દમદાર બેટરી અને શાનદાર ફીચર્સ સાથે ઓલાનું ઈલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ, જાણો કિંમત

ભારતીય માર્કેટમાં ઓલાએ વધુ એક ઈ-સ્કૂટર લોન્ચ કરી દીધુ છે. કંપનીના સીઈઓ અગ્રવાલે આજે તેની જાહેરાત કરી છે. લોકો માત્ર 499 રૂપિયામાં આ ઈલેક્ટ્રિક સ્કૂટરને બુક કરાવી શકે છે. 

દમદાર બેટરી અને શાનદાર ફીચર્સ સાથે ઓલાનું ઈલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ, જાણો કિંમત

નવી દિલ્હીઃ સ્વતંત્રતા દિવસ પર ઓલાએ ભારતમાં નવા ઈ-સ્કૂટર લોન્ચિંગની જાહેરાત કરી છે. પરંતુ ઓલા ઈ-કારની રાહ જોઈ રહેલા લોકો માટે નિરાશાજનક સમાચાર છે. ઓલાના સીઈઓ ભાવિશ અગ્રવાલે કહ્યું કે, કંપની 2024મા પોતાની કાર લોન્ચ કરશે. ઓલાએ  (Ola Electric) S1 લોન્ચ કર્યું છે. તેને કંપનીએ 99,000 રૂપિયાની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત પર લોન્ચ કર્યું છે. આ સ્કૂટરને 15થી 31 ઓગસ્ટ વચ્ચે 499 રૂપિયામાં બુક કરી શકાશે. 

આ સમયમાં બુક કરવનાર લોકોને 1 સપ્ટેમ્બર સુધી ઓલા એસ1 સ્કૂટરની ડિલીવરી મળી જશે. આ સિવાય બાકી લોકો માટે નવા Ola Electric S1 સ્કૂટરની ડિલીવરી 7 સપ્ટેમ્બરથી શરૂ થશે. તેની પહેલા પાછલા વર્ષે ઓલાએ Ola Electric S1 Pro રજૂ કર્યું હતું. પરંતુ ઓલાએ ઇલેક્ટ્રિક કારને લઈને માહોલ બનાવ્યો હતો અને લોન્ચ માત્ર ઈલેક્ટ્રિક સ્કૂટર કર્યું હતું. આ સમયે પણ દેશમાં અનેક લોકોએ ઈલેક્ટ્રિક સ્કૂટર બુક કરાવી લીધુ હતું. પરંતુ ત્યારબાદ સ્કૂટરની ખરાબ ક્વોલિટીને કારણે સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરી હતી. 

ડ્રાઇવિંગ રેન્જ
Ola S1 માં 3kWh ઇલેક્ટ્રિક મોટર આપવામાં આવી છે. જે એકવાર ચાર્જ કરવા પર 131 કિલોમીટર ચાલવાનો દાવો કરે છે. આ ત્રણ અલગ-અલગ રાઇડિંગ મોડ્સની સાથે આવે છે. ઈકો મોડ 128 કિમીની રેન્જ પ્રદાન કરે છે, જ્યારે સામાન્ય મોડ 101 કિમીની રેન્જ આપે છે. સ્પોર્ટ્સ મોડમાં તે ઇલેક્ટ્રિક સ્કૂટર સિંગલ ચાર્જમાં 90 કિલોમીટર ચાલે છે. કંપનીનો દાવો છે કે Ola S1 95 કિમી પ્રતિ કલાકની સ્પીડ પ્રદાન કરે છે.

Ola S1 ઇલેક્ટ્રિક સ્કૂટરને પાંચ અલગ-અલગ કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવ્યું છે. ઓલાના આ નવા સ્કૂટરનો મુકાબલો બજાજ હીરો, એથર, ઓકિનાવા, ટીવીએસ જેવી કંપનીઓ સામે થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news