પ્રથમ દિવસે થશે 100% નો નફો, 7 માર્ચથી આવી રહ્યો છે જબરદસ્ત IPO,પ્રાઇઝ બેન્ડ ₹83

Pune E-Stock Broking IPO: જો તમે પણ આઈપીઓમાં ભાગ્ય અજમાવો છો તો તમને આવતા સપ્તાહે શાનદાર તક મળવાની છે. આવતા સપ્તાહે કુલ 8 આઈપીઓ આવી રહ્યાં છે, જેમાં એક પુણે ઈ-સ્ટોક બ્રોકિંગનો છે.  

પ્રથમ દિવસે થશે 100% નો નફો, 7 માર્ચથી આવી રહ્યો છે જબરદસ્ત IPO,પ્રાઇઝ બેન્ડ ₹83

Pune E-Stock Broking IPO: જો તમે આઈપીઓમાં દાવ લગાવવાનું વિચારી રહ્યાં છો તો આગામી સપ્તાહે શાનદાર તક મળશે. આગામી સપ્તાહે પુણે ઈ-સ્ટોક બ્રોકિંગનો આઈપીઓ ઓપન થઈ રહ્યો છે. પુણે ઈ-સ્ટોક બ્રોકિંગ આઈપીઓ ગુરૂવાર 7 માર્ચે સબ્સક્રિપ્શન માટે ખુલશે અને મંગળવાર 12 માર્ચે બંધ થશે. પુણે ઈ-સ્ટોક બ્રોકિંગ આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 78 રૂપિયાથી 83 રૂપિયા નક્કી કરવામાં આવી છે. પ્રત્યેકની ફેસ વેલ્યૂ 10 રૂપિયા છે. પુણે ઈ-સ્ટોક બ્રોકિંગ આઈપીઓના લોટ સાઇઝમાં 1600 શેર છે. ઈન્વેસ્ટર મહત્તમ 1600 શેર માટે અને તેના ગુણકોમાં બોલી લગાવી શકે છે. 

શું ચાલી રહ્યો છે GMP?
ઈન્વેસ્ટરગેન.કોમ અનુસાર પુણે ઈ-સ્ટોક બ્રોકિંગ આઈપીઓનો જીએમપી કે ગ્રે માર્કેટ પ્રીમિયમ 83 રૂપિયા છે. તેનો મતલબ છે કે શેર પ્રથમ દિવસે 166 રૂપિયાના પ્રીમિયમ પર લિસ્ટ થઈ શકે છે. એટલે કે ઈન્વેસ્ટરોને પ્રથમ દિવસે 100 ટકા સુધીનો નફો થઈ શકે છે.

શું કરે છે કંપની
પુણે ઈ-સ્ટોક બ્રોકરેજ લિમિટેડ એક કોર્પોરેટ બ્રોકરેજ કારોબાર છે, જે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (આરએચપી) માં જણાવવામાં આવ્યું છે. કંપનીના ગ્રાહકોમાં ડાયરેક્ટ ગ્રાહક અને રજીસ્ટર્ડ વ્યક્તિ બંને સામેલ છે, જે દસથી વધુ શહેરોમાં ફેલાયેલા છે. માર્ચ 2023 સુધી ગ્રાહકોની કુલ સંખ્યા 60640 હતી. દિલ્હી અને અમદાવાદમાં કંપનીની બે બ્રાન્ચ ઓફિસ છે. RHP મુજબ, કંપનીના લિસ્ટેડ સાથીદારો શેર્સ ઈન્ડિયા સિક્યોરિટીઝ લિમિટેડ (18.34ના P/E સાથે), ICICI સિક્યોરિટીઝ લિમિટેડ (18.02ના P/E સાથે), અને એન્જલ વન લિમિટેડ (17.47ના P/E સાથે) છે. 31 માર્ચ, 2023 અને માર્ચ 31, 2022 ની વચ્ચે, પૂણે ઇ-સ્ટોક બ્રોકિંગ લિમિટેડનો કર પછીનો નફો (PAT) -4.69% ઘટ્યો, જ્યારે આવકમાં -12.06% ઘટાડો થયો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news