ટીક ટીક સાથે ખતરાની ઘંટડી ! આ 13 કરોડ ગ્રાહકોના Pancard એકાઉન્ટ થશે બંધ, હવે છેલ્લી તક

Pan Card Holders Account Ban: 13 કરોડ પાન કાર્ડ ખાતાધારકોના ખાતા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. કેન્દ્ર સરકારે તેની છેલ્લી તારીખ જાહેર કરી દીધી છે. આવો જાણીએ શું છે આ મામલો?
 

ટીક ટીક સાથે ખતરાની ઘંટડી ! આ 13 કરોડ ગ્રાહકોના Pancard એકાઉન્ટ થશે બંધ, હવે છેલ્લી તક

નવી  દિલ્હીઃ Pan Card Users: માર્ચ મહિનો શરૂ થઈ ગયો છે. એલપીજીથી લઈને દૂધના ભાવ અને સરકારી વિભાગના ઘણા નિયમો બધું જ બદલાઈ ગયું છે. કેટલાક લોકો માટે ભારત સરકારે આ મહિનાની છેલ્લી તારીખ નક્કી કરી છે. તેમાંથી એક આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવાનું છે. વાસ્તવમાં, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) દ્વારા માહિતી આપવામાં આવી છે કે જો PAN ધારકો 31 માર્ચ સુધી સરકાર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન નહીં કરે તો તેમના વ્યવસાય અને ટેક્સ સંબંધિત સુવિધાઓ કામ કરવાનું બંધ કરી દેશે. સરળ શબ્દોમાં કહીએ તો, તેમના એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. જણાવી દઈએ કે કુલ 61 કરોડ પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN)માંથી અત્યાર સુધીમાં લગભગ 48 કરોડ યુનિક આઈડેન્ટિફિકેશન નંબર આધાર સાથે લિંક કરવામાં આવ્યા છે. 13 કરોડ લોકો એવા છે જેમના પાન-આધાર હજુ સુધી લિંક થયા નથી. હવે સરકારે આ લોકો માટે ખતરાની ઘંટડી વગાડી છે અને લિંક કરવાની છેલ્લી તારીખ પણ નક્કી કરી છે.

31 માર્ચ છેલ્લી તારીખ
જે લોકો 31 માર્ચ સુધી આ નહીં કરે તેઓને વ્યવસાય અને ટેક્સ સંબંધિત પ્રવૃત્તિઓમાં લાભ નહીં મળે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)ના અધ્યક્ષ નીતિન ગુપ્તાએ જણાવ્યું હતું કે હજુ 13 કરોડ PAN ને આધાર સાથે લિંક કરવાના બાકી છે, પરંતુ આ કામ 31 માર્ચની સમયમર્યાદા સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. સરકારે PANને આધાર સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે. આ માટે 31 માર્ચ 2023ની સમયમર્યાદા નક્કી કરીને એવું કહેવામાં આવ્યું છે કે આધાર સાથે લિંક ન હોય તેવા વ્યક્તિગત PAN આ તારીખ પછી નિષ્ક્રિય જાહેર કરવામાં આવશે. આ સાથે સરકારે કહ્યું છે કે વર્તમાન સમયથી 31 માર્ચ સુધી PAN ને આધાર સાથે લિંક કરવા માટે 1000 રૂપિયાની ફી ચૂકવવી પડશે.

જો કાર્ડ લિંક નહીં થાય તો નિષ્ક્રિય થઈ જશે
સીબીડીટીના વડાએ કહ્યું કે PANને આધાર સાથે લિંક કરવા અંગે અનેક જાગૃતિ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અને અમે આ સમયમર્યાદા ઘણી વખત લંબાવી છે. જો નિર્ધારિત તારીખ સુધીમાં PANને આધાર સાથે લિંક કરવામાં નહીં આવે, તો ધારક કર લાભો મેળવી શકશે નહીં કારણ કે તેનો PAN માર્ચ પછી માન્ય રહેશે નહીં. CBDTએ ગયા વર્ષે જાહેર કરેલા પરિપત્રમાં સ્પષ્ટ કર્યું છે કે એકવાર PAN નિષ્ક્રિય થઈ જાય તો સંબંધિત વ્યક્તિએ આવકવેરા કાયદા હેઠળ નિર્ધારિત તમામ પરિણામોનો સામનો કરવો પડશે. આમાં આવકવેરા રિટર્ન ફાઇલ ન કરવા અને બાકી રિટર્નની પ્રક્રિયા ન કરવા જેવી પરિસ્થિતિઓનો સમાવેશ થાય છે. આ સાથે, તેમણે કહ્યું કે PANને સામાન્ય ઓળખકર્તા બનાવવાની બજેટ જાહેરાત વ્યાપારી જગત માટે ફાયદાકારક રહેશે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બજેટમાં જાહેરાત કરી છે કે PANનો ઉપયોગ હવે સરકારી એજન્સીઓની ડિજિટલ સિસ્ટમમાં સામાન્ય ઓળખકર્તા તરીકે વ્યવસાયિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news