ઓલા અને ફ્લિપકાર્ટ લોન્ચ કરશે પોતાના ક્રેડિટ કાર્ડ

મોટી બેંકોની સાથે હાથ મિલાવીને ફ્લિપકાર્ટ ક્રેડિટ કાર્દ લોન્ચ કરવા જઇ રહી છે. તેનાથી કંપનીના કસ્ટમર્સની ક્રેડિટ માર્કેટમાં એંટ્રી થશે અને બંને કંપનીઓને યૂજર્સના ખર્ચ કરવાની આદતની જાણકારી મળશે. ઓલા આગામી અઠવાડિયાની શરૂઆતમાં સ્ટેટ બેંકની પાર્ટનરશિપમાં આ કાર્ડને લોન્ચ કરી શકે છે. 15 કરોડ બેસ રાખનાર ઓલા પહેલા વર્ષમાં 10 લાખ કાર્ડ્સ ઇશ્યૂ કરશે. નવભારત ટાઇમના જણાવ્યા અનુસાર 'ઓલા ક્રેડિટ બેસ્ડ પેમેંટને ડિજિટલ પેમેંટની આગામી મંજીલ માને છે.'
ઓલા અને ફ્લિપકાર્ટ લોન્ચ કરશે પોતાના ક્રેડિટ કાર્ડ

બેંગલુરૂ: મોટી બેંકોની સાથે હાથ મિલાવીને ફ્લિપકાર્ટ ક્રેડિટ કાર્દ લોન્ચ કરવા જઇ રહી છે. તેનાથી કંપનીના કસ્ટમર્સની ક્રેડિટ માર્કેટમાં એંટ્રી થશે અને બંને કંપનીઓને યૂજર્સના ખર્ચ કરવાની આદતની જાણકારી મળશે. ઓલા આગામી અઠવાડિયાની શરૂઆતમાં સ્ટેટ બેંકની પાર્ટનરશિપમાં આ કાર્ડને લોન્ચ કરી શકે છે. 15 કરોડ બેસ રાખનાર ઓલા પહેલા વર્ષમાં 10 લાખ કાર્ડ્સ ઇશ્યૂ કરશે. નવભારત ટાઇમના જણાવ્યા અનુસાર 'ઓલા ક્રેડિટ બેસ્ડ પેમેંટને ડિજિટલ પેમેંટની આગામી મંજીલ માને છે.'

બેંક અને કંપની વચ્ચે થનાર કરારમાં સામાન્ય રીતે બેંક રિસ્ક એનાલિસિસ, કાર્ડ ઇશ્યૂએંસ, પેમેંટ પ્રોસેસિંગ, ક્રેડિટ લાઇન મેનેજમેંટ અને સ્ટેટમેંટ પ્રોસેસિંગનું કામ કરે છે. મર્ચન્ટ પાર્ટનર એટલે કંપનીને માર્કેટિંગ, પ્રમોશન અને ડિસ્કાઉન્ટ જેવા પાસાઓ પર ધ્યાન આપવાનું હોય છે. સૂત્રએ જણાવ્યું હતું કે 'માર્કેટિંગથી હટીને આ કાર્ડ પર આપવામાં આવનાર રિવોર્ડ્સ દ્વારા કંપનીઓના ખર્ચ પેટર્નને જોશે. ઓલાના એક ટોપ એક્ઝિક્યૂટિવે જણાવ્યું કે 'અકસ્ટમર્સને આકર્ષિક કરવા માટે આ કાર્ડ્સ પર માર્કેટ સ્ટાડર્ડથી વધુ રિવોર્ડ આપવામાં આવશે.'

કંપનીના પ્લાનની જાણકારી ધરાવનાર એક વ્યક્તિને જણાવ્યું કે 'સામાન્ય રીતે કંપનીની સ્ટ્રેટેજી કસ્ટમર્સને વધુ સર્વિસિઝ અને ડિજિટલ ઓનબોર્ડિંગ, રિયલ ટાઇમ મેનેજમેન્ટ અને ઇન્ટંટ રિવોર્ડ જેવા અનુભવ આપે છે. 

ઓલાએ 2015માં ઓલા મનીને લોન્ચ કર્યું હતું. તેના થોડા સમય બાદ કંપનીએ ઓલા પોસ્ટપેડ દ્વારા શોર્ટ ટર્મ ક્રેડિટ આપવાનું શરૂ કર્યું છે. એક ઇનવેસ્ટરનું કહેવું છે કે 'ક્રેડિટ કાર્ડ કોલોબ્રોરેશનથી ઇન્ટરનેટ કંપનીઓને પોતાના કસ્ટમર્સને સારી રીતે સમજવામાં મદદ મળે છે. કંપનીઓ ખરીદારના ટ્રાંજેક્શનની ઓફલાઇન હિસ્ટ્રી પણ જોઇ શકે છે. પોતાના સ્ટોરફ્રંટની સ્પેડિંગ વધારી શકે છે, ક્રોસ સેલ કરી શકે છે અને સમય સાથે લેડિંગ માટે ક્રેડિટ સ્કોરનો સારો અંદાજો લગાવી શકે છે. 

ફ્લિપકાર્ટ અને ઓલા અત્યારે ક્રેડિટ અંડરરાઇડિંગ મોડલ તૈયાર રહી છે. તેનાથી આમ તો ગ્રાહકોને ક્રેડિટ આપવામાં મદદ મળશે, જેની કોઇ ક્રેડિટ હિસ્ટ્રી નથી. ફ્લિપકાર્ડનો દાવો છે કે તે ગ્રાહકોની લોન ભરવાની ક્ષમતાનું અનુમાન લગાવવા માટે 500-1000 ડેટા પોઇન્ટ ટ્રેક કરી રહી છે. પછી આ ડેટા પોઇન્ટને સારા ક્રેડિટ સ્કોરિંગ માટે બેંકને આપવામાં આવશે. ફ્લિપકાર્ટના એક ટોપ એક્ઝિક્યૂટિવે જણાવ્યું કે કંપની આ ત્રિમાસિકના અંત સુધી એક્સિસ અથવા એચડીએફસી બેંકની પાર્ટનરશિપમાં ક્રેડિટ કાર્ડ લોન્ચ કરી શકે છે. ઓક્ટોબર 2018માં અમેઝોન પેએ આઇસીઆઇસીઆઇ સાથે ટાઇઅપ કરી એક ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું હતું જેથી અમેઝોન ઇન્ડીયાના ગ્રાહકોને રિવોર્ડ અને બેનિફિટ મળે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news