Omicron Impact: ડાવોસમાં યોજાનાર વર્લ્ડ ઇકોનોમિક ફોરમની બેઠક રદ્દ

Davos WEF Meeting Postponed: World Economic Forum (WEF) એ કોરોના વાયરસના ( Covid 19 pandemic) નવા વેરિએન્ટ ઓમિક્રોનને ( Omicron ) કારણે આ બેઠકને રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. 
 

Omicron Impact: ડાવોસમાં યોજાનાર વર્લ્ડ ઇકોનોમિક ફોરમની બેઠક રદ્દ

ડાવોસઃ Davos WEF Meeting Postponed: વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ( World Economic Forum) એ ડાવોસમાં ( Davos) યોજાનાર પોતાની બેઠકને હાલ સ્થગિત કરી દીધી છે. World Economic Forum (WEF) એ કોરોના વાયરસ ( Covid 19 pandemic) ના નવા ઓમિક્રોન વેરિએન્ટને કારણે આ બેઠકને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ( World Economic Forum) ની બેઠક જાન્યુઆરી 2022માં થવાની હતી, પરંતુ હવે આ બેઠક 2022ના મધ્યમાં થશે. 

તમને જણાવી દઈએ કે સ્વિટ્ઝર્લેન્ડના ડાવોસમાં દર વર્ષે વિશ્વના 3 હજારથી વધુ દિગ્ગજ બિઝનેસ લીડર સહિત અનેક દેશોના વડાઓ સહિત પોલિસી મેકર્સ સામેલ થાય છે. પાછલા વર્ષે પણ કોરોના વાયરસને કારણે આ બેઠક રદ્દ કરવામાં આવી હતી. પાછલા વર્ષે આ બેઠકને પહેલા સિંગાપુરમાં શિફ્ટ કરવામાં આવી હતી પરંતુ બાદમાં તેને રદ્દ કરી દેવામાં આવી હતી. 

વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ( World Economic Forum) માટે ખુબ કડક હેલ્થ પ્રોટોકોલ બનાવવામાં આવ્યા હતા. પરંતુ જે પ્રકારે કોરોનાનો નવો વેરિએન્ટ ઓમિક્રોન ઝડપથી યુરોપમાં ફેલાય રહ્યો છે તેને જોતા બેઠકને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વેરિએન્ટને ધ્યાનમાં રાખતા Switzerland પોતાને ત્યાં લોકડાઉન લગાવવાની તૈયારીમાં છે. તમને જણાવી દઈએ કે ડાવોસના અલ્પાઈન ટાઉન જ્યાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમની બેઠક થાય છે ત્યાંની વસ્તી બેઠક દરમિયાન 10 હજારથી વધીને 30 હજાર સુધી પહોંચી જાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news