83 દિવસ બાદ દેશભરમાં વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો શું છે નવા ભાવ
પેટ્રોલ-ડીઝલના કિંમતમાં ઓઇલ કંપનીઓ નિયમિત સમયે વિમાન ઇંધણ અને ઘરેલૂ રસોઇ ગેસ (એલપીજી)ની કિંમતોમાં ફેરફાર કરે છે. પરંતુ 16 માર્ચથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર હતા. તેના કારણ આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઉતાર-ચઢાવ હતો.
Trending Photos
નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રવિવારે 83 દિવસ બાદ 60 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. સરકારી કંપનીઓએ પરિપત્રના અનુસાર શનિવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવ 71.26 રૂપિયથી વધારીને 71.86 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા, આ પ્રકારે ડીઝલના ભાવની કિંમત 69.39 રૂપિયાથી વધારીને 69.99 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે.
એક અધિકારીએ કહ્યું કે પેટ્રોલ-ડીઝલના કિંમતમાં ઓઇલ કંપનીઓ નિયમિત સમયે વિમાન ઇંધણ અને ઘરેલૂ રસોઇ ગેસ (એલપીજી)ની કિંમતોમાં ફેરફાર કરે છે. પરંતુ 16 માર્ચથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર હતા. તેના કારણ આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઉતાર-ચઢાવ હતો.
સરકાર પેટ્રોલ અને ડીઝલના ઉત્પાદ શુલ્ક ત્રણ રૂપિયા પ્રતિ લીટર વધાર્યા બાદ તેની કિંમતો સ્થિર થઇ ગઇ હતી. ત્યારબાદ સરકારે 6મે ના રોજ પેટ્રોલ પર 10 અને ડીઝલ પર 13 રૂપિયા પ્રતિ લીટરની ઉત્પાદન શુલ્ક વધારી છતં તેની કિંમત સ્થિર હતી.
ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં રેકોર્ડ નિચલા સ્તર પર જતાં કંપનીઓને જે ફાયદો થયો. તેનાથી સરકાર તરફથી વધારવામાં આવેલા ઉત્પાદન શુલ્કની વધારો કર્યો. ત્યારબાદ મુંબઇ અને કલકત્તામાં પેટ્રોલની કિંમત 59 પૈસ વધીને ક્રમશ: 78.91 રૂપિયા અને 73.89 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગઇ છે.
ડીઝલના ભાવની વાત કરીએ તો મુંબઇમાં તેની કિંમત 58 પૈસા વધીને 68.79 રૂપિયા અને કલકત્તામાં 55 પૈસા વધીને 66.77 રૂપિયા કરી દીધી છે. ચેન્નઇમાં, કિંમત 68.22 રૂપિયાથી વધારીને 68.74 રૂપિયા થઇ ગઇ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે