પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી ઘટાડો, આ છે આજની કિંમત
ક્રુડ ઓઇલની કિંમતમાં ઘટાડો થતા સ્થાનિક સ્તરે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ગુરુવારે ઘટાડો જોવા મળ્યો છે. આ પહેલાં સતત ચાર દિવસ સુધી પેટ્રોલ-ડીઝલના ભાવમાં સ્થિરતા જોવા મળી હતી.
Trending Photos
નવી દિલ્હી : ક્રુડ ઓઇલની કિંમતમાં ઘટાડો થતા સ્થાનિક સ્તરે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ગુરુવારે ઘટાડો જોવા મળ્યો છે. આ પહેલાં સતત ચાર દિવસ સુધી પેટ્રોલ-ડીઝલના ભાવમાં સ્થિરતા જોવા મળી હતી. ગુરુવારે દિલ્હીમાં પેટ્રોલના રેટમાં બુધવારની સરખામણીમાં 8 પૈસા અને અને ડીઝલમાં 6 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો જોવા મળ્યો છે. આ સાથે જ દિલ્હીમાં પેટ્રોલ 70.35 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 64.33 રૂપિયા પ્રતિ લીટરના સ્તર સુધી પહોંચી ગયું. આ પહેલાં બુધવારે પેટ્રોલ 70.43 રૂપિયા અને ડીઝલ 64.39 રૂપિયા પ્રતિ લીટર હતું.
ગુરુવારે દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત 70.35 રૂપિયા અને ડીઝલની કિંમત 64.33 રૂપિયા છે. મુંબઈમાં પેટ્રોલ 76.04 રૂપિયા અને ડીઝલ 67.45 રૂપિયા, કોલકાતામાં પેટ્રોલ 72.61 રૂપિયા અને ડીઝલ 66.25 રૂપિયા, ચેન્નાઇમાં પેટ્રોલ 73.09 રૂપિયા અને ડીઝલ 68.06 રૂપિયા, નોઇડામાં પેટ્રોલ 70.45 રૂપિયા અને ડીઝલ 63.91 રૂપિયા તેમજ ગુરુગ્રામમાં પેટ્રોલ 70.69 રૂપિયા અને ડીઝલ 63.74 રૂપિયા પ્રતિ લીટર છે.
શહેરના નામ પેટ્રોલ/લીટર ડીઝલ/લીટર
- દિલ્હી ₹70.35 ₹64.33
- મુંબઈ ₹76.04 ₹67.45
- કોલકાતા ₹72.61 ₹66.25
- ચેન્નાઇ ₹73.09 ₹68.06
- નોઇડા ₹70.45 ₹63.91
- ગુરુગ્રામ ₹70.69 ₹63.74
જાણકારોનું માનવું છે કેઆવનારા દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના રેટમાં પણ ઘટાડો થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલનો ભાવ ઘટી રહ્યો છે. ગુરુવારે સવારે ડબલ્યુટીઆઇ ક્રુડ મામુલી તેજી સાથે 51.23 ડોલર પ્રતિ બેરલના સ્તર પર જોવા મળ્યું હતું. આ સાથે જ બ્રેન્ડ ક્રુડ પણ 60.17 ડોલર પ્રતિ બેરલના સ્તર પર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે