કે આમ ન થવું જોઈએ. અમને આશા છે કે તેમાં જલદી ફેરફાર થશે.
Trending Photos
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા ઘણા દિવસથી પેટ્રોલ અને ડીઝલ (Petrol and Diesel) ના ભાવ નવા રેકોર્ડ બનાવી રહ્યાં છે. તે પણ ત્યારે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત ખુબ ઓછી છે. આ સમયે દેશના લોકો એક લીટર કાચા તેલ (ક્રૂડ ઓયલ) ની તુલનામાં પેટ્રોલ માટે ચાર ગણા પૈસા આપી રહ્યાં છે. આ વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિમય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન (Petroleum Minister Dharmendra Pradhan) એ સતત પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ માટે બે મોટા કારણ જણાવ્યા છે.
કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને (Petroleum Minister Dharmendra Pradhan) જણાવ્યુ કે, ઈંધણની કિંમત વધવા પાછળ બે મુખ્ય કારણ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ઈંધણનું ઉત્પાદન ઓછુ કરી દેવામાં આવ્યું છે અને વધુ લાભ પ્રાપ્ત કરવા માટે વિનિર્માણ દેશ ઓછા ઈંધણનું ઉત્પાદન કરી રહ્યાં છે. તેનાથી દેશની જનતા ત્રસ્ત છે.
There are two main reasons behind fuel price rise. International market has reduced fuel production & manufacturing countries are producing less fuel to gain more profit. This is making the consumer countries suffer: Union Petroleum Minister Dharmendra Pradhan (1/4) pic.twitter.com/SA9u9RBkeb
— ANI (@ANI) February 21, 2021
કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીએ આગળ કહ્યું કે, અમે સતત ઓપેક (OPEC) અને ઓપેક પ્લસ દેશોને આગ્રહ કરી રહ્યાં છીએ કે આમ ન થવું જોઈએ. અમને આશા છે કે તેમાં જલદી ફેરફાર થશે.
પ્રધાને કહ્યુ, 'અન્ય એક કારણ કોવિડ (Covid) છે. આપણે વિભિન્ન વિકાસ કાર્યો કરવાના છે. તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર ટેક્સ એકત્ર કરે છે. વિકાસ કાર્યો પર ખર્ચ કરવાતી વધુ રોજગાર ઉભો થશે. સરકારે પોતાના રોકાણમાં વૃદ્ધિ કરી છે અને આ બજેટમાં 34% ટકા વધુ મૂળીનો ખર્ચ કરવામાં આવશે.'
તેમણે આગળ કહ્યું, રાજ્ય સરકારના ખર્ચમાં પણ વૃદ્ધિ થશે. આ કારણ છે કે અમારે આ કરની જરૂરીયાત છે પરંતુ સંતુલનની પણ જરૂરીયાત છે. મારૂ માનવુ છે કે નાણામંત્રી કોઈ રસ્તો કાઢી શકે છે.
દેશમાં અનેક જગ્યાએ પેટ્રોલ 100ને પાર
ઉલ્લેખનીય છે કે દેશના કેટલાક ભાગમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાને પાર કરી ગયા છે. મધ્યપ્રદેશની આર્થિક રાજધાની ઈન્દોરમાં પ્રીમિયમ પેટ્રોલ 101.38 રૂપિયા પ્રતિ લીટરે વેચાઈ રહ્યું હતું. તો રાજસ્થાનના ગંગાનગરમાં પણ ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે