વધુ રડાવશે ડુંગળી! નાસિકની આ મંડીમાં 6 હજાર સુધી પહોંચ્યા ડુંગળીના ભાવ

દેશની સૌથી મોટી મંડી નાસિક જિલ્લાના લાસલગાવ આજે ડુંગળીના ભાવ ક્વિંટલ માટે 6 હજાર રૂપિયા સુધી પહોંચ્યા ગયા. રબીની ડુંગળીની સ્ટોરેજ ખતમ થઇ રહી છે. રબી ડુંગળીની આવક મંડીઓમાં ઘટી રહી છે. તો બીજી તરફ કમોસમી વરસાદે લાલ ડુંગળીને મોટું નુકસાન થયું છે જેથી દેસી ડુંગળીની આવક મંડીમાં ઓછી થઇ રહી છે.

વધુ રડાવશે ડુંગળી! નાસિકની આ મંડીમાં 6 હજાર સુધી પહોંચ્યા ડુંગળીના ભાવ

નાસિક: દેશની સૌથી મોટી મંડી નાસિક જિલ્લાના લાસલગાવ આજે ડુંગળીના ભાવ ક્વિંટલ માટે 6 હજાર રૂપિયા સુધી પહોંચ્યા ગયા. રબીની ડુંગળીની સ્ટોરેજ ખતમ થઇ રહી છે. રબી ડુંગળીની આવક મંડીઓમાં ઘટી રહી છે. તો બીજી તરફ કમોસમી વરસાદે લાલ ડુંગળીને મોટું નુકસાન થયું છે જેથી દેસી ડુંગળીની આવક મંડીમાં ઓછી થઇ રહી છે. જેના લીધે મંડીમાં ડુંગળીના ભાવ વધી રહ્યા છે. રબીની ડુંગળીના ભાવ પ્રતિ ક્વિંટલ 6 હજાર 310 રૂપિયા મળ્યા, તો બીજી તરફ લાલ ડુંગળીને 5 હજાર 500 રૂપિયા સુધી મળ્યા છે. 

શાકમાર્કેટમાં ડુંગળીની આવક ઓછી થતાં ખેડૂતોને ફાયદો મળી રહ્યો છે પરંતુ આ વર્ષે સારો વરસાદ થવાના કારણે તાજેતરમાં ઉગાડેલી ડુંગળીના પાકનું ઉત્પાદન વધશે જેથી ભવિષ્યમાં આવક વધતાં ડુંગળીના ભાવમાં ભારે ઘટાડો આવી શકે છે. ખેડૂતોનું કહેવું છે કે એક-બે મહિના માટે ડુંગળીના ભાવ વધી રહ્યા છે, કેંદ્વ સરકાર પણ ડુંગળીની નિર્યાત બંધ કરવાનો નિર્ણય ન લે. 

ડુંગળી ઉત્પાદન કરનાર ખેડૂતો પ્રશાંત શિંદેનું કહેવું છે કે ડુંગળીના ભાવ હંમેશા ચર્ચાનો વિષય હોય છે. ખેડૂતોને ભાવનાઓને સમજનાર કોઇ નથી. ડુંગળીને પાક માટે અમે 40 થી 50 હજાર રૂપિયા સુધી ખર્ચ થાય છે. જ્યારે શાકમાર્કેટમાં ડુંગળી પહોંચે છે તો તેના ભાવ મળે છે, એવું નથી. લાલ ડુંગળી આ વખતે 5500 રૂપિયા પ્રતિ ક્વિંટલ સુધી વેચાઇ રહી છે. ડુંગળી આયાત કરવાથી ભાવ પર અસર પડે છે. ખેડૂતોને શાકમાર્કેટમાં ભાવ મળતા નથી. અમે ઇચ્છીએ છીએ કે ખેડૂતોના હિતનું પણ ધ્યાન રાખો. 

ડુંગળીના વેપારી ઉમેશ અટ્ટલ જણાવે છે કે અમારી પાસે અત્યારે 2-5 ટકા જ વેચાઇ છે. રબીની જૂની ડુંગળી છે. કમોસમી વરસાદે લાલ ડુંગળીને નુકસાન પહોંચાડ્યું છે. મહારાષ્ટ્રના નાસિક, અહમદનગર, ધૂલે જિલ્લામાં કમોસમી વરસાદથી પાક નષ્ટ થઇ ગયો. આંધ્રપ્રદેશ, કર્ણાટકથી આવનાર ડુંગળી પણ કમોસમી વરસાદથી આવક ઘટી છે જેના લીધે શાકમાર્કેટમાં ડુંગળીની આવક ઘટી છે. આગામી દિવસોમાં ડુંગળીના ભાવ વધશે. ગત વર્ષે 2018માં રબીની ડુંગળીનું ઉત્પાદન વધ્યું હતું, જેના લીધે રબીની ડુંગળી પણ 50 થી 100 રૂપિયા પ્રતિ ક્વિંટલમાં વેચવા માટે ખેડૂતો મજબૂર બન્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news