એકાએક 30% ચડી ગયો આ શેર, ખરીદવા માટે રોકાણકારોની રીતસરની પડાપડી, કારણ ખાસ જાણો

ઓરેકલ ફાઈનાન્શિયલ સર્વિસીસ સોફ્ટવેર (OFSS) ના શેર બીએસઈ પર 18 જાન્યુઆરીએ 30 ટકા ચડીને 6613.75 રૂપિયાના નવા રેકોર્ડ સ્તર પર જોવા મળ્યા. આ તેનું 52 વીકનું નવું હાઈ પણ બની ગયું. હાલ જો કે તેના શેર 1393.40 રૂપિયા ચડીને 6479.60 રૂપિયાના સ્તરે છે.

એકાએક 30% ચડી ગયો આ શેર, ખરીદવા માટે રોકાણકારોની રીતસરની પડાપડી, કારણ ખાસ જાણો

ઓરેકલ ફાઈનાન્શિયલ સર્વિસીસ સોફ્ટવેર (OFSS) ના શેર બીએસઈ પર 18 જાન્યુઆરીએ 30 ટકા ચડીને 6613.75 રૂપિયાના નવા રેકોર્ડ સ્તર પર જોવા મળ્યા. આ તેનું 52 વીકનું નવું હાઈ પણ બની ગયું. હાલ જો કે તેના શેર 1393.40 રૂપિયા ચડીને 6479.60 રૂપિયાના સ્તરે છે. અત્રે જણાવવાનું કે કંપનીના શેર બુધવારે 5087.40 રૂપિયાના સ્તરે બંધ થયા હતા. શેરોમાં આ તેજીની પાછળ ડિસેમ્બર 2023ના રોજ સમાપ્ત થયેલા ત્રિમાસિક માટે કંપનીનો મજબૂત રિપોર્ટ છે. વાત જાણે એમ છે કે ડિસેમ્બર ત્રિમાસિકમાં કંપનીનો નફો વાર્ષિક આધાર પર લગભગ 70 ટકા ચડીને 740.8 કરોડ રૂપિયા થઈ ગયો અને રેવન્યૂ 26 ટકા વધીને 1823.6 કરોડ રૂપિયા થઈ ગઈ. 

ક્લાઉડ ડીલની પણ અસર
ઓરેકલે ડિસેમ્બર ત્રિમાસિક દરમિયાન નેવી ફેડરલ ક્રેડિટ યુનિયન, યુએસએ સાથે એક ઐતિહાસિક ક્લાઉડ ડીલ પર સાઈન કરી છે અને મેનેજમેન્ટ્સને બધા સેક્ટર્સમાં એક મજબૂત ડીલ પાઈપલાઈન જોવા મળી રહી છે. ઓરેકલ ફાઈનાન્શિયલ નાણાકીય સેવા ઉદ્યોગને ઉત્પાદન અને સેવાઓ પ્રદાન કરે છે. મેનેજિંગ ડાઈરેક્ટર અને મુખ્ય કાર્યકારી અધિકારી મકરંદ પડલકરે કહ્યું કે કંપનીના ક્લાઉડ/સાસ અને ઓન પ્રિમાઈસીસ પરિનિયોજન મોડ બંને માટે તેમની ઉત્પાદન શ્રૃંખલામાં ત્રિમાસિક માટે લાઈસન્સ ફી પર હસ્તાક્ષર 49.5 મિલિયન ડોલર હતા. 

શું છે બ્રોકરેજનો મત
મીડિયા રિપોર્ટમાં આનંદ રાઠીને ટાંકીને કહેવાયું છે કે તેણે સાપ્તાહિક આધાર પર પ્રમુખ ડીઈએમએનું સારી રીતે પાલન કર્યું છે. થોડા અઠવાડિયા પહેલા તેણે પોતાના ગત સ્વિંગને તોડી નાખ્યું હતું અને તેના ઉપર કાયમ રહ્યો. દૈનિક સ્ટોકેસ્ટિક્સ એકવાર ફરીથી ઓવરબાય ઝોનમાં પ્રવેશી ગયો છે. જે મજબૂતીનો સંકેત છે. રોકાણકારો 5400 રૂપિયાના ટાર્ગેટ માટે 4900-5, 100 રૂપિયાના ક્ષેત્રમાં ખરીદી શકે છે. તેનો સ્ટોપ લોસ દૈનિક સમાપન આધાર પર 4800 રૂપિયા છે. 

 (Disclaimer: અહીં ફક્ત શેરના પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news