Free થયું લાઇટ બિલ! પુરેપુરા પૈસા પરત કરી રહી છે કંપની, પેમેન્ટ કરતાં જ આવી જશે કેશબેક
Free Electricity: તમારા ઘરનું લાઇટ બિલ દર મહિને વધીને આવે છે તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે પેટીએમ એવી ધુઆંધાર ઓફર લઇને આવ્યું છે જેના લીધે વિજળીનું બિલ ભરશો તો પૈસા જરૂર કપાશે પરંતુ ફરીથી એકાઉન્ટમાં પરત આવી જશે.
Trending Photos
Electricity Bill Payment For Users: તમારી સાથે ક્યારેય એવું થયું છે કે તમે વિજળીનું બિલ ભર્યું હોય અને પુરેપુરા પૈસા ફરીથી તમારા એકાઉન્ટમાં આવી જાય. આ વાત કદાચ કોઇને પણ મજાક લાગી શકે છે પરંતુ હવે હકિકતમાં એવું થઇ રહ્યું છે જ્યારે લાઇટબિલ ભર્યા બાદ પુરા પૈસા એકાઉન્ટમાં મોકલવામાં આવી રહ્યા છે અને આ પ્રકારે તમારા ઘરનું લાઇટ બિલ સંપૂર્ણ રીતે ફ્રી થઇ જશે.
આ ઓફર Paytm આપી રહ્યું છે જેના વિશે જાણ્યા પછી કદાચ તમે પણ આશ્વર્ય પામશો. મોંઘા વિજ બિલથી પરેશાન લોકો પેટીએમ મોટા રાહતના સમાચાર લઇને આવ્યું છે. પેટીએમએ વિજ બિલ પર 100 ટકા સુધી કેશબેકની ઓફર લોન્ચ કરી છે. એટલે કે ઘરેબેઠા તમે ફ્રી વિજળીનો લાભ ઉઠાવી શકો છો. પેટીએમ યૂઝર્સ માટે Bijlee Days ની શરૂઆત કરી છે. જેમાં તમને વિજળીના બિલની ચૂકવણી પર સો ટકા કેશબેક મળી રહ્યું છે. કેશબેકની ઉપરાંત કંપની રિવોર્ડ પોઇન્ટ્સ, ડિસ્કાઉન્ટ વાઉચર્સ પણ ઓફર કરી રહ્યું છે. આવો તમને પેટીએમની આ ઓફર્સ વિશે જણાવીએ...
પેટીએમ બિજલી ડેના અંતગર્ત કંપની પોતાના યૂઝર્સને દર મહિને 10 થી 15 તારીખ વચ્ચે વિજળી બિલની ચૂકવણી પર એક-એકથી ચઢિયાતી ઓફર આપે છે. જો તમે આ ટાઇમલાઇન વચ્ચે પેટીએમ દ્વારા પોતાના વિજ બિલની ચૂકવણી કરો છો તો દરરોજ ઓછામાં ઓછા 50 યુઝર્સને બીજલી ડેઝ દરમ્યાન ઓછામાં ઓછા રૂ.2,000 સુધીનું 100 ટકા કેશબેક આપવામાં આવશે. આ ઉપરાંત કંપનીએ શોપીંગ અને ટ્રાવેલ બ્રાન્ડઝના ડિસ્કાઉન્ટ વાઉચર આપવાની ખાત્રી આપી છે.
આ પણ વાંચો: Spinach: સારા સ્વાસ્થ્યના ચક્કરમાં વધુ પડતી ખાશો નહી પાલક, થશે આ નુકસાન
આ પણ વાંચો: Disha Patani જેવી Strong Body બનાવવી હોય તો ખાવ ફણગાવેલી મગફળી, થશે બીજા ઘણા ફાયદા
આ પણ વાંચો: જાપાની નુસખા: જાણો જાપાની મહિલાની ગ્લોઈંગ સ્કીન અને યુવાની રહસ્ય
કેવી રીતે મળશે કેશબેકનો લાભ
આ ઉપરાંત પેટીએમ સાથે 'ELECNEW200' કોડનો ઉપયોગ કરીને વિજળી બીલની ચૂકવણી કરનારને રૂ.200 સુધીનો કેશબેક આપવામાં આવશે. પેટીએમ યુપીઆઈ, પેટીએમ વૉલેટ, ક્રેડિટ કાર્ડ, ડેબીટ કાર્ડ અને નેટ બેંકીંગના વિકલ્પ વડે વિજળી બીલની ચૂકવણી થઈ શકશે. યુઝર્સને પેટીએમ પોસ્ટપેઈડ પણ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે અને તેની મારફતે તે પોતાની અનુકૂળતા મુજબ બીલની રકમ ચૂકવી શકશે.
1. પેટીએમ એપ્પના હોમ પેજ ઉપર જઈને ‘રિચાર્જીસ અને બીલ પેમેન્ટસ’ક્લિક કરો અને ‘ઈલેક્ટ્રીસિટી’ પસંદ કરો.
2. લાગુ પડતું રાજ્ય અને ઈલેક્ટ્રીસિટી બોર્ડ પસંદ કરો.
3. તમારો ગ્રાહક ઓળખ નંબર એન્ટર કરો (સીએ નંબર, ગ્રાહક નંબર, ખાતા નંબર વગેરે નામે ઓળખવામાં આવે છે) અને ‘પ્રોસીડ’ ક્લીક કરો.
4. ચૂકવણીની પધ્ધતિની પસંદગી કરીને ચૂકવણીમાં આગળ વધો.
5. સફળતાપૂર્વક વિજળી બીલ ચૂકવાઈ જતાં યુઝર્સને નોટીફાય કરવામાં આવશે.
ભારતના વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સહિત મોખરાના રાજ્યોમાં બીએસઈએસ રાજધાની, ટોરેન્ટ પાવર લિમિટેડ, ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશન લિમિટેડ અને તાતા પાવર સહિત 70થી વધુ ઓપરેટરોએ યુઝર્સને બીલની ચૂકવણી માટે સુગમતા પૂરી પાડવામાં આવી છે. પેટીએમ દ્વારા ઓટોમેટિક પેમેન્ટ એલર્ટસ પણ આપવામાં આવશે કે જેથી યુઝર્સ તેમના વિજળી બીલોને ટ્રેક કરી શકે. યુઝર્સ તેમના ઘર, ઓફિસ, પરિવાર અને મિત્રો સહિતના વિવિધ વિજળી બીલ આ એપ્પ પરથી ભરી શકશે. ઓટો-પે ફીચરને કારણે યુઝર્સના ખાતામાંથી બીલની રકમ આપમેળે કપાઈ જશે.
આ પણ વાંચો: લગ્ન પહેલાં આ વસ્તુઓને ડાયટમાં કરો સામેલ, પાર્લર જવાની જરૂર નહી પડે
આ પણ વાંચો: સ્વેટર પહેરીને સૂવાના ગેરફાયદા, સુધારી દેજો ટેવ નહીંતર મુશ્કેલીમાં મુકાશો
આ પણ વાંચો: દુનિયાની સૌથી પહેલી પોર્ન સ્ટારની દર્દનાક કહાની, વાંચીને રૂવાડાં ઉભા થઇ જશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે