ગ્રે માર્કેટમાં આ IPO એ ડરાવ્યા, લિસ્ટિંગના દિવસે ઈન્વેસ્ટરોને લાગશે ઝટકો!

Ola Electric IPO: અનુમાન છે કે આઈપીઓનું લિસ્ટિંગ 75 રૂપિયાના સ્તર પર થઈ શકે છે. જે ઈશ્યૂ પ્રાઇઝથી 1 રૂપિયાના નુકસાનને દર્શાવે છે. 

  ગ્રે માર્કેટમાં આ IPO એ ડરાવ્યા, લિસ્ટિંગના દિવસે ઈન્વેસ્ટરોને લાગશે ઝટકો!

Ola Electric IPO: ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર બનાવનારી કંપની ઓલા ઈલેક્ટ્રિક મોબિલિટીના 6154 કરોડ રૂપિયાના આઈપીઓનું ક્લોઝિંગ થઈ ગયું છે. આમ તો આઈપીઓને જોરદાર રિસ્પોન્સ મળ્યો છે, પરંતુ લિસ્ટિંગ પર મોટા નુકસાનની આશંકા છે. 

કેટલું થયું સબ્સક્રિપ્શન
આ આઈપીઓને અંતિમ દિવસ મંગળવાર 4.27 ગણું સબ્સક્રિપ્શન મળ્યું છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ પર ઉપલબ્ધ આંકડા પ્રમાણે આઈપીઓ માટે કુલ  1,98,79,03,905 શેર માટે બોલી આવી જ્યારે વેચાણ માટે 46,51,59,451  શેરની રજૂઆત કરવામાં આવી છે. પાત્ર સંસ્થાકીય ખરીદદારોની શ્રેણીએ 5.31 ગણું સબ્સ્ક્રિપ્શન મેળવ્યું. તેવી જ રીતે, છૂટક વ્યક્તિગત રોકાણકારોની શ્રેણીએ 3.92 ગણું સબસ્ક્રિપ્શન મેળવ્યું હતું. જ્યારે બિન-સંસ્થાકીય રોકાણકારોની શ્રેણીમાં 2.40 ગણી બિડ મળી હતી.

આઈપીઓની વિગત
આઈપીઓ હેઠળ 5500 કરોડ રૂપિયા સુધીના નવા શેર અને 8,49,41,997 ઈક્વિટી શેર ઓફર ફોર સેલ હેઠળ રાખવામાં આવ્યા હતા. ઓલા ઈલેક્ટ્રિકના સંસ્થાપક ભાવિશ અગ્રવાલે લગભગ 3.8 કરોડ શેર વેચાણ માટે રાખ્યા હતા. 

નેગેટિવ છે જીએમપી
ઓલા ઈલેક્ટ્રિક મોબિલિટીના આઈપીઓ માટે ઈશ્યૂ પ્રાઇઝ 72થી 76 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી હતી. પરંતુ ગ્રે માર્કેટ પ્રીમિયમ એટલે કે જીએમપી નેગેટિવ છે. અનુમાન છે કે આઈપીઓનું લિસ્ટિંગ 75 રૂપિયાના સ્તર પર થઈ શકે છે, જે ઈશ્યૂ પ્રાઇઝથી 1 રૂપિયાનું નુકસાન દર્શાવે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news