1 જાન્યુઆરી 2020થી બદલાઇ રહી છે 10 વસ્તુઓ, જાણો શું થશે સસ્તું અને શું મોંઘું?
1 જાન્યુઆરી 2020થી કેટલાક નિયમો પણ લાગૂ થવાના છે. તેમાં આધાર, એટીએમ, ઇંશ્યોરન્સ જેવી મહત્વપૂર્ણ વસ્તુઓ પણ સામેલ છે. તેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. આવો જાણીએ 1 જાન્યુઆરી 2020થી શું-શું બદલાઇ રહ્યું છે અને કયા-કયા નવા નિયમ લાગૂ થવાના છે.
Trending Photos
નવી દિલ્હી: નવું વર્ષ ( New Year 2020) તમારા જીવન સાથે જોડાયેલી કેટલીક વસ્તુઓમાં ફેરફાર થનાર છે. ખાસકરીને નાણાકીય, પર્સનલ ફાઇનાન્સના મામલે અસર પડશે.
1 જાન્યુઆરી 2020થી બદલાઇ રહી છે 10 વસ્તુઓ, જાણો શું થશે સસ્તું અને શું મોંઘુ?
1 જાન્યુઆરી 2020થી કેટલાક નિયમો પણ લાગૂ થવાના છે. તેમાં આધાર, એટીએમ, ઇંશ્યોરન્સ જેવી મહત્વપૂર્ણ વસ્તુઓ પણ સામેલ છે. તેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. આવો જાણીએ 1 જાન્યુઆરી 2020થી શું-શું બદલાઇ રહ્યું છે અને કયા-કયા નવા નિયમ લાગૂ થવાના છે.
સોનાના દાગીના માટે બદલાઇ જશે નિયમ
નવા વર્ષમાં સોનાની દાગીના ખરીદવા માટે નિયમોમાં ફેરફાર થઇ શકે છે. સરકાર નવા વર્ષથી ઘરેણાના હોલમાર્કિંગ ફરજિયાત કરવા જઇ રહી છે. આખા દેશમાં નવા નિયમ 15 જાન્યુઆરી 2021 સુધી લાગૂ થશે. અત્યારે સોનાના ઘરેણા પર હોલમાર્કિંગ સ્વૈચ્છિક છે. હોલમાર્ક સોનાની શુદ્ધતાનું પ્રમાણ છે. સાચો હોલમાર્ક ન હોય તો જ્વેલરને નોટિસ જાહેર કરી શકાય છે.
સીનિયર સિટિઝન સેવિંગ સ્કીમના નિયમમાં ફેરફાર
સીનીયર સિટિઝન સેવિંગ સ્કીમ (SCSS) હેઠળ 60ની ઉંમરમાં નિવૃત થનાર વ્યક્તિ રોકાણ કરી શકે છે. આ ખાતું લગભગ 5 વર્ષમાં મેચ્યોર થઇ જાય છે. તેથી હવે 5 વર્ષ પહેલાં પૈસા ઉપાડવા શક્ય નથી. SCSS બેન્ક FD કરતાં વધુ વ્યાજ મળે છે.
ઇંશ્યોરન્સ પોલિસી સાથે જોડાયેલા બદલાશે આ નિયમ
1 ફેબ્રુઆરી 2020થી લાઇફ ઇંશ્યોરન્સ પોલિસીના નિયમ બદલાઇ જશે. IRDA વિમા કંપનીઓને આદેશ આપી ચૂકી છે. આ ફેરફાર લિંક્ડ, નોન લિંક્ડ ઇંશ્યોરન્સ પોલીસીમાં જશે. નવા નિયમ લાગૂ થતાં પ્રીમિયમ મોંઘા થઇ જશે અને ગેરેન્ટી પણ થોડું ઓછું થઇ શકે છે. પોલીસી મેચ્યોરિટી પર ઉપાડની સીમા 33% થી વધારીને 60% થવાની છે. પોલીસી લેનારને ગેરેન્ટી રિટર્નનો વિકલ્પ પણ મળશે. યૂલિપ રોકાણકારો માટે મિનિમમ લાઇફ કવર ઘટી જશે.
નવા વર્ષે મોંઘી થશે ગાડીઓ
1 જાન્યુઆરી 2020થી બધી ગાડીઓ મોંઘી થઇ જશે. તમામ ઓટો કંપનીઓ કિંમતમાં વધારો કરશે. BS-VI લાગૂ થયા બાદ ખર્ચ વધવાના કારણે કિંમત વધશે. મારૂતિ અને ટાટા, હ્યુન્ડાઇ જેવી કંપનીઓ પહેલાં જ જાહેરાત કરી ચૂકી છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ પણ ભાવ વધારવાની વાત કહી છે. ગાડીઓના ભાવ વધવાના લીધે ડોલરના મુકાબલે રૂપિયો નબળો થયો છે.
ફ્રીજ, એસી પણ થશે મોંઘા
નવા વર્ષમાં ફ્રીજ, એસીના ભાવ વધી જશે. લગભગ 6000 રૂપિયા સુધી ફ્રીજ મોંઘુ થઇ જશે. 5 સ્ટાર એસી, 165 લીટર ઉપરના ફ્રીજના ભાવમાં વધારો થશે. નવા એનર્જી લેવલિંગ નોર્મ્સ લાગૂ થવાના લીધે હવે એસી અને ફ્રીજમાં કૂલિંગ માટે ફોન જગ્યાએ વેક્યૂમ પેનલનો ઉપયોગ થશે.
નવા વર્ષથી ફાસ્ટૈગ જરૂરી
રાષ્ટ્રીય રાજમાર્ગો પર ઇલેક્ટ્રોનિક રૂપથી ટોલ કલેક્શન શરૂ થઇ ગયું છે. 15 જાન્યુઆરીથી બધી ગાડીઓ પર ફાસ્ટૈગ જરૂરી થઇ જશે. હાઇવે પર ટોલ પરથી પસાર થનાર તમામ વાહનો પર ફાસ્ટૈગ જરૂરી હશે. અત્યાર સુધી 1 કરોડ ફાસ્ટૈગ ઇશ્યૂ થઇ ગયા છે. ફાસ્ટૈગ લેન પરથી ફક્ત ટેગ લાગેલી ગાડીઓ જ પસાર થશે. જો ફાસ્ટૈગ વિનાની ગાડીઓ ફાસ્ટૈગ લેન પરથી પસાર થશે તો તેમને બમણો ટોલ ચૂકવવો પડશે.
લાગૂ થશે એક રાષ્ટ્ર, એક રાશન કાર્ડ
સરકારે રાશન કાર્ડનો સ્ટાન્ડર્ડ ફોર્મેટ તૈયાર કરવામાં આવ્યું છે. યોજના હેઠળ એક જગ્યાએથી બીજી જગ્યાએ કાર્ડનો લાભ લેવા માટે નવા રાશન કાર્ડની જરૂર નહી પડે. આગામી વર્ષથી 1 જૂન 2020થી આ નિયમો લાગૂ કરવામાં આવશે. જૂના કાર્ડના આધારે જ ગ્રાહકોને રાશન મળી શકશે. સાથે જ કોઇપણ દુકાનમાંથી રાશન ખરીદવાની છૂટ મળશે.
પાન કાર્ડ થઇ જશે રદ
1 જાન્યુઆરીથી સૌથી મોટો ફેરફાર પાન કાર્ડને લઇને થશે. 31 ડિસેમ્બર સુધી પાન-આધાર લીંક ન થતાં 1 જાન્યુઆરીથી તમારું પાન કાર્ડ કામ નહી કરે. તેને ઇનએક્ટિવ કેટેગરીમાં નાખી દેવામાં આવશે. એટલે કે તમારા માટે પાન કાર્ડ નકામું થઇ જશે. જો તમારું પાન કાર્ડ માન્ય નહી તો તમે ઇનકમ ટેક્સ, રોકાણ અથવા લોન સાથે સંકળાયેલા કામ કરી શકશો નહી.
બંધે થઇ જશે ડેબિટ-ક્રેડિટ કાર્ડ
ભારતીય સ્ટેટ બેન્ક (SBI)એ પોતાના બધા ગ્રાહકોને મેગ્નેટિક સ્ટ્રિપ ડેબિટ કાર્ડને EMV ચિપમાં ટ્રાંસફર કરવા માટે કહ્યું છે. SBI એ EMV ચિપ અને પિન બેસ્ડવાળા ડેબિટ કાર્ડ ઇશ્યૂ કરવાનું શરૂ કરી દીધું છે. બેન્કે ડેબિટ કાર્ડ બદલવાનીની અંતિમ તારીખ 31 ડિસેમ્બર 2019 નક્કી કરી છે. આમ ન થતાં તમારું કાર્ડ બ્લોક કરવામાં આવશે. એટીએમ મશીનમાંથી પૈસા ઉપાડી શકશો નહી.
બંધ થઇ મોદી સરકારની આ સ્કીમ
1 જાન્યુઆરી 2020થી 'સબકા વિશ્વાસ સ્કીમ' બંધ થવા જઇ રહી છે. નાણાકીય વર્ષ 2019-20ના સામાન્ય બજેટમાં સબકા વિશ્વાસ સ્કીમની શરૂઆત કરી હતી. નાણા મંત્રાલયે Indirect tax ને પેન્ડીંગ વિવાદોને ઉકેલવા માટે આ યોજના બનાવી હતી. આ સ્કીમની અવધિ 31 ડિસેમ્બર 2019ના રોજ સમાપ્ત થઇ રહી છે. આ યોજના હેઠળ બાકી ટેક્સવાળાઓને સરકાર તરફથી ટેક્સમાં 70% રિબેટ મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે